Office 2003 આવૃત્તિ ગુજરાતી ઈંટરફેસ પૅક નીચે આપેલ Office 2003 પ્રોગ્રામ્સ માટે ભાષાંતરિત યુઝર ઈંટરફેસ ઉપલબ્ધ કરાવે છે:
Microsoft Office Word 2003
Microsoft Office Outlook® 2003
Microsoft Office PowerPoint® 2003
Microsoft Office Excel 2003
“પ્રારંભ કરો” માર્ગદર્શિકાની રચના તમે Microsoft Office 2003 સાથે ઝડપથી કાર્ય શરુ કરી શકો તે માટે કરવામાં આવી છે.
ભાગ 1 બધી Office એપ્લિકેશન્સમાં એકસરખી, સામાન્ય બાબતોને કેવી રીતે કરવી તેનું વર્ણન કરે છે. ભાગ 2 થી 5 દરેક મુખ્ય Office એપ્લિકેશન્સ જેમ કે Microsoft Word, Excel, Outlook, અને PowerPoint વિશેનો મૂળભૂત ખ્યાલ આપે છે.
સોફ્ટવેર માટેની જરૂરિયાતો :
Office 2003ની કોઈ પણ આવૃત્તિનું હિંદી સંસ્કરણ — ઉદાહરણ તરીકે, Microsoft Office Professional આવૃત્તિ 2003 અથવા Microsoft Office Standard આવૃત્તિ 2003 અથવા Office 2003 પ્રોગ્રામનું હિંદી સંસ્કરણ કે જે Office 2003 ગુજરાતી ઈંટરફેસ પૅકનું સમર્થન કરશે — Excel 2003, Outlook 2003, PowerPoint 2003, અથવા Word 2003.
Office 2003 ગુજરાતી ઈંટરફેસ પૅક હિંદીનું સમર્થન કરી શકે એવા કોઈ પણ Microsoft Office 2003 બહુભાષી યુઝર ઈંટરફેસ પૅકની સાથે પણ સ્થાપિત કરી શકાય છે.
ડિસ્ક સ્થાન જરૂરિયાતો: વર્તમાનમાં સ્થાપિત કરેલ Office 2003 પ્રોગ્રામ્સ દ્વારા ઉપયોગમાં લિધેલ હાર્ડ ડિસ્ક સ્થાનની વ્યતિરિક્ત, 10 મેગાબાઈટ્સ (MB) સ્થાન હાર્ડ ડિસ્ક પર ઉપલબ્ધ હોવાની જરૂર છે.
આ LIP.exe ફાઈલને ડાઉનલોડ કરવા માટે, ડાઉનલોડ બટન (ઉપર આપેલ) પર ક્લિક કરો અને તમારી હાર્ડ ડિસ્ક પર ફાઈલને સાચવો.
તમારી હાર્ડ ડિસ્ક પર સેટઅપ પ્રોગ્રામને શરૂ કરવા માટે, LIP.exe પ્રોગ્રામ ફાઈલને ડબલ-ક્લિક કરો.
સ્થાપનાને પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આપેલા સૂચનોનું અનુસરણ કરો.
વૈકલ્પિક:આ Gujarati_GS.exe ફાઈલને ડાઉનલોડ કરો અને તેને તમારી હાર્ડ ડિસ્ક પર સાચવો. તે પછી તમારી હાર્ડ ડિસ્ક પર આ GS.exe પ્રોગ્રામ ફાઈલને ડબલ-ક્લિક કરો અને સ્થાપનાને પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આવતા સૂચનોનું અનુસરણ કરો.
ઉપયોગ માટેનાં સૂચનો:
Office 2003 આવૃત્તિ ગુજરાતી ઈંટરફેસ પૅકની ભાષા પર તમારા યુઝર ઈંટરફેસને લઈ જવા માટે, આ પગલાઓનું અનુસરણ કરો:
Start મેનૂ, પર All Programs પર જઈ Microsoft Office પર જાઓ, ત્યાંથી Microsoft Office Tools પર જાઓ અને પછી Microsoft Office 2003 Language Settings ને ક્લિક કરો.
દર્શાવેલ Office 2003 નાં User Interface and Help ટૅબની સૂચીમાંથી, જે ભાષાને તમે દર્શાવવા માંગો છો, તેનું ચયન કરો.
OK ને ક્લિક કરો.
તમે જે ભાષા સેટિંગ્સ ચયન કરેલ છે તે જ્યારે તમે બીજી વખત Office પ્રોગ્રામ્સ શરૂ કરશો ત્યારે લાગુ થશે.
આ ડાઉનલોડને કાઢવા માટે:
બધા પ્રોગ્રામ્સમાંથી બહાર નીકળો.
Start મેનૂ પર Settings પર જાઓ અને પછી Control Panel ને ક્લિક કરો.
Add/Remove Programs ને ડબલ-ક્લિક કરો.
હાલમાં સ્થાપિત પ્રોગ્રામની સૂચીમાંથી, Microsoft Office 2003 Edition Gujarati Interface Pack ને ક્લિક કરો, અને પછી Remove અથવા Add/Remove ને ક્લિક કરો. જો સંવાદ બોક્સ આવે, તો પ્રોગ્રામને કાઢવા માટે સૂચનોનું અનુસરણ કરો.
તમે પ્રોગ્રામને કાઢવા માંગો છો, તેની પુષ્ટિ કરાવવા માટે Yes અથવા OK ને ક્લિક કરો.