પ્રકાશિત:
પ્રભાવી તારીખ: 1 મે, 2018
Microsoft સેવા કરાર
તમારી ગોપનીયતાતમારી ગોપનીયતા1_YourPrivacy
સારાંશ

1. તમારી ગોપનીયતા. અમારા માટે તમારી ગોપનીયતા મહત્વપૂર્ણ છે. કૃપયા Microsoft ગોપનીયતા વિધાન ("ગોપનીયતા વિધાન") વાંચો, કારણ કે તે તમારા અને તમારા ડિવાઇસેસ પરના કયા પ્રકારના ડેટા અમે એકત્રિત કરીએ છીએ ("ડેટા"), અમે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારા ડેટાની પ્રક્રિયા કરવા માટે અમારી પાસે જે કાનૂની આધાર છે તેનું વર્ણન કરે છે. ગોપનીયતા વિધાન એ Microsoft કેવી રીતે તમારી સામગ્રી, જે છે અન્ય લોકો સાથેના તમારા સંચારો; સેવાઓ દ્વારા Microsoft ને રજૂ કરેલ પોસ્ટિંગ્સ; અને તમે સેવાઓ મારફતે અપલોડ, સંગ્રહ, પ્રસારિત અથવા શેર કરો તે ફાઇલો, ફોટા, દસ્તાવેજો, ઑડિયો, ડિજિટલ કાર્યો, લાઇવસ્ટ્રીમ્સ અને વિડિયો ("તમારી સામગ્રી")નો ઉપયોગ કરે છે તેનું વર્ણન પણ કરે છે. પ્રક્રિયા સંમતિ આધારિત અને કાયદા દ્વારા આપવામાં આવેલ પરવાનગીની મહત્તમ હદ સુધી છે તેથી, આ શરતો સાથે સંમત થઈને, તમે ગોપનીયતા વિધાનમાં વર્ણવ્યા મુજબ Microsoft ને તમારી સામગ્રી અને ડેટાનો સંગ્રહ, ઉપયોગ અને જાહેર કરવાની સંમતિ આપો છો. કેટલાક કિસ્સાઓમાં, અમે અલગ સૂચના પ્રદાન કરીશું અને ગોપનીયતા વિધાનમાં સંદર્ભિત કરેલ મુજબ તમારી સંમતિની વિનંતી કરીશું.

સંપૂર્ણ પાઠ
તમારી સામગ્રીતમારી સામગ્રી2_yourContent
સારાંશ

2. તમારી સામગ્રી. અમારી સેવાઓમાંથી ઘણી તમને તમારી સામગ્રી સંગ્રહિત અથવા સહિયારી કરવાની અથવા અન્ય તરફથી મટિરિયલ્સ પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. અમે તમારી સામગ્રીની માલિકીનો દાવો કરતા નથી. તમારી સામગ્રી તમારી જ રહે છે અને તેના માટે તમે જવાબદાર છો.

 • a. જ્યારે તમે અન્ય લોકો સાથે તમારી સામગ્રી શેર કરો, ત્યારે તમે સમજો છો કે તેઓ તમને વળતર આપ્યાં વિના તમારી સામગ્રીનો, સમગ્ર વિશ્વમાં, ઉપયોગ કરી, સાચવી, રેકોર્ડ, પુનરુપ્તાદન, બ્રોડકસ્ટ, પ્રસારણ, શેર અને પ્રદર્શિત કરી (અને HealthVault પરથી હટાવી) શકે છે. જો તમે અન્ય તે ક્ષમતા આપવા નથી માગતા, તો તમારી સામગ્રીને સહિયારી કરવા માટે સેવાઓનો ઉપયોગ કરશો નહીં. તમે પ્રસ્તુત કરો છો અને બાંયધરી આપો છો કે આ શરતોની અવધિ સુધી, તમે સેવાઓ મારફતે અથવા તેના પર અપલોડ, સંગ્રહિત અથવા શેર કરેલી તમારી સામગ્રીના આવશ્યક અધિકારો ધરાવો છો (અને ધરાવશો) અને તે કે તમારી સામગ્રીનો સંગ્રહ, ઉપયોગ અને જાળવણી અન્યના કોઈપણ કાયદા અથવા અધિકારોનું ઉલ્લઘંન કરશે નહીં. Microsoft તમારી સામગ્રી માટે માલિકી, નિયંત્રણ ધરાવતું, ચકાસણી કરતુ, તેની ચૂકવણી કરતું, ખાતરી આપતું કે અન્યથા કોઈ જવાબદારી ધરાવતું નથી અને સેવાઓનો ઉપયોગ કરીને અપલોડ, સંગ્રહિત અથવા સહિયારી કરવામાં આવતી તમારી સામગ્રી અથવા મટિરિયલ્સની જવાબદારી લઈ શકતું નથી.
 • b. તમને અને અન્ય લોકોને સેવાઓ પ્રદાન કરવા, તમારી અને સેવાઓની રક્ષા કરવા માટે, અને Microsoft ઉત્પાદનો અને સેવાઓને બહેતર બનાવવા માટે આવશ્યક સીમા સુધી, તમે Microsoft ને તમારી સમાગ્રીનો ઉપયોગ કરવા માટે, ઉદાહરણ તરીકે, સંચાર ઉપકરણો મારફતે સેવાઓ પરની તમારી સામગ્રીની કૉપિ બનાવવાની, જાળવવા, પ્રસારણ, પુનઃસ્વરૂપણ, પ્રદર્શન અને વિતરણ કરવાની વિશ્વવ્યાપી અને રોયલ્ટિ-મુક્ત બૌદ્ધિક સંપદા લાઇસન્સ આપો છો. જો તમે તમારી સામગ્રીને એવી સેવાના કોએ એ વિસ્તારમાં પ્રકાશિત કરો છો, કે જ્યાં તે વિના પ્રતિબંધે વ્યાપક રૂપે ઉપલબ્ધ હોય છે, તો તમારી સામગ્રી તેવા પ્રદર્શનો અથવા સામગ્રીમાં પ્રદર્શિત થઈ શકે છે કે જે સેવાનો પ્રચાર કરે છે. કેટલીક સેવાઓ જાહેરાત દ્વારા સમર્થિત છે. Microsoft ખાતા પ્રબંધન વેબસાઇટના સુરક્ષા અને ગોપનીયતા પૃષ્ઠ પર જાહેરાતને Microsoft દ્વારા વ્યક્તિગત બનાવવા માટેના નિયંત્રણો ઉપલબ્ધ છે. તમારા માટે જાહેરાત લક્ષિત કરવા માટે અમે તમે ઈમેલ, ચૅટ, વિડિયો કૉલ્સ અથવા વૉઇસ મેલ, અથવા તમારા દસ્તાવેજો, ફોટા અથવા અન્ય વ્યક્તિગત ફાઇલોમાં જે કહો છો તેનો ઉપયોગ કરતા નથી. ગોપનીયતા વિધાનની વિગતોમાં અમારી જાહેરાત નીતિઓને આવરી લેવામાં આવી છે.
સંપૂર્ણ પાઠ
આચાર સંહિતાઆચાર સંહિતા3_codeOfConduct
સારાંશ

3. આચાર સંહિતા.

 • a. આ શરતોથી સંમત થઈને, તમે સંમત થાઓ છો કે, સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમે નીચે આપેલા નિયમોનું પાલન કરશો:
  • i. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં.
  • ii. એવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાશો નહીં કે જે બાળકોનું શોષણ કરે છે, નુકસાન પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે.
  • iii. સ્પામ મોકલશો નહીં. સ્પામ એ વણજોઈતી અથવા વણમાગેલ બલ્ક ઈમેલ, પોસ્ટિંગ્સ, સંપર્ક વિનંતીઓ, SMS (પાઠ સંદેશા) અથવા ત્વરિત સંદેશા છે.
  • iv. અયોગ્ય સામગ્રી કે મટિરિયલ્સ (ઉદાહરણ તરીકે, નગ્નતા, પાશવીપણું, દ્વેષપૂર્ણ ભાષા, પોર્નોગ્રાફી, ગ્રાફિક હિંસા અથવા ગુનાહિત કૃત્યનો સમાવેશ) અથવા સ્થાનિક કાયદા અથવા નિયમનોનું પાલન કરતી ન હોય તેવી તમારી સામગ્રી કે મટિરિયલ્સને શેર કરવા માટે સેવાઓને સાર્વજનિક રૂપે પ્રદર્શિત કે તેનો ઉપયોગ કરશો નહીં.
  • v. એવી પ્રવૃત્તિમાં જોડાશો નહીં કે જે કપટપૂર્ણ, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી (દા.ત. તરીકે ખોટી રજૂઆતો હેઠળ નાણાં માગવા, કોઈ અન્યનો ઢોંગ કરવો, ચલાવ્યાની સંખ્યા વધારવા માટે સેવાઓમાં છેડછાડ કરવી અથવા રેકિંગ્સ, રેટિંગ્સ અથવા ટિપ્પણીઓને પ્રભાવિત કરવી) અથવા દુષ્ટ હેતુવાળી કે બદનક્ષીપૂર્ણ હોય.
  • vi. સેવાઓની ઍક્સેસ અથવા ઉપલબ્ધતા પરના કોઈપણ પ્રતિબંધોમાં છળકપટ કરશો નહીં.
  • vii. તમારા માટે, સેવા અથવા અન્ય માટે નુકસાનકારક હોય તેવી પ્રવૃત્તિ (દા.ત. વાયરસ ફેલાવવા, પીછો કરવો, આતંકવાદી સામગ્રી પોસ્ટ કરવી, દ્વેશપૂર્ણ ભાષામાં વાતચીત કરવી અથવા અન્ય સામે હિંસાની તરફદારી કરવી)માં જોડાશો નહીં.
  • viii. અન્યના અધિકારોનું ઉલ્લંઘન કરશો નહીં (દા.ત. કૉપિરાઇટ કરેલ સંગીત અથવા અન્ય કૉપિરાઇટ કરેલ સામગ્રીનું અનધિકૃત સહિયારીકરણ, Bing નકશા અથવા ફોટોગ્રાફસ્નું પુનઃવેચાણ અથવા અન્ય વિતરણ).
  • ix. અન્યના ગોપનીયતા અથવા ડેટા સંરક્ષણ અધિકારોનું ઉલ્લંઘન કરે તેવી પ્રવૃત્તિમાં જોડાશો નહીં.
  • x. આ નિયમોને ભંગ કરવામાં અન્યની મદદ કરશો નહીં.
 • b. બજવણી. જો તમે આ શરતોનું ઉલ્લંઘન કરો છો, તો અમે અમારા સ્વવિવેકના આધારે, તમને સેવા પ્રદાન કરવાનું રોકી શકીએ છીએ અથવા અમે તમારા Microsoft ખાતાને બંધ કરી શકીએ છીએ. આ શરતો લાગુ કરવાના પ્રયાસમાં અમે સેવાઓ પર અથવા તેમાંથી સંચારો (જેમ કે ઈમેલ, ફાઇલ શેરિંગ અથવા ઇન્સ્ટન્ટ મેસેજ)ના વિતરણને અવરોધિત કરી શકીએ છીએ અથવા કોઈ કારણસર તમારી સામગ્રીને કાઢી અથવા પ્રકાશિત કરવાનું નકારી શકીએ છીએ. આ શરતોન કથિત ઉલ્લંઘનોની તપાસ કરતી વખતે, Microsoft સમસ્યાઓને હલ કરવા માટે તમારી સામગ્રીની સમીક્ષા કરવાનો હક આરક્ષિત રાખે છે અને અહી તમે આવી સમીક્ષા માટે અધિકૃત છો. તેમ છતાં, અમે સંપૂર્ણ સેવાઓની દેખરેખ કરતા નથી અને તે કરવાનો કોઈ પ્રયાસ કરતા નથી.
 • c. Xbox સેવાઓ માટે એપ્લિકેશન. Xbox Live, Windows Live માટે રમતો અને Microsoft સ્ટુડિયોઝ રમતો, એપ્લિકેશન્સને, Microsoft દ્વારા પ્રદાન કરાતી સેવાઓ અને સમાગ્રીને કેવી રીતે આ આચાર સંહિતા લાગુ થાય છે તેની વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો. Xbox સેવાઓ મારફતે (અનુભાગ 13 (a)(i)માં વ્યાખ્યાયિત) આચારસંહિતાનું ઉલ્લંઘન એ સામગ્રીના લાઇસન્સ, Xbox ગોલ્ડ સભ્યપદ સમય અને ખાતા સાથે સંકળાયેલ હોય તેવા Microsoft ખાતાના બૅલેન્સની નાબુદી સહિત, Xbox સેવાઓમાંથી નિલંબન અથવા પ્રતિબંધોમાં પરિણમી શકે છે.
સંપૂર્ણ પાઠ
સેવાઓ અને સમર્થનનો ઉપયોગ કરવોસેવાઓ અને સમર્થનનો ઉપયોગ કરવો4_usingTheServicesSupport
સારાંશ

4. સેવાઓ અને સમર્થનનો ઉપયોગ કરવો.

 • a. Microsoft ખાતું. ઘણી સેવાઓને ઍક્સેસ કરવા માટે તમેન Microsoft એકાઉન્ટની જરૂર હોય છે. તમારું Microsoft એકાઉન્ટ તમને Microsoft અને કેટલાક Microsoft એકાઉન્ટ.
  • i. એક ખાતું બનાવવું. તમે ઑનલાઇન સાઇન અપ કરીને Microsoft ખાતું બનાવી શકો છો. તમે સંમત થાઓ છો કે તમારા Microsoft ખાતામાં સાઇન અપ કરતી વખતે કોઈપણ ખોટી, અયોગ્ય અથવા ગેરમાર્ગે દોરતી માહિતીનો ઉપયોગ કરશો નહીં. કેટલાક કિસ્સામાં, એક તૃતીય પક્ષ, જેમ કે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતાએ, તમને એક Microsoft એકાઉન્ટ અસાઇન કરેલ હોઇ શકે. જો તમને તમારું Microsoft તૃતીય પક્ષ તરફથી પ્રાપ્ત થયેલ હોય, તો તૃતીય પક્ષને તમારા ખાતા પર વધારાના અધિકારો હોઇ શકે છે, જેમ કે તમારા Microsoft એકાઉન્ટને ઍક્સેસ કરવા અથવા હટાવવાની ક્ષમતા. કૃપયા તૃતીય પક્ષે તમને પ્રદાન કરેલ કોઈપણ વધારાની શરતોની સમીક્ષા કરો, કારણ કે Microsoft આવી વધારાની શરતોથી સંબંધિત કોઈ જવાબદારી ધરાવતું નથી. જો તમે કોઈ એન્ટિટી જેમ કે વ્યવસાય અથવ નિયોક્તા વતી Microsoft એકાઉન્ટ બનાવો છો, તો તમે રજૂ કરો છો કે તમને તે એન્ટિટીને આ શરતોથી જોડવાના કાનૂની અધિકાર ધરાવો છો. તમે તમારા Microsoft ખાતાના ઓળખપત્રો બીજા ઉપયોગકર્તા અથવા એન્ટિટીને સોંપી શકતા નથી. તમારા ખાતાની રક્ષા કરવા માટે, તમારા ખાતાની વિગતો અને પાસવર્ડ ગોપનીય રાખો. તમારા Microsoft ખાતા હેઠળ થતી બધી પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો.
  • ii. ખાતા ઉપયોગ. તમારે તેને સક્રિય રાખવા માટે તમારા Microsoft ખાતાનો ઉપયોગ કરવો આવશ્યક છે. આનો અર્થ છે કે તમારે તમારા Microsoft ખાતા અને સંકળાયેલ સેવાઓને સક્રિય રાખવા માટે પાંચ-વર્ષની અવધિમાં ઓછામાં ઓછું એક વાર સાઇન ઇન કરવું આવશ્યક છે, સિવાય કે સેવાઓના ચૂકવેલ ભાગમાં ઑફર કરેલ ન હોય. જો તમે આ સમય દરમ્યાન સાઇન ઇન કરતાં નથી, તો અમે માનીશું કે તમારું Microsoft ખાતું નિષ્ક્રિય છે અને અમે તેને તમારા માટે બંધ કરી દઈશું. કૃપયા કોઈ બંધ Microsoft ખાતાના પરિણામો માટે અનુભાગ 4(a)(iv)(2) જુઓ. તમારે એક-વર્ષની અવધિમાં ઓછામાં ઓછું એક વાર તમારા Outlook.com ઇનબૉક્સ અને તમારા OneDrive માં (અલગથી) સાઇન ઇન કરવું આવશ્યક છે, અન્યથા અમે તમારા માટે તમારા Outlook.com ઇનબૉક્સ અને તમારી OneDrive ને બંધ કરી દઈશું. તમારા Microsoft ખાતા સાથે ગેમરટૅગ સંકળાયેલું રાખવા તમારે માટે પાંચ-વર્ષની અવધિમાં ઓછામાં ઓછું એક વાર Xbox સેવાઓમાં સાઇન ઇન કરવું આવશ્યક છે. જો અમને યથોચિતપણે શંકા થાય કે તમારા Microsoft ખાતાનો ઉપયોગ કપટપૂર્ણ રીતે તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે (ઉદાહરણ તરીકે, ખાતામાં ચેડાંના પરિણામે), તો જ્યાં સુધી તમે સ્વામિત્વ પાછું માંગતા નથી ત્યાં સુધી Microsoft તમારા ખાતાને નિલંબિત કરી શકે છે. તડજોડના વર્ગપર આધારિત, તમારી થોડી અથવા પૂરી સામગ્રી પર અમને ઍક્સેસ અક્ષમ કરવી જરૂરી હશે. જો તમને તમારા Microsoft ખાતાને ઍૅક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે, તો કૃપયા આ વેબસાઇટની મુલાકાત લો: https://go.microsoft.com/fwlink/?LinkId=238656.
  • iii. બાળકો અને ખાતા. સેવાઓનો ઉપયોગ કરીને, તમે પ્રસ્તુત કરો છો કે તમે જ્યાં રહો છો ત્યાંની "પુખ્ત" અથવા "કાનૂની જવાબદારી" ને ઉંમરે પહોંચી ગયાં છો અને તમે આ શરતોથી બાધ્ય થવા માટે માન્ય માતાપિતાની અથવા કાનૂની વાલીની સંમતિ ધરાવો છો. જો તમે જાણતા ન હો કે તમે જ્યાં રહો છો ત્યાંની પુખ્ત અથવા "કાનૂની જવાબદારી"ની વયે પહોંચી ગયા છો અથવા આ અનુભાગને સમજ્યા નથી, તો તમે Microsoft ખાતું બનાવો તે પહેલાં કૃપયા મદદ અને સંમતિ માટે તમારા માતા-પિતાને અથવા કાનૂની વાલીને પૂછો. જો તમે Microsoft ખાતું બનાવનાર કોઈ સગીરના વાલી અથવા કાનૂની પાલક છો, તો તમે અને સગીર આ શરતોથી બાધ્ય થવા માટે સંમત થાઓ છો અને સગીરનું ખાતું હવે ખુલ્લું છે અથવા પછીથી બનાવવામાં તો પણ, ખરીદીઓ સહિત Microsoft ખાતા અથવા સેવાઓના ઉપયોગ માટે જવાબદાર છો.
  • iv. તમારા ખાતાને બંધ કરી રહ્યું છે.
   • 1. તમે કોઈપણ સમયે અને કોઈપણ કારણસર ચોક્કસ સેવાઓને રદ કરી શકો છો અથવા તમારા Microsoft ખાતાને બંધ કરી શકો છો. તમારા Microsoft ખાતાને બંધ કરવા માટે, કૃપયા https://go.microsoft.com/fwlink/p/?linkid=618278 ની મુલાકાત લો. જ્યારે તમે અમને તમારું Microsoft ખાતું બંધ કરવા માટે કહો છો, ત્યારે જો તમે તમારો વિચાર બદલી લો બસ એ સ્થિતિમાં અમે તેને 60-દિવસ માટે નિરસ્ત સ્થિતિમાં મૂકી દઈશું. તે 60-દિવસની અવધિ પછી, તમારું Microsoft ખાતું બંધ કરી દેવામાં આવશે.x જ્યારે તમારું Microsoft ખાતું બંધ થઈ જાય છે ત્યારે શું થાય છે તેની સમજૂતી માટે કૃપયા નીચે આપેલ 4(a)(iv)(2) અનુભાગ જુઓ. તે 60-દિવસની અવધિ દરમ્યાન પાછા લૉગ ઇન કરવું તમારા Microsoft ખાતાને પુનઃસક્રિય કરશે.
   • 2. જો તમારું Microsoft ખાતું (તમારા કે અમારા દ્વારા) બંધ કરવામાં આવે, તો અમુક બાબતો થાય છે. પહેલી, સેવાઓના ઍક્સેસ માટે Microsoft ખાતું ઉપયોગમાં લેવાનો તમારો અધિકાર તત્કાળ બંધ થાય છે. બીજી, અમે તમારા Microsoft ખાતા સાથે સંકળાયેલ ડેટા અને તમારી સામગ્રી હટાવીશું અથવા અન્યથા તેને તમારા અને તમારા Microsoft ખાતાથી અલગ કરીશું (સિવાય કે કાનૂન દ્વારા અમારે તેને રાખવો, તમને કે તમે જણાવેલ તૃતીય પક્ષને પરત કરવો કે સ્થાનાંતરિત કરવો જરૂરી હોય). એકવાર તમારું ખાતું બંધ થઈ જાય તે પછી Microsoft તમારી સામગ્રી અથવા ડેટાને પુનઃપ્રાપ્ત કરવામાં સમર્થ ન હોવાથી તમારી પાસે એક નિયમિત બૅકઅપ પ્લાન હોવો જોઈએ. ત્રીજી, તમે પ્રાપ્ત કરેલ ઉત્પાદનોની ઍક્સેસ તમે ગુમાવી શકો છો.
 • b. કાર્ય અથવા શાળા ખાતા. કાર્ય અથવા શાળા ઈમેલ સરનામાંથી તમે અમુક Microsoft સેવાઓમાં સાઈન ઈન કરી શકો છો. જો તમે સાઇન ઇન કરો, તો તમે સંમત થાઓ છો કે તમારા ઈમેલ સરનામા સાથે સંકળાયેલા ડોમેનના માલિક તમારા ખાતાનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરી શકે છે, સંચારો તથા ફાઇલોની સામગ્રી સહિત તમારા ડેટાને ઍક્સેસ અને તેના પર પ્રક્રિયા કરી શકે છે અને જો ખાતા અથવા ડેટા સાથે ચેડાં થયાં હોય તો Microsoft એ ડોમેનના માલિકને સૂચિત કરી શકે છે. આગળ જતા તમે સંમત થાઓ છો કે Microsoft સેવાઓનો તમારો ઉપયોગ, તમારી અથવા તમારા સંગઠનની સાથે થયેલા Microsoft નાં કરારને આધીન હોઈ શકે છે અને આ શરતો લાગુ થઈ શકે નહીં. જો તમારી પાસે પહેલેથી Microsoft ખાતું હોય અને જો તમે આ શરતો હેઠળ આવેલી સેવાઓને ઍક્સેસ કરવા માટે અલગ કાર્ય અથવા શાળા ઈમેલ સરનામાનો ઉપયોગ કરતા હો, તો આવી સેવાઓની ઍક્સેસને ચાલુ રાખવા માટે, તો તમને Microsoft ખાતા સાથે સંકળાયેલા ઈમેલ સરનામાને અપડેટ કરવાનો સંકેત આપવામાં આવી શકે છે.
 • c. વધારાની સાધન/ડેટા યોજનાઓ. ઘણી ખરી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમને ઇન્ટરનેટ કનેક્શન અને/અથવા ડેટા/સેલ્યુલર પ્લાનની જરૂર પડશે. તમને હેડસેટ, કૅમેરા અથવા માઇક્રોફોન જેવા અતિરિક્ત સાધનની પણ જરૂર પડી શકે છે. સેવાઓનો ઉપયોગ કરવા માટે જરૂરી તમામ કનેક્શન્સ, પ્લાન્સ અને અથવા સાધન પ્રદાન કરવા અને તમારા કનેક્શન્સ, પ્લાન્સ અને સાધનનાં પ્રદાતા(ઓ) દ્વારા લેવાતાં શુલ્કને ચૂકવવા માટે તમે જવાબદાર છો. તે શુલ્ક તમે સેવાઓ માટે અમને ચૂકવો છો તે કોઈપણ શુલ્કની ઉપરાંત છે અને અમે તમને આવા શુલ્કની ભરપાઈ કરીશું નહીં. તમારા પર લાગુ થઈ શકે એવા કોઈ શુલ્ક છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે તમારા પ્રદાતા(પ્રદાતાઓ) પાસે તપાસ કરો.
 • d. સેવા સૂચનાઓ. તમે ઉપયોગ કરતા હોય તે સેવા વિશે અમને તમને કઈં જણાવવાની જરૂર હોય, તો અમે તમને સેવા સૂચનાઓ મોકલીશું. જો તમે તમારા Microsoft ખાતા સાથે જોડાયેલ તમારું ઈમેલ સરનામુ અથવા ફોન નંબર અમને આપો, તો પછી અમે તમને ઈમેલ મારફતે અથવા SMS (ટેક્સ્ટ સંદેશ) મારફતે, અને તેની સાથે તમારા મોબાઈલ ફોન નંબરની નોંધણી કરવા પહેલાં તમારી ઓળખની ચકાસણી કરવા માટેની સેવા સૂચનાઓ મોકલી શકીએ છીએ. અમે અન્ય માધ્યમોથી (ઉદાહરણ તરીકે ઉત્પાદનમાંનાં સંદેશા દ્વારા) પણ તમને સેવાની સૂચનાઓ મોકલી શકીએ છીએ. SMS મારફતે સૂચનાઓ પ્રાપ્ત કરવા પર ડેટા અથવા મેસેજિંગ દર લાગુ થઈ શકે છે.
 • e. સમર્થન. કેટલીક સેવાઓ માટેની ગ્રાહક સહાય support.microsoft.com પર ઉપલબ્ધ છે. કેટલીક સેવાઓ અલગ કે વધારાની ગ્રાહક સહાય આપી શકે છે, જે www.microsoft.com/support-service-agreement પર ઉપલબ્ધ શરતોને આધીન છે, સિવાય કે અન્યથા સૂચિત કરવામાં આવ્યું હોય. પૂર્વાવલોકન અથવા સુવિધાઓના કે સેવાઓના બીટા સંસ્કરણ માટે કદાચ સહાય ઉપલબ્ધ ન હોય. સેવાઓ, તૃતીય પક્ષો દ્વારા અપાયેલ સૉફ્ટવેર અથવા સેવાઓ સાથે સુસંગત હોઈ શકતી નથી અને તમે સુસંગતતા આવશ્યકતાઓ સાથે પોતાને વાકેફ કરવા બદલ જવાબદાર છો.
 • f. તમારી સેવાઓની સમાપ્તિ. જો તમારી સેવાઓ (તમારા કે અમારા દ્વારા) રદ થાય, તો પહેલું, સેવાઓને ઍક્સેસ કરવાનો તમારો અધિકાર તત્કાળ બંધ થાય છે અને સેવાઓ સાથે સંબંધિત સૉફ્ટવેરને ઉપયોગમાં લેવાનું તમારું લાઇસન્સ સમાપ્ત થાય છે. બીજું, અમે તમારી સેવા સાથે સંકળાયેલ ડેટા અને તમારી સામગ્રી હટાવીશું અથવા અન્યથા તેને તમારા અને તમારા Microsoft ખાતાથી અલગ કરીશું (સિવાય કે કાનૂન દ્વારા અમારે તેને રાખવો, તમને કે તમે જણાવેલ તૃતીય પક્ષને પરત કરવો કે સ્થાનાંતરિત કરવો જરૂરી હોય). પરિણામે, ત્યાર પછી તમે કોઈ પણ સેવાને (અથવા તે સેવાઓ પર તમે સંગ્રહેલ તમારી સામગ્રીને) ઍક્સેસ નહીં કરી શકો. તમારી પાસે નિયમિત બૅકઅપ પ્લાન હોવો જરૂરી છે. ત્રીજું, તમે પ્રાપ્ત કરેલ ઉત્પાદનોની ઍક્સેસ તમે ગુમાવી શકો છો. જો તમે તમારું Microsoft ખાતું રદ કર્યું હોય અને સેવાઓને ઍક્સેસ કરવા માટે બીજું કોઈ ખાતું ન હોય, તો તમારી સેવાઓ તત્કાળ રદ થઈ શકે છે.
સંપૂર્ણ પાઠ
તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓનો ઉપયોગ કરવોતૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓનો ઉપયોગ કરવો5_usingThird-PartyAppsAndServices
સારાંશ

5. તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓનો ઉપયોગ કરવો. સેવાઓ તમને સ્વતંત્ર તૃતીય પક્ષોનાં (કંપનીઓ અથવા લોકો જે Microsoft નથી) ("તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને સેવાઓ") ઉત્પાદનો, સેવાઓ, વેબસાઇટો, લિંક, સામગ્રી, વસ્તુ, રમતો, ક્ષમતાઓ, એકત્રીકરણ, બોટ્સ અથવા એપ્લિકેશનોને ઍક્સેસ અથવા પ્રાપ્ત કરવાની પરવાનગી આપી શકે છે. અમારી ઘણી સેવાઓ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ શોધવામાં, તેમને વિનંતી કરવામાં અથવા ક્રિયાપ્રતિક્રિયા કરવામાં તમારી મદદ પણ કરી શકે છે અથવા તમને તમારી સામગ્રી કે ડેટાને શેર કરવા દે છે અને તમે સમજો છો કે તમને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ પ્રદાન કરવા માટે તમે અમારી સેવાઓને નિર્દેશિત કરી રહ્યાં છો. તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ તમને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના પ્રકાશક, પ્રદાતા અથવા ઑપરેટર સાથે તમારી સામગ્રી અથવા ડેટાને સંગ્રહિત કરવાની પણ પરવાનગી આપી શકે છે. તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ તમે તૃતીય-પક્ષ એપ્લિકેશન અથવા સેવાને ઇન્સ્ટોલ કરી અથવા ઉપયોગમાં લઈ શકો તે પહેલાં તમારી સમક્ષ ગોપનીયતા નીતિ પ્રસ્તુત કરી શકે છે અથવા તમને અતિરિક્ત શરતો સ્વીકારવાની ફરજ પાડી શકે છે. Office સ્ટોર, Xbox Store અથવા Windows સ્ટોર મારફતે પ્રાપ્ત કરેલ એપ્લિકેશન્સ માટે અતિરિક્ત શરતો માટે અનુભાગ 13(b) જુઓ. તમારે કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ મેળવતાં, ઉપયોગમાં લેતાં, તેની વિનંતી કરતાં અથવા તમારા Microsoft ખાતાને તેની સાથે જોડતા પહેલાં વધારાની બધી શરતો અને ગોપનીયતા નીતિઓની સમીક્ષા કરવી જોઈએ. કોઈપણ અતિરિક્ત શરતો આ શરતોને સંશોધિત કરતી નથી. Microsoft, તમને કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના ભાગ તરીકે કોઈપણ બૌદ્ધિક સંપદાનું લાઇસન્સ આપતું નથી. તમે આ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના તમારા ઉપયોગથી ઉદ્ભવતાં બધા જોખમ અને જવાબદારીને માનવા માટે સંમત છો અને એ કે તમારા દ્વારા તેમના ઉપયોગથી ઉદ્ભવતી કોઈપણ સમસ્યાઓ માટે Microsoft જવાબદાર નથી. કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ દ્વારા પ્રદાન કરેલ માહિતી અથવા સેવાઓ માટે Microsoft જવાબદાર નથી અથવા તમારા પ્રતિ માહિતગાર નથી.

સંપૂર્ણ પાઠ
સેવા ઉપલબ્ધતાસેવા ઉપલબ્ધતા6_serviceAvailability
સારાંશ

6. સેવા ઉપલબ્ધતા.

 • a. સેવાઓ મારફતે ઑફર કરાયેલ સેવાઓ, તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ અથવા સામગ્રી અથવા ઉત્પાદનો સમય પર સમય અનુપલબ્ધ હોઈ શકે છે, મર્યાદિત આધારે ઑફર કરી શકાય છે અથવા તમારા ક્ષેત્ર અથવા ઉપકરણના આધારે અલગ હોઈ શકે છે. જો તમે તમારા Microsoft ખાતા સાથે સંકળાયેલા સ્થાનમાં પરિવર્તન કરો છો, તો તમને ઉપલબ્ધ હતી તેવી અને તમારા પાછલા ક્ષેત્રમાં ચૂકવેલ કોઈપણ સામગ્રી અથવા એપ્લિકેશન્સને પુનઃપ્રાપ્ત કરવી પડી શકે છે. તમે ગેરકાનૂની હોય તેવી સામગ્રી અથવા સેવાઓ અથવા તમે જ્યાંથી આવી સામગ્રી અથવા સેવાઓને ઍક્સેસ કરો છો કે ઉપયોગમાં લો છો તેવા દેશમાં ઉપયોગ માટે લાઇસન્સ મેળવેલ ન હોય તો ઍક્સેસ ન કરવા કે ઉપયોગમાં ન લેવા માટે અથવા આવી સામગ્રી કે સેવાઓને ઍક્સેસ કરવા કે ઉપયોગમાં લેવા માટે તમારા સ્થાન કે ઓળખને છુપાવવા કે ખોટું વર્ણન ન કરવા માટે સંમત છો.
 • b. અમે સેવાઓને કાર્યક્ષમ રાખવા માટે સખત પ્રયાસ કરીએ છીએ; જો કે, બધી ઑનલાઇન સેવાઓ પ્રસંગોપાત્ અવરોધ અને કપાતનો ભોગ બને છે અને તેના પરિણામે તમે ભોગવી શકો છો તે કોઈપણ અવરોધ અથવા નુકસાન બદલ Microsoft જવાબદાર નથી. કપાતની સ્થિતિમાં, તમે સંગ્રહિત કરેલ તમારી સામગ્રી કે ડેટાને પુનઃપ્રાપ્ત કરી શકશો નહીં. અમે ભલામણ કરીએ છીએ કે તમે સેવાઓ પર અથવા તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને સેવાઓનો ઉપયોગ કરીને જે સામગ્રી અથવા ડેટાનો સંગ્રહ કરો છો તેનો નિયમિત બૅકઅપ લો.
સંપૂર્ણ પાઠ
સેવાઓ અથવા સૉફ્ટવેરમાં અપડેટ્સ અને આ શરતોમાં પરિવર્તનોસેવાઓ અથવા સૉફ્ટવેરમાં અપડેટ્સ અને આ શરતોમાં પરિવર્તનો7_updatesToTheServicesOrSoftwareAndChangesToTheseTerms
સારાંશ

7. સેવાઓ અથવા સૉફ્ટવેરમાં અપડેટ્સ અને આ શરતોમાં પરિવર્તનો.

 • a. અમે કોઈપણ સમયે આ શરતોમાં પરિવર્તન કરી શકીએ છીએ અને જ્યારે અમે કરીશું ત્યારે તમને જણાવીશું. પરિવર્તનો પછી સેવાઓનો ઉપયોગ પ્રભાવમાં આવવાનો અર્થ છે કે તમે નવી શરતોથી સંમત છો. જો તમે નવી શરતોથી સંમત નથી, તો તમારે સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું, તમારા Microsoft ખાતાને બંધ કરવું આવશ્યક છે અને જો તમે માતા-પિતા અથવા વાલી છો, તો તમારે તમારા સગીર બાળકને તેના અથવા તેણીના Microsoft ખાતાને બંધ કરવામાં મદદ કરો.
 • b. કેટલીકવાર સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે તમને સૉફ્ટવેર અપડેટ્સની જરૂર પડશે. અમે સ્વયંચાલિત રીતે તમારા સૉફ્ટવેર સંસ્કરણની તપાસ કરી અને સૉફ્ટવેર અપડેટ્સ અથવા કન્ફિગરેશન પરિવર્તનો ડાઉનલોડ કરી શકીએ છીએ. સેવાઓને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખવા માટે તમારે સૉફ્ટવેરને અપડેટ પણ કરવું પડી શકે છે. આવા અપડેટ્સ આ શરતોને અધીન છે સિવાય કે અન્ય શરતો અપડેટ્સને જોડતી હોય, તે સ્થિતિમાં, તે અન્ય શરતો લાગુ થઈ શકે છે. Microsoft, કોઈપણ અપડેટ્સ ઉપલબ્ધ કરાવવા માટે બંધાયેલ નથી અને તે બાંહેધરી આપતું નથી કે અમે સિસ્ટમના તે સંસ્કરણનું સમર્થન કરીશું નહીં કે જેના માટે તમે સૉફ્ટવેર, એપ્લિકેશન્સ, સામગ્રી અથવા અન્ય ઉત્પાદનો કરીદ્યાં કે તેમનું લાઇસન્સ મેળવ્યું છે. આવા અપડેટ્સ, તૃતીય પક્ષો દ્વારા પ્રદાન કરાયેલ સૉફ્ટવેર અથવા સેવાઓથી સુસંગત હોઈ શકતાં નથી. તમે કોઈપણ સૉફ્ટવેરને અનઇન્સ્ટોલ કરીને ભાવિ સૉફ્ટવેર અપડેટ્સ માટેની તમારી સંમતિને પાછી લઈ શકો છો.
 • c. વધુમાં, એવા સમય હોઈ શકે છે કે જ્યારે અમને સેવાની સુવિધાઓ અથવા કાર્યક્ષમતાઓ કાઢી નાંખવી કે પરિવર્તિત કરવી પડી શકે છે અથવા સાથેસાથે તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓને સેવા અથવા ઍક્સેસ પ્રદાન કરવાથી બંધ કરવી પડી શકે છે. લાગુ કાયદા દ્વારા આવશ્યક હોય તે સિવાય, કોઈપણ સામગ્રી, ડિજિટલ વસ્તુઓ (અનુભાગ 13(k) માં ઉલ્લેખિત) અથવા પૂર્વમાં ખરીદેલ એપ્લિકેશન્સનું પુનઃડાઉનલોડ અથવા બદલી પ્રદાન કરવાની અમારી કોઈ જવાબદારી નથી. અમે પૂર્વાવલોકન અથવા બીટા સંસ્કરણમાં સેવાઓ અથવા તેમની સુવિધાઓને રિલીઝ કરી શકીએ છીએ, જે કદાચ યોગ્ય રીતે અથવા અંતિમ સંસ્કરણ જેમ કામ કરશે તે રીતે કાર્ય કરી શકે નહીં.
 • d. તેથી તમે કેટલાક સંગેત, રમતો, મૂવીઝ, પુસ્તકો અને વધુ જેવી ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ (DRM) થી સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરી શકો તે માટે, DRM સૉફ્ટવેર સ્વયંચાલિત રૂપે ઑનલાઇન રાઇટ્સ સર્વરનો સંપર્ક કરી શકે છે અને DRM અપડેટ્સને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી શકે છે.
સંપૂર્ણ પાઠ
સૉફ્ટવેર લાઇસન્સસૉફ્ટવેર લાઇસન્સ8_softwareLicense
સારાંશ

8. સૉફ્ટવેર લાઇસન્સ. અલગ Microsoft લાઇસન્સ કરાર સાથે સંલગ્ન નહીં હોય (ઉદાહરણ તરીકે, જો તમે એવી Microsoft એપ્લિકેશનનો ઉપયોગ કરો છો જે Windows સાથે સમાવિષ્ટ છે અને તેનો ભાગ છે, તો Windows ઑપરેટિંગ સિસ્ટમ માટેની Microsoft સૉફ્ટવેર લાઇસન્સની શરતો આવા સૉફ્ટવેરનું સંચાલન કરે છે), તો સેવાઓના ભાગ રૂપે અમે તમને પ્રદાન કરેલ કોઈ પણ સૉફ્ટવેર આ નિયમોને આધીન છે. Office સ્ટોર, Windows સ્ટોર અથવા Xbox સ્ટોર મારફતે પ્રાપ્ત કરેલ એપ્લિકેશનો નીચેના અનુભાગ 13(b)(i)ને આધીન છે.

 • a. જો તમે આ શરતોનું પાલન કરો છો, તો અમે તમને સેવાઓના તમારા ઉપયોગના ભાગ તરીકે એક સમયે ફક્ત એક વ્યક્તિ દ્વારા ઉપયોગ માટે વિશ્વવ્યાપી આધાર પર પ્રતિ ડિવાઇસ સૉફ્ટવેરની એક કૉપિ ઇન્સ્ટોલ કરવાના અને ઉપયોગમાં લેવાનો અધિકાર આપીએ છીએ. અમુક ડિવાઇસેસ માટે, કેટલાક સૉફ્ટવેર સેવાઓના તમારા વ્યક્તિગત, બિન-વ્યવસાયિક ઉપયોગ માટે અગાઉથી ઇન્સ્ટોલ કરેલા હોઇ શકે છે. સૉફ્ટવેર અથવા વેબસાઇટ છે જે સેવાઓનો ભાગ છે તેમાં તૃતીય-પક્ષ કોડ હોઈ શકે છે. સૉફ્ટવેર અથવા વેબસાઇટથી લિંક કરેલ અથવા સંદર્ભિત કોઈપણ તૃતીય-પક્ષ સ્ક્રિપ્ટ્સ અથવા કોડ, આવા કોડ ધરાવતાં તૃતીય પક્ષો દ્વારા તમને લાઇસન્સ આપવામાં આવે છે, ન કે Microsoft દ્વારા. તૃતીય પક્ષ કોડ માટે સૂચનાઓ, જો કોઈ હોય તો, તે ફક્ત તમારી માહિતી માટે સામેલ કરેલ છે.
 • b. સૉફ્ટવેરનું લાઇસન્સ આપવામાં આવે છે, ન કે વેચવામાં અને Microsoft પાસે Microsoft દ્વારા સ્પષ્ટપણે ન આપવામાં આવેલ સૉફ્ટવેરના બધા અધિકારો અનામત છે, પછી ભલેને તે સૂચિતાર્થ, પ્રતિબંધક કબૂલાત અથવા અન્યથા દ્વારા હોય. આ લાઇસન્સ તમને આનો કોઈપણ અધિકાર આપતું નથી અને તમે:
  • i. કોઈપણ તકનીકી રક્ષણ પગલાંમાં અથવા સૉફ્ટવેર અથવા સેવાઓના સંબંધમાં અવરોધ અથવા બાયપાસ કરી શકશો નહીં;
  • ii. કોઈપણ સૉફ્ટવેરને અથવા સેવાઓના અન્ય પાસા કે જે સેવાઓમાં સામેલ છે અથવા તેવા દ્વારા ઍક્સેસિબલ છે તેને છૂટો પાડશો, ડીકંપાઇલ કરી, ડીક્રિપ્ટ કરી, હૅક કરી, અનુકરણ કરી, શોષણ કરી અથવા રિવર્સ એન્જિનિયર કરી શકશો નહીં, સિવાય કે અને લાગુ કૉપિરાઇટ કાયદો સ્પષ્ટપણે આમ કરવાની પરવાનગી આપતું હોય તે હદ સુધી;
  • iii. ભિન્ન ઉપકરણો પર ઉપયોગ કરવા માટે સૉફ્ટવેર અથવા સેવાઓના ઘટકોને અલગ કરી શકશો નહીં;
  • iv. સૉફ્ટવેર અથવા સેવાઓને પ્રકાશિત કરી, કૉપિ કરી, ભાડે આપી, લીઝ પર આપી, વેચી, નિકાસ કરી, આયાત કરી, વિતરિત અથવા ઉધાર આપી શકશો નહીં, સિવાય કે Microsoft તમને આવું કરવા માટે સ્પષ્ટપણે અધિકૃત ન કરે;
  • v. સૉફ્ટવેર, કોઈપણ સૉફ્ટવેર લાઇસન્સેસ અથવા સેવાઓને ઍક્સેસ કરવાના કે ઉપયોગમાં લેવાના કોઈપણ અધિકારોનું સ્થાનાંતરણ કરી શકશો નહીં;
  • vi. કોઈપણ અનધિકૃત રીતે સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં કે જે કોઈબીજાના તેમના ઉપયોગમાં અથવા કોઈપણ સેવા, ડેટા, ખાતા અથવા નેટવર્કની ઍક્સેસ મેળવવામાં વિક્ષેપ નાંખી શકે છે;
  • vii. સેવાઓ પર ઍક્સેસને સક્ષમ કરી અથવા અનધિકૃત તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ દ્વારા કોઈપણ Microsoft દ્વારા અધિકૃત ડિવાઇસ (દા.ત. Xbox One, Xbox 360, Microsoft Surface, વગેરે)ને સંશોધિત કરી શકશો નહીં.
સંપૂર્ણ પાઠ
ચૂકવણીની શરતોચૂકવણીની શરતો9_paymentTerms
સારાંશ

9. ચૂકવણીની શરતો. જો તમે કોઈ સેવા ખરીદો છો, તો પછી આ ચૂકવણી શરતો તમારી ખરીદી પર લાગુ થાય છે અને તમે તેમનાથી સંમત થાઓ છો.

 • a. શુલ્ક. જો સેવાઓના કોઈ ભાગથી કોઈ શુલ્ક સંકળાયેલ છે, તો તમે નિર્દિષ્ટ મુદ્રામાં તે શુલ્ક ચૂકવવા માટે સંમત થાઓ છો. સેવાઓ માટે સૂચવેલ કિંમતમાં બધા લાગુ કર અને મુદ્રા વિનિમય પતાવટો શામેલ નથી, સિવાય કે અન્યથા સૂચવ્યું ન હોય. જણાવેલ ન હોય તે સિવાય, Skype ના સશુલ્ક ઉત્પાદનો માટે બધી કિંમતમાં લાગુ કર સામેલ છે. ફક્ત તમે જ આવા કર અથવા અન્ય શુલ્ક ચૂકવવા માટે જવાબદાર છે. Skype તમારી બિલિંગ માહિતી સાથે સંકળાયેલ રહેઠાણના સરનામાનાં અધારે કરની ગણતરી કરે છે. આ સરનામુ અપ-ટુ-ડેટ અને ચોક્કસ છે તે ખાતરી કરવા માટે તમે જવાબદાર છો. Skype ઉત્પાદનો સિવાય, તમારું Microsoft ખાતું નોંધાયું હતું તે સમયના તમારા સ્થાનના આધારે કરની ગણતરી કરવામાં આવે છે સિવાય કે સ્થાનિક કાયદા દ્વારા ગણતરી માટે ભિન્ન આધાર આવશ્યક હોય. જો અમને તમારા તરફથી સમય પર, પૂર્ણ ચૂકવણી પ્રાપ્ત થતી નથી, તો અમે સેવાઓ નિરસ્ત અથવા રદ કરી શકીએ છીએ. ચૂકવણી ન કરવા બદલ સેવાઓના નિરસ્તીકરણ અથવા રદીકરણના પરિણામે તમે તમારા ખાતા અને તેની સામગ્રીની ઍક્સેસ અને ઉપયોગ ગુમાવી શકશો. તમારા સ્થાનને છુપાવતા હોય તે કૉર્પોરેટ અથવા અન્ય ખાનગી નેટવર્ક દ્વારા ઇન્ટરનેટથી કનેક્ટ કરવાથી તમારા વાસ્તવિક સ્થાન માટે પ્રદર્શિત શુલ્કોથી શુલ્ક અલગ થઈ શકે છે. તમારા સ્થાન પર આધારિત, કેટલાક વેહવારો માટે પરદેશી મુદ્રા પરિવર્તનની અથવા બીજા દેશમાં પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે. તે સેવાઓ માટે જ્યારે તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વાપરો ત્યારે તમારી બેંક તમારી પાસેથી અધિક શુલ્ક લઈ શકે છે. વિગતો માટે કૃપયા તમારી બેંકને સંપર્ક કરો.
 • b. તમારું બિલિંગ ખાતું. સેવા માટે શુલ્ક ચૂકવવા માટે, તમને તે સેવા માટે સાઇન અપ કરવાના સમયે ચૂકવણી પદ્ધતિ પ્રદાન કરવા માટે કહેવામાં આવશે. તમે Microsoft ખાતા પ્રબંધન વેબસાઇટ પર અને https://skype.com/go/myaccount ખાતે તમારા ખાતા પોર્ટલમાં સાઇન ઇન કરીને Skype ખાતા માટે તમારી બિલિંગ માહિતી અને ચૂકવણી પદ્ધતિને ઍક્સેસ કરી અને પરિવર્તિત કરી શકો છો. વધુમાં, તમે તમારી જારી કરનાર બેંક અથવા લગુ ચૂકવણી નેટવર્ક દ્વારા પ્રદાન કરાયેલ તમારી પસંદ કરે ચૂકવણી પદ્ધતિના સંબંધમાં કોઈપણ અપડેટ કરેલ ખાતા માહિતીનો ઉપયોગ કરવાની પરવાનગી Microsoft ને આપવા માટ સંમત થાઓ છો. તમે તમારા ખાતાને અને અન્ય જાણકારીની સાથે તમારું ઈમેલ સરનામું અને તમારી ચૂકવણી પદ્ધતિની વિગતોને તરત જ અપડેટ કરવા સંમત છો, જેથી અમે તમારા વહેવારો પૂરા કરી શકીશું અને તમારા વહેવારોમાં જરૂરિયાત મુજબ તમારો સંપર્ક કરી શકીશું. અમે વ્યાજબીપણે તમારા બિલિંગ ખાતા પર તમારા પરિવર્તનો પર કામ કરી શકીએ તે પહેલાં તમારા બિલિંગ ખાતા પર કરેલા પરિવર્તનો અમે તમારા બિલિંગ ખાતા પર સબમિટ કરેલા શુલ્કો પર અસર કરશે નહીં.
 • c. બિલિંગ. Microsoft ને ચૂકવણી પદ્ધતિ પ્રદાન કરીને, તમે (i) પ્રસ્તુત કરો છો કે તમે પ્રદાન કરેલી ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તમે અધિકૃત છો અને તે કે તમે પ્રદાન કરો છો તે કોઈપણ ચૂકવણી માહિતી સાચી અને ચોક્કસ છે; (ii) Microsoft ને સેવાઓ અથવા તમારી ચૂકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપલબ્ધ સામગ્રી બદલ તમારી પાસેથી શુલ્ક લેવા અધિકૃત કરો છો; અને (iii) Microsoft ને તમે સાઇન અપ કરવા માટે પસંદ કરો છો અથવા આ શરતો લાગુ હોય તે વખતે ઉપયોગ કરો છો તે સેવાઓની કોઈપણ ચૂકવેલ સુવિધા બદલ તમારી પાસેથી શુલ્ક લેવા અધિકૃત કરો છો. અમે તમારા પર (a) અગાઉમાં; (b) ખરીદીના સમયે; (c) ખરીદી પછી ટૂંક સમયમાં; અથવા (d) સબ્સ્ક્રિપ્શન સેવાઓ માટે આવર્તક આધારે બિલ લગાવી શકીએ છીએ. સાથે જ, અમે તમે મંજૂર કરેલ રકમ સુધી તમારી પાસે શુલ્ક લઈ શકીએ છીએ અને અમે આવર્તક સબ્સ્ક્રિપ્શન સેવાઓ માટે લેવામાં આવનાર રકમમાં કોઈપણ પરિવર્તન અંગે તમને અગાઉથી સૂચિત કરીશું. અમે તમને પૂર્વમાં પ્રક્રિયા કરવામાં ન આવી હોય તેવી રકમો માટે તમારી પૂર્વની બિલિંગ અવધિની એક કરતાં વધુ વખત માટે સમાન સમયે બિલ લઈ શકીએ છીએ.
 • d. આવર્તક ચૂકવણીઓ. જ્યારે તમે સબ્સ્ક્રિપ્શનના આધારે સેવાઓ ખરીદો છો (દા.ત. માસિક, દર 3 મહિને અથવા વાર્ષિક), ત્યારે તમે સંમત થાઓ છો કે તમે આવર્તક ચૂકવણીઓને અધિકૃત કરી રહ્યાં છો અને જ્યાં સુધી તે સેવા માટે તમારા દ્વારા અથવા Microsoft દ્વારા સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરવામાં નથી આવતું ત્યાં સુધી, તમે પસંદ કરેલ પદ્ધતિ દ્વારા અને તમે સંમત થયેલા આવર્તક અંતરે Microsoft ને ચૂકવણીઓ કરવામાં આવશે. રિકરિંગ ચૂકવણીઓ અધિકૃત કરીને, તમે Microsoft ને ઇલેક્ટ્રોનિક ડેબિટ અથવા ભંડોળ સ્થાનાંતરણ અથવા તમારા નિયુક્ત ખાતામાંથી ઇલેક્ટ્રોનિક ડ્રાફ્ટ્સ તરીકે આવી ચૂકવણીઓની પ્રક્રિયા કરવા માટે અધિકૃત કરો છો (સ્વયંચાલિત ક્લિયરિંગ હાઉસ અથવા સમાન ચૂકવણીઓ માટે) અથવા તમારા નિયુક્ત ખાતામાં ખર્ચ તરીકે (ક્રેડિટ કાર્ડ અથવા સમાન ચૂકવણી માટે) (એકંદરે, "ઇલેક્ટ્રોનિક ચૂકવણઓ"). સદસ્યતા ફી સામાન્ય રીતે લાગુ સદસ્યતા સમયગાળા અગાઉથી ચાર્જ કરવામાં આવે છે. જો કોઈપણ ચૂકવણી વણચૂકવેલ પરત કરવામાં આવે છે અથવા જો કોઈપણ ક્રેડિટ કાર્ડ અથવા સમાન વહેવાર નકારવામાં કે અસ્વીકારવામાં આવે છે, તો Microsoft અથવા તેના સેવા પ્રદાતાઓ પાસે કોઈપણ લાગુ પરત કરેલ આઇટમ, અસ્વીકાર અથવા અપર્યાપ્ત ભંડોળ શુલ્ક ભેગું કરવાના અને ઇલેક્ટ્રોનિક ચૂકવણી તરીકે આવી કોઈપણ ચૂકવણી પર પ્રક્રિયા કરવાનો અધિકાર અનામત છે.
 • e. સ્વયંચાલિત નવીનીકરણ. જો સ્વયંચાલિત નવીનીકરણ લાગુ કાયદા હેઠળ હોય, તો તમે તમારી સેવાની નિયત અવધિની સમાપ્તિ પર સ્વયંચાલિત રૂપે નવીનીકૃત કરવાનું પસંદ કરી શકો છો. અમે નવી અવધિ માટેની કોઈપણ સેવાઓના નવીનીકરણ પહેલા તમને ઈમેલ દ્વરા અથવા અન્ય કોઈ વાજબી રીતે યાદ કરાવીશું, અને અનુભાગ 9(k) અનુસાર કિંમત પરિવર્તન વિશે તમને સૂચિત કરીશું. એકવાર અમે તમને સૂચિત કરીએ કે સેવાઓ સ્વયંચલિત રૂપે નવીનીકૃત કરવાનું તમે પસંદ કર્યું છે, અમે ચાલુ સેવા અવધિની સમાપ્તિ વખતે તમારી સેવાઓનું સ્વયંચાલિત રૂપે નવીનીકરણ કરી શકીએ છીએ અને પછી તમારી પાસેથી નવીનીકરણ સમય માટે ચાલુ કિંમતે શુલ્ક લઈશું, સિવાય કે નીચે વર્ણવેલ પ્રમાણે તમે સેવાઓ રદ કરવાનું પસંદ કર્યું હોય. અમે તમને એ પણ યાદ કરાવીશું કે અમે સેવાઓના નવીનીકરણ માટે તમે પસંદ કરેલ ચૂકવણી પદ્ધતિ મુજબ શુલ્ક લગાવીશું, પછી ભલેને તે નવીનીકરણ તરીખે ફાઇલ કરી હતી અથવા પછીથી પ્રદાન કરી હતી. અમે તમને સેવાઓ કેવી રીતે રદ કરવી તે અંગે તમને સૂચનાઓ પણ પ્રદાન કરીશું. તમારે નવીનીકરણ બદલના બિલને ટાળવા માટે નવીનીકરણ તારીખની પહેલાં સેવાઓ રદ કરવી આવશ્યક છે.
 • f. ઑનલાઇન વિધાન અને ભૂલો. Microsoft તમને Microsoft ખાતા પ્રબંધન વેબસાઇટ પર ઑનલાઇન બિલિંગ સ્ટેટમેન્ટ પ્રદાન કરશે, જ્યાં તમે તમારા સ્ટેટમેન્ટને જોઈ અને પ્રિન્ટ કરી શકો છો. Skype માટે, તમે www.skype.comપર તમારા ખાતામાં સાઇન ઇન કરીને તમારા ઑનલાઇન વિધાનને ઍક્સેસ કરી શકો છો. આ એકમાત્ર બિલિંગ સ્ટેટમેન્ટ છે જે અમે પ્રદાન કરીએ છીએ. જો અમે તમારા બિલમાં કોઈ ભૂલ કરીએ, તો તમારે અમને તમારા બિલ પર ભૂલ પહેલા દેખાય તે પછીના 90-દિવસની અંદર અમને જણાવવું આવશ્યક છે. અમે પછી તુરંત જ શુલ્કની તપાસ કરીશું. જો તમે અમને તે સમયની અંદર જણાવતાં નથી, તો તમે અમને સ્વયંને ભૂલના પરિણામે થતાં નુકસાનની બધી જવાબદારીઓ અને દાવામાંથી મુક્ત કરશો અને લાગુ કાયદા દ્વારા આવશ્યક ન હોય તે સિવાય, અમારા માટે ભૂલને ઠીક કરવું અથવા રિફન્ડ પ્રદાન કરવું જરૂરી હશે નહીં. જો Microsoft બિલિંગ ભૂલને ઓળખી કાઢે છે, તો અમે તે ભૂલને 90-દિવસની અંદર સુધારી લઈશું. આ નીતિ કોઈપણ વૈધાનિક હકો પર અસર કરતી નથી કે જે લાગુ થઈ શકે છે.
 • g. રિફન્ડ નીતિ. સિવાય કે કાયદા દ્વારા અથવા કોઈ ચોક્કસ સેવા ઑફર દ્વારા પ્રદાન કરવામાં આવેલ હોય, તમામ ખરીદીઓ અંતિમ છે અને રિફન્ડ થવાને પાત્ર નથી. જો તમને લાગે છે કે Microsoft એ તમારી પાસેથી ભૂલમાં શુલ્ક લગાવ્યો છે, તો તમારે આવા શુલ્કના 90-દિવસની અંદરા અમારો સંપર્ક કરવો આવશ્યક છે. લાગુ કાયદા દ્વારા આવશ્યક ન હોય તે સિવાય, 90-દિવસ કરતાં જૂના કોઈપણ શુલ્ક માટે કોઈ રિફન્ડ્સ અપાશે નહીં. અમારી પાસે અમારા સ્વવિવેકના આધાર પર રિફન્ડ્સ અથવા ક્રેડિટ્સ જારી કરવાના અધિકાર અનામત છે. જો અમે રિફન્ડ્સ અથવા ક્રેડિટ્સ જારી કરીએ છે, તો અમે ભવિષ્યમાં સમાન અથવા તેના જેવા રિફન્ડને જારી કરવા માટે કોઈ જવાબદારી હેઠળ નથી. આ રિફન્ડ નીતિ કોઈપણ વૈધાનિક હકો પર અસર કરતી નથી કે જે લાગુ થઈ શકે છે. રિફન્ડ્ની અધિક જાણકારી માટે, કૃપયા અમારા મદદ વિષયની મુલાકાત લો. જો તમે તાઇવાનમાં નિવાસ કરતા હોય, કૃપયા નોંધ રાખો કે તાઇવાનના ગ્રાહક સંરક્ષણ એક્ટ અને તેના સંબંધિત નિયમ મુજબ, ડિજિટલ સામગ્રીની સંબંધિત બધી ખરીદીઓ અગોચર ફૉર્મ અને/અથવા ઑન-લાઈન સેવા મારફતે પ્રદાન કરાયેલ અંતિમ છે અને જ્યારે આવી સામગ્રી અથવા સેવા ઑનલાઈન આપી હોય ત્યારે રિફન્ડને પાત્ર નથી. તમે કુલિંગ ઑફ પિરિયડ અથવા રિફન્ડના દાવા માટે હકદાર નથી.
 • h. સેવાઓને રદ કરી રહ્યું છે. તમે સેવાને કોઈપણ સમયે, સકારણ અથવા અકારણે રદ કરી શકો છો. સેવા રદ કરવી અને રિફન્ડની વિનંતી કરવી, તે માટે તમે પાત્ર હો તો, Microsoft ખાતા પ્રબંધન વેબસાઇટની મુલાકાત લો. Skype માટે, કૃપયા અહીં પ્રદાન કરેલ માહિતીનો ઉપયોગ કરીને વિધડ્રૉન ફૉર્મને પૂર્ણ કરો. તમારે સેવાઓનું વર્ણન કરતી ઑફરનો પાછો સંદર્ભ લેવો જોઈએ કેમ કે (i) તમે રદીકરણના સમયે રિફન્ડ પ્રાપ્ત કરી શકતાં નથી; (ii) તમે રદીકરણ શુલ્કો ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો; (iii) તમે રદીકરણની તારીખ પહેલાં સેવાઓ માટે તમારા બિલિંગ ખાતામાં લગાવેલા બધા શુલ્કો ચૂકવવા માટે જવાબદાર હોઈ શકો છો; અને (iv) જ્યારે તમે સેવાઓ રદ કરો છો ત્યારે તમે તમારા ખાતાની ઍક્સેસ અને ઉપયોગ ગુમાવી શકો છો; અથવા, જો તમે તાઇવાનમાં નિવાસ કરતા હોય, (v) રદ્દીકરણ વખતે ગણતરી કરાયેલ તમે સેવા માટે ચૂકવેલ ન વપરાયેલ શુલ્ક જેટલી રકમ તમને રિફન્ડમાં મળશે. અમે ઉપરના અનુભાગ 4માં વર્ણવ્યા મુજબ તમારા ડેટાની પ્રક્રિયા કરીશું. જો તમે રદ કરો, તો તમારી હાલની સેવા અવધિની સમાપ્તિ પર અથવા, જો અમે તમારા એકાઉન્ટને નિયતકાલિક આધાર પર બિલ કરીએ તો, તમે રદ કરેલ હોય તે અવધિ પૂરી થયેથી સેવાઓની તમારી ઍક્સેસ સમાપ્ત થાય છે.
 • i. ટ્રાયલ-અવધિ ઑફર કરે છે. જો તમે કોઈપણ ટ્રાયલ-અવધિ ઑફરમાં ભાગ લઈ રહ્યાં છો તો, તમારે લાગુ થતાં નવા શુલ્કોને ટાળવા માટે ટ્રાયલ અવધિની સમાપ્તિ પર ટ્રાયલ સેવા(ઓ)ને રદ કરવું જરૂરી છે, અન્યથા અમે તમને સૂચિત કરશું. જો તમે ટ્રાયલ અવધિની સમાપ્તિ પર ટ્રાયલ સેવા(ઓ)ને રદ નહી કરો તો, અમે સેવા(ઓ) માટે શુલ્ક લાગુ કરી શકીએ.
 • j. પ્રચારાત્મક ઑફરો. સમય-સમય પર, Microsoft ટ્રાયલ અવધિ માટે મફતમાં સેવાઓ ઑફર કરી શકે છે. જો Microsoft (તેની વાજબી સ્વતંત્રતાએ) નિર્ધારિત કરે કે તમે ઑફરની શરતોનો દુરૂપયોગ કરો તો આવી સેવાઓ (સામાન્ય દરે) માટે Microsoft તમારી પાસેથી શુલ્ક લેવાનો અધિકાર ધરાવે છે.
 • k. કિંમત બદલાવો. અમે કોઈપણ સમયે સેવાઓની કિંમત બદલી શકીએ અને જો તમારી પાસે રિકરીંગ ખરીદી હોય તો, અમે કિંમત બદલાવના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં તમને ઈમેલ દ્વારા અથવા અન્ય કોઈ વાજબી રીતે સૂચિત કરીશું. જો તમે કિંમત બદલાવને સંમત ન હોવ તો, તમારે કિંમત બદલાવ પ્રભાવમાં આવે તે પહેલાં સેવાઓના ઉપયોગને રદ અને બંધ કરવો જરૂરી છે. જો તમારી સેવા ઑફર માટે એક નિયત સત્ર અને કિંમત હોય તો, તે કિંમત નિયત સત્ર માટે પ્રવર્તમાન રહેશે.
 • l. તમને ચૂકવણીઓ. જો અમારે તમને ચૂકવણી કરવાની હોય તો, તે ચૂકવણી કરવા માટે અમને જરૂરી કોઈપણ માહિતી સમયસર અને યોગ્યપણે અમને પૂરી પાડવા માટે તમે સંમત છો. તમને આ ચૂકવણી કરવાના પરિણામે તમને લાગુ થતાં કોઈપણ શુલ્ક અને કરો માટે તમે જવાબદાર છો. કોઈપણ ચૂકવણીના તમારા અધિકાર પર અમારા દ્વારા મૂકાતી કોઈપણ અન્ય શરતોનું પણ તમારે પાલન કરવું જરૂરી છે. જો તમે ભૂલથી ચૂકવણી પ્રાપ્ત કરો છો તો, અમે ચૂકવણી પાછી માંગી શકીએ અથવા તેની બદલી કરી શકીએ છીએ. આમ કરવાના અમારા પ્રયાસોમાં તમે અમને સહકાર આપવા માટે સંમત છો. અગાઉ કરેલી કોઈપણ વધુ ચૂકવણીને સમાયોજીત કરવા માટે અમે નોટિસ આપ્યા વગર પણ તમારી ચૂકવણીને ઘટાડી શકીએ છીએ.
 • m. ગિફ્ટ કાર્ડ્સ. ગિફ્ટ કાર્ડ્સનું વિમોચન અને ઉપયોગ (Skype ગિફ્ટ કાર્ડ્સ સિવાયના) Microsoft ગિફ્ટ કાર્ડના નિયમો અને શરતો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. Skype ગિફ્ટ કાર્ડ્સ અંગેની માહિતી Skype ના મદદ પૃષ્ઠ પર ઉપલબ્ધ છે.
 • n. બેંક ખાતું ચૂકવણી પદ્ધતિ. તમે ચૂકવણી પદ્ધતિ તરીકે ઉપયોગ કરવા માટેના કોઈ પાત્ર બેંક એકાઉન્ટની તમારા Microsoft ખાતા સાથે નોંધણી કરાવી શકો છો. પાત્ર બેંક ખાતામાં ડાયરેક્ટ ડેબિટ એન્ટ્રી પ્રાપ્ત કરવામાં સક્ષ્મ હોય તેવી નાણાકીય સંસ્થા ખાતે ધરાવતા હોય તેવા ખાતાનો સમાવેશ થાય છે (દા.ત., યુનાઇટેડ સ્ટેટ્સ-આધારિત નાણાકીય સંસ્થા કે જે સ્વચાલિત ક્લિઅરિંગ હાઉસ ("ACH") એન્ટ્રીનું, યુરોપિયન નાણાકીય સંસ્થા કે જે સિંગલ યુરો પેમેન્ટ્સ એરિયા ("SEPA") અથવા નેધરલેન્ડ્સમાં "iDEAL" નું સમર્થન કરે છે). તમે તમારા Microsoft ખાતામાં ચૂકવણી પદ્ધતિ તરીકે તમારું બેંક ખાતું ઍડ કરતી વખતે જેનાથી સંમત થયા છો તે શરતો (દા.ત., SEPA ના કિસ્સામાં "આદેશપત્ર") પણ લાગુ થઈ શકે છે. તમે રજૂ કરો છો અને બાંયધરી આપો છો કે તમારું નોંધાયેલ બેંક એકાઉન્ટ તમારા નામે છે અથવા તમે નોંધાવવા માટે અધિકૃત છે અને આ બેંક ખાતાનો ઉપયોગ ચૂકવણી પદ્ધતિ તરીકે કરો છો. તમારા બેંક ખાતાની તમારી ચુકવણી પદ્ધતિ તરીકે નોંધણી કરાવીને અથવા પસંદ કરીને, તમે Microsoft (અથવા તેના એજન્ટ)ને તમારી ખરીદી અથવા તમારા સદસ્યતા શુલ્કની કુલ રકમની ચૂકવણી માટે (તમારી સદસ્યતા સેવાની શરતો અનુસાર) તમારા બેંક ખાતામાંથી એક કે વધુ ડેબિટ્સ કરવા માટે (અને જો જરૂર પડે તો ભૂલ સુધારવા, રિફન્ડ જારી કરવા અથવા આવા સમાન હેતુ માટે તમારા ખાતામાં એક કે વધુ ક્રેડિટ કરવા માટે)અધિકૃત કરો છો, અને તમારું ખાતું ધરાવતી હોય તેવી નાણાકીય સંસ્થાને આ પ્રકારના ડેબિટ્સ કાપવા અને આ પ્રકારના ક્રેડિટ સ્વીકારવા માટે અધિકૃત કરો છો. તમે સમજો છો કે આ અધિકૃતિ સંપૂર્ણપણે પ્રભાવી રહેશે અને તમે તમારા Microsoft ખાતામાંથી તમારી બેંક માહિતી દૂર ન કરો ત્યાં સુધી લાગુ રહેશે. જો તમને લાગે કે ભૂલમાં શુલ્ક લેવામાં આવ્યું છે, તો શક્ય તેટલી જલ્દી ઉપર અનુભાગ 4(e) માં દર્શાવેલ મુજબ ગ્રાહક સમર્થનનો સંપર્ક કરો. તમારા દેશમાં લાગુ થતા કાયદા પણ તમારી બેંક તરફથી કપટપૂર્ણ, ભૂલવાળા અથવા અનધિકૃત વ્યવહારો માટેની તમારી જવાબદારીને મર્યાદિત કરી શકે છે. તમારા બેંક ખાતાની તમારી ચુકવણી પદ્ધતિ તરીકે નોંધણી કરાવીને અથવા પસંદ કરીને, તમે સ્વીકારો છો કે તમે આ શરતોને વાંચી, સમજી લીધી છે અને તેનાથી સંમત છો.
સંપૂર્ણ પાઠ
કરાર કરનાર એન્ટિટી, કાયદાની પસંદગી અને વિવાદો હલ કરવાનું સ્થાનકરાર કરનાર એન્ટિટી, કાયદાની પસંદગી અને વિવાદો હલ કરવાનું સ્થાન10_11_contractingEntityChoiceOfLaw
સારાંશ

10. કરાર કરનાર એન્ટિટી, કાયદાની પસંદગી અને વિવાદો હલ કરવાનું સ્થાન. નિઃશુલ્ક અને સશુલ્ક ગ્રાહક Skype-બ્રાન્ડની સેવાઓના તમારા ઉપયોગ માટે, તમે કરાર કરો છો તે અને આ નિયમોમાંના "Microsoft"ના બધા સંદર્ભોનો અર્થ છે, Skype Communications S.à.r.l, 23 – 29 Rives de Clausen, L-2165 Luxembourg. નિઃશુલ્ક અથવા સશુલ્ક ઉપભોક્તા Skype-બ્રાંડની સેવાઓ માટે, લક્ઝમબર્ગના કાયદા, કાયદાના નિયમોના વિરોધને ઘ્યાનમાં લીધા વિના, તેના ઉલ્લંઘન માટે આ શરતો અને દાવાના અર્થઘટનનું સંચાલન કરે છે. બાકી અન્ય દાવાનું સંચાલન (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) તમે જે પ્રાંત કે દેશમાં નિવાસ કરો છે ત્યાંના કાયદા કરે છે. ઓ તમે Skype ખાતું બનાવીને અથવા Skype નો ઉપયોગ કરીને આ શરતોને સ્વીકારેલ હોય, તો તમે અને અમે અટલપણે આ શરતો અથવા ઉપભોક્તા Skype-બ્રાંડની સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતા બધા વિવાદો માટે લક્ઝમબર્ગના અનન્ય અધિકાર ક્ષેત્ર અને સ્થળ માટે સંમત છીએ. અન્ય તમામ સેવા માટે, જો તમે Microsoft એકાઉન્ટ બનાવીને અથવા અન્ય કોઈ સેવાનો ઉપયોગ કરીને આ શરતો સ્વીકરેલ છે, તો તમે જેની સાથે કરાર કર્યો છે તે એન્ટિટી, સંચાલન કરતો કાયદો, અને વિવાદો હલ કરવા માટેનું સ્થાન નીચે દર્શાવેલા છે:

 • a. કેનેડા. જો તમે કેનેડામાં રહેતા હોય (અથવા, ત્યાં કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. તમે જ્યાં નિવાસ કરો છો તે પ્રાંતના કાયદા (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) તેના ભંગ બદલ, કાયદાના નિયમોના વિરોધને ઘ્યાનમાં લીધા વિના આ શરતો અને દાવાના અર્થઘટનનું સંચાલન કરે છે. તમે અને અમે અટલપણે આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતા બધા વિવાદો માટે ઓન્ટારિયોની અદાલતોના અનન્ય અધિકાર ક્ષેત્ર અને સ્થળ માટે સંમત છીએ.
 • b. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની બહાર ઉત્તર અથવા દક્ષિણ અમેરિકા. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની બહાર ઉત્તર અથવા દક્ષિણ અમેરિકામાં નિવાસ કરતા હોય (અથવા, ત્યાં કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. વોશિંગ્ટન રાજ્યનો કાયદો નિયમોની પસંદગીને ધ્યાનમાં લીધા વિના, તેના ભંગ માટે આ શરતો અને દાવાના અર્થઘટનનું સંચાલન કરે છે. (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) અન્ય તમામ દાવાનું સંચાલન અમે જે દેશમાં તમારી સેવાઓ આપીએ છીએ ત્યાંના કાયદા કરે છે.
 • c. મધ્ય પૂર્વ અથવા આફ્રિકા. જો તમે મધ્ય પૂર્વ અથવા આફ્રિકામાં નિવાસ કરતા હોય (અથવા, ત્યાં કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), અને જો તમે સેવાઓના મફત ભાગો (જેમ કે Bing અને MSN) નો ઉપયોગ કરતા હોય, તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. જો તમે સેવાઓના કોઈ ભાગનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરો છો, તો તમે Microsoft Ireland Operations Limited, One Microsoft Place, South County Business Park, Leopardstown, Dublin 18, Ireland સાથે કરાર કરી રહ્યાં છો. નિઃશુલ્ક અથવા સશુલ્ક સેવાઓ માટે, અયાર્લેન્ડનો કાયદો, કાયદાના નિયમોના વિરોધને ઘ્યાનમાં લીધા વિના, તેના ઉલ્લંઘન માટે આ શરતો અને દાવાના અર્થઘટનનું સંચાલન કરે છે. (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) અન્ય તમામ દાવાનું સંચાલન અમે જે દેશમાં તમારી સેવાઓ આપીએ છીએ ત્યાંના કાયદા કરે છે. તમે અને અમે અટલપણે આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતા બધા વિવાદો માટે અયાર્લેન્ડની અદાલતોના અનન્ય અધિકાર ક્ષેત્ર અને સ્થળ માટે સંમત છીએ.
 • d. એશિયા અથવા દક્ષિણ પેસિફિક, સિવાય કે તમારા દેશને વિશેષ રૂપે નીચે મુજબ કહેવામાં ન આવે. જો તમે (ચીન, જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા અથવા તાઇવાન સિવાય) એશિયામાં અથવા સાઉથ પેસિફિકમાં રહેતા હો (અથવા ત્યાં તમારો વ્યવસાય હોય અથવા તમારા વ્યવસાયનું મુખ્ય સ્થાન હોય) અને તમે સેવાઓના (જેમ કે Bing અને MSNના) નિઃશુલ્ક ભાગોનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A સાથે કરાર કરી રહ્યા છો. જો તમે સેવાઓના ભાગનો ઉપયોગ કરવા માટે ચુકવણી કરી હોય અથવા સિંગાપોર કે હૉંગકૉંગમાં નિઃશુલ્ક Outlook.com સેવાઓનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે Microsoft Regional Sales Corp. સાથે કરાર રહ્યા છો, જે અમેરિકાના નેવાડા રાજ્યના કાયદાઓ હેઠળ રચાયેલ સંગઠન છે, જેની શાખાઓ સિંગાપોર અને હૉંગકૉંગમાં છે અને વ્યવસાયનું મુખ્ય સ્થાન 438B Alexandra Road, #04-09/12, Block B, Alexandra Technopark, Singapore, 119968 ખાતે છે; એ શરતે કે જો તમે ઑસ્ટ્રેલિયામાં રહેતા હો (અથવા ત્યાં તમારો વ્યવસાય હોય અથવા તમારા વ્યવસાયનું મુખ્ય સ્થાન હોય), તો તમે Microsoft Pty Ltd, 1 Epping Road, North Ryde, NSW 2113, Australia સાથે કરાર કરી રહ્યા છો અને જો તમે ન્યુઝીલૅન્ડમાં રહેતા હો (અથવા ત્યાં તમારો વ્યવસાય હોય અથવા તમારા વ્યવસાયનું મુખ્ય સ્થાન હોય), તો તમે Microsoft New Zealand Limited, Level 5, 22 Viaduct Harbour Avenue, PO Box 8070 Symonds Street, Auckland, 1150 New Zealand સાથે કરાર કરી રહ્યા છો. નિઃશુલ્ક અને સશુલ્ક સેવાઓ માટે, વૉશિંગ્ટન રાજ્યના કાયદા, કાયદાના વિસંગતિના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા વિના, તેના ઉલ્લંઘન માટે આ શરતો અને દાવાના અર્થઘટનનું સંચાલન કરે છે. (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) અન્ય તમામ દાવાનું સંચાલન અમે જે દેશમાં તમારી સેવાઓ આપીએ છીએ ત્યાંના કાયદા કરે છે. આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદથી Skype ને અલગ રાખે છે, તેમની હાજરી, માન્યતા અથવા સમાપ્તિથી સંબંધિત કોઈપણ પ્રશ્નો સહિત, સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) ના આર્બિટ્રેશન નિયમો અનુસાર સિંગાપુરમાં મધ્યસ્થી દ્વારા સંદર્ભિત હશે અને તેના અંતિમ રૂપે હલ કરાશે, જે નિયમોને આ કાયદામાં સંદર્ભ દ્વારા સમેકિત કરેલા હોવાનું માનવામાં આવે છે. SIAC ના અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવતા ન્યાયપંચમાં એક મધ્યસ્થી રહેશે. પતાવટની ભાષા અંગ્રેજી રહેશે. મધ્યસ્થીનો નિર્ણય અંતિમ, ફરજિયાત અને નિર્વિવાદ રહેશે અને તેનો ઉપયોગ કોઈપણ દેશ કે ક્ષેત્રમાં ચુકાદા માટે મૂળ તરીકે થશે.
 • e. જાપાન. જો તમે જાપાનમાં નિવાસ કરતા હોય (અથવા, કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), અને જો તમે સેવાઓના મફત ભાગો (જેમ કે Bing અને MSN) નો ઉપયોગ કરતા હોય, તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. જો તમે સેવાઓના કોઈ ભાગનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરો છો, તો તમે Microsoft Japan Co., Ltd (MSKK), Shinagawa Grand Central Tower, 2-16-3 Konan Minato-ku, Tokyo 108-0075 સાથે કરાર કરી રહ્યાં છો. નિઃશુલ્ક અથવા સશુલ્ક સેવાઓ માટે, જાપાનનો કાયદો, આ શરતો અને તેના અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતી કોઈપણ બાબતોનું સંચાલન કરે છે. તમે અને અમે અટલપણે આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતા બધા વિવાદો માટે ટોક્યો જિલ્લા અદાલતના અનન્ય મૂળ અધિકાર ક્ષેત્ર અને સ્થળ માટે સંમત છીએ.
 • f. કોરિયા પ્રજાસત્તાક. જો તમે કોરિયા પ્રજાસત્તાકમાં નિવાસ કરતા હોય (અથવા, કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), અને જો તમે સેવાઓના મફત ભાગો (જેમ કે Bing અને MSN) નો ઉપયોગ કરતા હોય, તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. જો તમે સેવાઓના કોઈ ભાગનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરો છો, તો તમે Microsoft Korea, Inc., 11th Floor, Tower A, K-Twin Tower, Jongro 1 gil 50, Jongro-gu, Seoul, Republic of Korea, 110-150 સાથે કરાર કરી રહ્યાં છો. નિઃશુલ્ક અથવા સશુલ્ક સેવાઓ માટે, કોરિયા પ્રજાસત્તાકનો કાયદો, આ શરતો અને તેના અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતી કોઈપણ બાબતોનું સંચાલન કરે છે. તમે અને અમે અટલપણે આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતા બધા વિવાદો માટે સિઓલ કેન્દ્રીય જિલ્લા અદાલતના અનન્ય મૂળ અધિકાર ક્ષેત્ર અને સ્થળ માટે સંમત છીએ.
 • g. તાઇવાન. જો તમે તાઇવાનમાં નિવાસ કરતા હોય (અથવા, કોઈ વ્યવસાય હોય, વ્યવસાયનું તમારું મુખ્યાલય ત્યાં છે), અને જો તમે સેવાઓના મફત ભાગો (જેમ કે Bing અને MSN) નો ઉપયોગ કરતા હોય, તો તમે Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. સાથે કરાર કરી રહ્યાં છો. જો તમે સેવાઓના કોઈ ભાગનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરો છો, તો તમે Microsoft Taiwan Corp., 18F, No. 68, Sec. 5, Zhongxiao E. Rd., Xinyi District, Taipei 11065, Taiwan સાથે કરાર કરી રહ્યાં છો. નિઃશુલ્ક અથવા સશુલ્ક સેવાઓ માટે, તાઇવાનનો કાયદો, આ શરતો અને તેના અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઊભા થતી કોઈપણ બાબતોનું સંચાલન કરે છે. Microsoft Taiwan Corporation સંબંધિત વધુ વિગતો માટે, કૃપા કરી મિનિસ્ટ્રી ઑફ ઈકોનૉમિક અફેયર્સ R.O.C. દ્વારા પ્રદાન કરવામાં આવેલ વેબસાઇટ જુઓ. તમે અને અમે અટલપણે, તાઇવાન કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલ સીમા સુધી, તાઇપેઇ જિલ્લા અદાલતને આ શરતો અથવા સેવાઓથી અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદો પર પ્રથમ અધિકાર ક્ષેત્ર ધરાવતી પ્રથમ આવૃત્તિની અદાલત તરીકે નિયુક્ત કરીએ છીએ.

તમારા સ્થાનિક ઉપભોક્તા કાયદાને તમને આ શરતો સિવાય બીજા મંચમાં વિવાદોને હલ કરવા માટે કેટલાક સ્થાનિક કાયદાની અથવા તમને અધિકાર આપવાની જરૂર પડી શકે છે. જો એમ હોય, તો અનુભાગ 10 માં કાયદાની પસંદગી અને ચર્ચા મંચની જોગવાઈઓ તમારા સ્થાનિક ઉપભોક્તા કાયદા જેટલી મંજૂરી આપે તેટલા લાગુ થાય છે.

સંપૂર્ણ પાઠ
બાંયધરીઓબાંયધરીઓ12_Warranties
સારાંશ

11. બાંયધરીઓ.

 • a. MICROSOFT, અને અમારી સંબંદ્ધ કંપનીઓ, પુનઃવિક્રેતાઓ, વિતરકો અને વિક્રેતાઓ, સેવાના તમારા ઉપયોગના સંબંધમાં કોઈ બાંયધરી, સ્પષ્ટ કે ગર્ભિત, ખાતરીઓ અથવા શરતો કરતા નથી. તમે સમજો છો કે સેવાઓનો ઉપયોગ સ્વયં તમારા જોખમે છે અને તે કે અમે સેવાઓ "જેમ છે તેમ આધારે "બધી ખામીઓ સાથે" અને "ઉપલબ્ધ થાય તે મુજબ" પ્રદાન કરીએ છીએ. MICROSOFT આ સેવાઓની સચોટતા અને સમયસરતા માટે ગૅરંટી આપતું નથી. તમને તમારા સ્થાનિક કાયદા હેઠળ અમુક અધિકાર હોય શકે છે. જો આ શરતો લાગુ થાય, તો તેમાં તે અધિકારોને પ્રભાવિત કરવાના હેતુસર કંઈ નથી. તમે જણો છો કે કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ ખામી-રહિત નથી અને અવારનવાર બંધ થઈ શકે છે. અમે ખાતરી આપતા નથી કે સેવાઓ અનાવરોધિત, સમયસર, સુરક્ષિત અથવા ભૂલ-રહિત હશે અને તે કે સામગ્રી ગુમ થશે નહીં અથવા કમ્પ્યુટર નેટવર્ક્સથી કોઈ કનેક્શન અથવા તેના દ્વારા ટ્રાન્સમિશનની ખાતરી આપતા નથી.
 • b. સ્થાનિક કાયદા હેઠળ મંજૂરી આપેલ સીમા સુધી, અમે વેચાણક્ષમતા, સંતોષકારક ગુણવત્તા, કોઈ ચોક્કસ ઉદ્દેશ્યોની પૂર્તિ, કાર્યક્ષમ અને બિન-ઉલ્લંઘનકારી સહિતની કોઈપણ ગર્ભિત બાંયધરીઓને બાકાત રાખીએ છીએ.
 • c. ઓસ્ટ્ર્લિયામાં રહેતા ઉપભોક્તાઓ માટે: ગેરેન્ટીઝ સાથે આવતા અમારા સામાન, કે જેને ઓસ્ટ્ર્લિયન ઉપભોક્તા કાયદા હેઠળ બાકાત રાખી શકતા નથી. અન્ય કોઈપણ પૂર્વે આભાસ લગાવી શકાય તેવા વાજબી નુકસાન અથવા ક્ષતિ માટે મોટી નિષ્ફળતા બદલ બદલી અથવા રીફંડ અને વળતર માટે તમે હક્કદાર છો. જો સામાન સ્વીકાર્ય ગુણવત્તાનું હોવામાં નિષ્ફળ થાય અને તે નિષ્ફળતા મોટી નિષ્ફળતા ન હોય, તો તમે સામાન સુધારેલ અથવા બદલેલ મેળવવા માટે પણ હકદાર છો.
 • d. ન્યૂઝિલેન્ડમાં નિવાસ કરતા હોય તેવા ઉપભોક્તાઓ માટે, તમે ન્યૂઝિલેન્ડ ઉપભોક્તા ગેરેન્ટીઝ એક્ટ હેઠળ સ્થાપિત કાયદાના અધિકારો ધરાવી શકો છો.
સંપૂર્ણ પાઠ
જવાબદારીની સીમાજવાબદારીની સીમા13_limitationOfLiability
સારાંશ

12. જવાબદારીની સીમા.

 • a. જો ક્ષતિઓની પૂર્તિ (આ શરતોના ભંગ સહિત) માટે તમારી પાસે કોઈ આધાર હોય, તો લાગુ કાયદાની મર્યાયદામાં, તમે સંમત થાઓ છો કે તમારો એક માત્ર ઉપાય Microsoft અથવા તેની સંબદ્ધ કંપનીઓ, પુનઃવિક્રેતાઓ, વિતરકો, તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના પ્રદાતાઓ અને વિક્રેતાઓ તરફથી, નુકસાન કે ઉલ્લંઘન થયું હોય તે દરમ્યાનના મહિના માટેના તમારા સેવા શુલ્કના બરાબર રકમ સુધી (જો સેવાઓ મફત હોય, તો USD$10.00 સુધી)ની પ્રત્યક્ષ નુકસાનોની ક્ષતિપૂર્તિ પ્રાપ્ત કરવી છે.
 • b. લાગુ કાયદામાં મંજૂરી પ્રાપ્ત મર્યાદા સુધી, તમે કોઈપણ (i) પરિણામી નુકસાનો અથવા ક્ષતિઓની; (ii) સ્પષ્ટ અથવા અપેક્ષિત નફાના નુકસાનની (પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હોય); (iii) સ્પષ્ટ અથવા અપેક્ષિત આવકના નુકસાનની (પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હોય); (iv) કરાર અથવા વ્યવસાયની ક્ષતિ અથવા કોઈ બિન-વ્યક્તિગત ક્ષમતામાં સેવાના તમારા ઉપયોગથી થતા અન્ય નુકસાનો અને ક્ષતિઓની; (v) વિશેષ, અપ્રત્યક્ષ, આકસ્મિક અથવા દંડાત્મક નુકસાનો અથવા ક્ષતિઓ; અને (vi) ઉપર અનુભાગ 12(a) માં નિર્દિષ્ટ ક્ષમતાઓમાં અધિકતામાં, કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલ, સ્પષ્ટ નુકસાનો અથવા ક્ષતિઓની નુકાસાનની ભરપાઈ મેળવી શકતા નથી. જો ઉપાય તમને કોઈપણ નુકસાનો અથવા તેના આવશ્યક ઉદ્દેશ્યમાં નિષ્ફળતા માટે સંપૂર્ણ વળતર આપતો ન હોય, અથવા જો અમે ક્ષતિઓની સંભાવના જાણતા હોય અથવા જાણી લેવું જોઈએ, તો આ મર્યાદાઓ અને બહિષ્કૃતિઓ લાગુ થાય છે. કાયદા દ્વારા મંજૂરી આપેલ સીમા સુધી આ સીમાઓ અને બહિષ્કૃતિઓ આ શરતો, સેવાઓ અથવા સેવાઓથી સંબંધિત સૉફ્ટવેરથી સંબંધિત કંઈપણ અથવા દાવા માટે લાગુ થાય છે.
 • c. Microsoft ના વ્યાજબી નિયંત્રણ ઉપરાંતની પરિસ્થિતિઓ (જેમ કે કામદારોના વિવાદો, પ્રકૃતિક કૃત્યો, યુદ્ધ, આતંકવાદી પ્રવૃત્તિ, દુર્ભાવનાપૂણ ક્ષતિ, અકસ્માતો અથવા કોઈપણ લાગુ કાયદા અથવા સરકારી આદેશની પૂર્તિ)ને કારણે થતી નિષ્ફળતા અથવા વિલંબ માટે, Microsoft આ શરતો હેઠળના તેના કર્તવ્યો પૂરા કરવા અથવા પૂરા કરવામાં વિલંબ માટે જવાબદાર કે ઉત્તરદાયી નથી. Microsoft આ ઇવેન્ટ્સમાંથી કોઈપણની અસરોને ઓછી કરવા અને પ્રભાવિત થતા ન હોય તેવા કર્તવ્યો કરવા માટે પ્રયાસ કરશે.
સંપૂર્ણ પાઠ
સેવા-વિશેષ શરતોસેવા-વિશેષ શરતો14_service-SpecificTerms
સારાંશ

13. સેવા-વિશેષ શરતો. અનુભાગ 13 પહેલાં અને પછીની શરતો સામાન્ય રીતે બધી સેવાઓ પર લાગુ થાય છે. આ અનુભાગમાં સેવા-વિશેષ શરતો સામેલ છે કે જે સામાન્ય શરતો ઉપરાંતની છે. જો સામાન્ય શરતો સાથે કોઈ વિરોધ હોય તો આ સેવા-વિશેષ શરતો તેને સંચાલિત કરે છે.

સંપૂર્ણ પાઠ
Xbox Live અને Microsoft સ્ટુડિયોઝ ગેમ્સ અને એપ્લિકેશન્સXbox Live અને Microsoft સ્ટુડિયોઝ ગેમ્સ અને એપ્લિકેશન્સ14a_XboxLive
સારાંશ
 • a. Xbox Live અને Microsoft સ્ટુડિયોઝ ગેમ્સ અને એપ્લિકેશન્સ.
  • i. વ્યક્તિગત બિન વ્યાવસાયિક ઉપયોગ. Xbox Live, Windows Live માટે રમતો અને Microsoft સ્ટુડિયોઝ ગેમ્સ અને એપ્લિકેશન્સ, Microsoft દ્વારા પ્રદાન કરાતી સેવાઓ અને સમાગ્રી (સામૂહિક રૂપે "Xbox સેવાઓ") માત્ર તમારા વ્યક્તિગત અને બિનવ્યાવસાયિક ઉપયોગ માટે જ છે.
  • ii. Xbox સેવાઓ. જ્યારે તમે Xbox Live માટે સાઇન અપ કરો અને/અથવા Xbox સેવાઓ મેળવો ત્યારે, તમારી ગેમપ્લે, રમતોમાંની તથા Xbox સેવાઓમાંની પ્રવૃત્તિઓ અને વપરાશ વિશેની માહિતીની નોંધ રાખવામાં આવશે અને Microsoft તથા તૃતીય પક્ષના ગેમ ડેવલપરો તેમની ગેમનું સંચાલન કરી શકે અને Xbox સેવાઓ આપી શકે તે માટે, લાગુ થતા તૃતીય પક્ષના ગેમ ડેવલપરો સાથે શેર કરવામાં આવશે. જો તમે Microsoft Xbox સેવાઓ ખાતાને નૉન-Microsoft સેવા ખાતા (ઉદાહરણ તરીકે, તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના નૉન-Microsoft રમત પ્રકાશક)થી જોડવા માગતા હોય, તો સંમત થાઓ છો કે: (a) Microsoft ગોપનીયતા વિધાનમાં જણાવેલ મુજબ Microsoft તૃતીય-પક્ષ સાથે મર્યાદિત ખાતા માહિતી (વિના મર્યાદાએ ગેમરટૅગ, ગેમરસ્કોર, રમતનો સ્કોર, રમતનો ઇતિહાસ, અને મિત્રોની યાદી સહિત) સહિયારી કરી શકશે, અને (b) જો તમારી Xbox ગોપનીયતા સેટિંગ્સ દ્વારા પરવાનગી આપવામાં આવી હોય, તો જ્યારે તમે નૉન-Microsoft પક્ષ સાથે તમારા ખાતામાં સાઇન કરેલ હોય, ત્યારે તે નૉન-Microsoft પક્ષને તમારી સામગ્રીથી લઈને રમતમાં સંચારો સુધીની ઍક્સેસ પણ હોય શકે છે. તેમજ, જો તમારી Xbox ગોપનીયતા સેટિંગ્સ દ્વારા પરવાનગી આપવામાં આવેલી હોય, તો Microsoft તમે અનુમતિ આપો તે લોકો સમક્ષ, તમારું નામ, ગેમરટૅગ, ગેમરપિક, મોટો, અવતાર, ગેમક્લિપ્સ અને સંચારમાં તમે રમેલી રમતો પ્રકાશિત કરી શકે છે.
  • iii. તમારી સામગ્રી. Xbox સેવાઓ સમુદાય બનાવવાના ભાગ રૂપે, તમે Microsoft, તેની સંબદ્ધ કંપનીઓ અને પેટાલાઇસન્સ ધરાવતી કંપનીઓને તમારી સામગ્રી અથવા તમારું નામ, ગેમરટૅગ, મોટો અથવા તમે Xbox સેવાઓ માટે પોસ્ટ કરેલ હોય તે અવતારના ઉપયોગ, સંશોધન, પુનરુત્પાદન, વિતરણ, બ્રોડકાસ્ટ, શેર અને પ્રદર્શિત કરવાનો નિ:શુલ્ક અને વિશ્વવ્યાપી અધિકાર આપો છો.
  • iv. રમત સંચાલકો. કેટલીક રમતો રમત સંચાલકો અને હોસ્ટ્સનો ઉપયોગ કરી શકે છે. રમત સંચાલકો અને હોસ્ટ અધિકૃત Microsoft વક્તાઓ નથી. તેમના મત Microsoft ના હોય તેને અનિવાર્યપણે પ્રતિબિંબિત કરતા નથી.
  • v. Xbox પર બાળકો. જો તમે Xbox Live નો ઉપયોગ કરનાર એક સગીર છો, તો તમારા માતા-પિતા અથવા વાલીનું તમારા ખાતા ઘણા પાસાંઓ પર નિયંત્રણ હોઇ સ હકે છે અને તમારા એક Xbox Live ના ઉપયોગનો અહેવાલ પ્રાપ્ત કરી શકે છે.
  • vi. રમતનું ચલણી નાણું અથવા આભાસી સામાન. સેવાઓમાં આભાસી, રમતનું ચલણી નાણા (સુવર્ણ, સિક્કાઓ, પોઇન્ટ્સ)નો સમાવેશ હોઇ શકે છે, જેને તમે જે દેશમાં નિવાસ કરો છો ત્યાંની "પરિપક્વતા" ઉંમર પહોંચી ગયા હોય, તો વાસ્તવિક ચલણી નાણાંના સાધનોનો ઉપયોગ કરીને Microsoft થી ખરીદી શકો છો. સેવાઓમાં આભાસી, ડિજિટલ વસ્તુઓ અથવા સામાનનો સમાવેશ પણ હોઇ શકે છે કે જેને વાસ્તવિક નાણાંકીય સાધનોનો ઉપયોગ કરીને અથવા રમતના ચલણી નાણાંનો ઉપયોગ કરીને Microsoft પાસેથી ખરીદી શકાય છે. રમતનું ચલણી નાણું અને આભાસી સામાનને વાસ્તવિક નાણાંકીય સાધનો, સામાન અથવા નાણાંકીય મૂલ્યની અન્ય વસ્તુઓ માટે Microsoft અથવા અન્ય પક્ષથી ક્યારેય પણ રીડીમ કરી શકાશે નહીં. સેવાઓમાં રમતના ચલણી નાણાં અને આભાસી સામાનનો ઉપયોગ ફક્ત મર્યાદિત, વ્યક્તિગત, રદબાતલ યોગ્ય, બિન-સ્થાનાંતરીય લાઇસન્સ, બિન-પેટાલાઇસન્સી લાઇસન્સ સિવાય અન્ય કરી શકાશે નહીં, તમે સેવાઓમાં પ્રદર્શિત અને ઉદ્ભાવક અથવા સેવાઓના ઉપયોગથી સંકળાયેલ અન્ય વિશેષતાઓ અથવા સેવાઓમાં સંગ્રહિત રમતના ચલણી નાણાં અને આભાસી સામાન જેવા કંઈપણમાં અથવા તેના પર કોઈ અધિકાર અથવા પદ ધરાવતા નથી. Microsoft પણ સમયે તેના સ્વનિર્ણયે તેને અનુકૂળ લાગે તે રીતે રમતના ચલણી નાણાં અને/અથવા આભાસી સામાનને સંચાલિત, નિયંત્રિત, સંશોધિત અને/અથવા દૂર કરી શકે છે.
  • vii. સૉફ્ટવેર અપડેટ્સ. Xbox સેવાઓ સાથે જોડાઈ શકે તેવા કોઈ પણ ડિવાઈસ માટે, અમે સ્વયંચાલિત રૂપે Xbox કન્સોલ સૉફ્ટવેરના અથવા Xbox એપ્લિકેશન સૉફ્ટવેરના તમારા સંસ્કરણની તપાસ કરી શકીએ છીએ અને Xbox કન્સોલ અથવા Xbox એપ્લિકેશન સૉફ્ટવેર અપડેટ્સ અથવા કન્ફિગરેશન પરિવર્તનોને ડાઉનલોડ કરી શકીએ છીએ, જેમાં તેનો સમાવેશ થાય છે, જે તમને Xbox સેવાઓને ઍક્સેસ કરવાથી, અનધિકૃત Xbox રમતો અથવા Xbox એપ્સ વાપરવાથી અથવા Xbox કન્સોલ સાથેનાં અનધિકૃત હાર્ડવેર પેરિફિરલ ડિવાઇસેસને ઉપયોગમાં લેવાથી અટકાવે છે.
  • viii. ગેમરટૅગ સમાપ્તિ. તમારે પાંચ-વર્ષની અવધિમાં ઓછામાં ઓછું એક વાર Xbox સેવાઓમાં સાઇન ઇન કરવું આવશ્યક છે, નહિં તો તમારા ખાતા સાથે જોડાયેલ ગેમરટૅગની ઍક્સેસ ગુમાવશો અને તે કે ગેમરટૅગ અન્ય લોકોને ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.
  • ix. એરેના. એરેના એક Xbox સેવા છે કે જેનાં દ્વારા Microsoft અથવા તૃતીય પક્ષ તમને સ્પર્ધાત્મક વિડિયોગેમ સ્પર્ધા, કેટલીક વાર ઈનામી ("સ્પર્ધા")માં ભાગ લેવાની ક્ષમતા પ્રદાન કરી શકે છે. એરેનાનો તમારો ઉપયોગ આ શરતોને આધીન છે અને તમને સાઇન અપ કરતી વખતે સ્પર્ધાનાં સંયોજક દ્વારા આવશ્યક સ્પર્ધાનાં વધારાના નિયમો, શરતો અને નિયમનો સ્વીકારવાની જરૂર હોય શકે છે ("સ્પર્ધાની શરતો"). પાત્રતાના નિયમો લાગુ થઈ શકે છે અને ન્યાયક્ષેત્ર દ્વારા અલગ પણ હોય શકે છે. જ્યાં પણ કાયદા દ્વારા નિષિદ્ધ અથવા પ્રતિબંધિત કરાયેલ હોય ત્યાં સ્પર્ધાઓ રદ કરેલ હોય છે. આ શરતો (આચાર સંહિતા સહિત) અથવા સ્પર્ધાની શરતોનું ઉલ્લંઘન પેનલ્ટી અથવા સ્પાર્ધાની અપાત્રતાનું કારણ બની શકે છે. જો તમે એક સ્પર્ધા બનાવો, તો તમારે સ્પર્ધાનાં તે કોઈપણ નિયમોની જરૂર નથી કે જે Microsoft ને (તેના સ્વવિવેકના આધારે) આ શરતો સાથે વિસંગત લાગતા હોય. Microsoft કોઈપણ સમયે કોઈપણ સ્પર્ધાને રદ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.
  • x. સૉફ્ટવેર સાથે છેતરપિંડી અથવા તેમાં ચેડા કરવા. Xbox સેવાઓ સાથે જોડાતા કોઈપણ ડિવાઈસ માટે, અમે સ્વયંચાલિત રૂપે આંચાર સંહિતા અથવા આ શરતોનું ઉલ્લંઘન કરીને છેતરપિંડી અને ચેડાને સક્ષમ કરતા અનધિકૃત હાર્ડવેર અથવા સૉફ્ટવેર માટે તમારા ડિવાઇસને તપાસી શકીએ છીએ અને તમને Xbox સેવાઓને ઍક્સેસ કરવાથી અથવા છેતરપિંડી અને ચેડાને સક્ષમ કરતા અનધિકૃત હાર્ડવેર અથવા સૉફ્ટવેરનાં ઉપયોગથી અટકાવતી અપડેટ્સ સહિત, Xbox App સૉફ્ટવેર અપડેટ્સ અથવા કન્ફિગરેશન પરિવર્તનોને ડાઉનલોડ કરી શકીએ છીએ.
  • xi. મિક્સર.
   • 1. મિક્સર ખાતા અને Microsoft ખાતા. જો તમે Mixer ખાતા વડે Mixer સેવાનો ઉપયોગ કરતા હોવ, તો પછી તમારો ઉપયોગ https://mixer.com/about/tos ખાતે ઉપલબ્ધ મિક્સરની સેવાની શરતો દ્વારા આવરિત રહેશે. જો તમે Microsoft ખાતા વડે Mixer સેવાનો ઉપયોગ કરતા હોવ, તો પછી તમારો ઉપયોગ આ શરતો દ્વારા પણ આવરિત રહેશે. જ્યાં પણ વિરોધ થાય ત્યાં આ શરતો લાગુ થાય છે.
   • 2. મિક્સર પર તમારી સામગ્રી. "મિક્સર પર તમારી સામગ્રી"નો અર્થ એ છે કે, તમે અથવા તમારા વતી કોઈપણ વ્યક્તિ, લાઇવ અને રેકોર્ડ કરેલ સ્ટ્રીમ્સ (અને તેઓ સામેલ કરતા હોય તે, કોઈપણ ઑડિઓવિઝ્યુઅલ સામગ્રી); બ્રાંડનું નામ, ટ્રેડમાર્ક્સ, સેવા માર્ક્સ, વ્યવસાયનાં નામો, લોગો અથવા મૂળનો સૂચક; તમારી ટિપ્પણીઓ, ઇમોટિકન્સ અને મિક્સર ચૅનલસની પ્રવૃત્તિ (બોટ દ્વારા નિર્મિત સામગ્રી સહિત); અને તમામ સંબંધિત મેટાડેટા સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, મિક્સર પર બનાવે છે તે તમામ સામગ્રી. Microsoft અને વપરાશકર્તા સહિત, કોઈપણ, ગમે તે પ્રકાર, સ્વરૂપ, મીડિયા અથવા હમણાં જાણીતી અથવા પછીથી બનાવેલ ચૅનલોમાં મિક્સર પર તમારી સામગ્રીને જોઈ, તેનો ઉપયોગ, તેને હોસ્ટ, તેનું પુનરુપ્તાદન, તેને સંશોધિત, વિતરિત, પ્રકાશિત, સાર્વજનિક અને ડિજિટલ રૂપે ભજવી અને પ્રદર્શિતમ, તેનો અનુવાદ, તેને સ્વીકારી અને અન્યથા તેને દુષિત કરી શકે છે.
   • 3. મિક્સર પર લાગુ થતી આચાર સંહિતા. Microsoft ની આચાર સંહિતા મિક્સર પર કેવી રીતે લાગુ થાય તે વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
   • 4. મિક્સરની સેવાનો ઉપયોગ કરવો.
    • a. ન્યુનત્તમ ઉંમર. મિક્સર સેવાનો ઉપયોગ કરીને, તમે પ્રસ્તુત કરો છો કે તમે ઓછામાં ઓછા 13 વર્ષની ઉંમરના છો, જો તમે જ્યાં રહેતા હોવ ત્યાં પુખ્ત થવાની ઉંમરથી નાના હોવ, તો માતા-પિતાની અથવા કાનૂની વાલી દ્વારા તમારો ઉપયોગનું નિરીક્ષણ કરવામાં આવશે.
    • b. અનામિક અને બિન-અનામિક ઉપયોગ. જો તમને માત્ર સામગ્રી જ જોવી હોય તો, તમે મિક્સરનો ઉપયોગ અનામિક રીતે કરી શકો છો. અન્યથા, તમારે એક ખાતું બનાવવાની જરૂર છે અને અન્ય ઉપયોગકર્તાને તમારા મિક્સર પરનાં નામ દ્વારા ઓળખાણ કરાવવામાં આવશે.
    • c. બિન-અનામિક ઉપયોગ માટે ખાતા. તમે મિક્સર સેવાઓનાં બિન-અનામિક ઉપયોગો માટે એક Microsoft ખાતું અને/અથવા મિક્સર ખાતું બનાવી શકો છો. તમે ઑનલાઇન સાઇન અપ કરીને મિક્સર ખાતું બનાવી શકો છો. તમારે તેને સક્રિય રાખવા માટે તમારા મિક્સર ખાતાનો ઉપયોગ કરવો આવશ્યક છે. તમારા Microsoft ખાતા સાથે મિક્સર ઉપનામને સંકળાયેલ રાખવા માટે તમારે 5-વર્ષની અવધિમાં ઓછામાં ઓછું એક વાર મિક્સર સેવામાં સાઇન ઇન કરવું આવશ્યક છે.
   • 5. સેવાની સૂચનાઓ. જ્યારે મિક્સર સેવા વિશે અમને તમને કઈં જણાવવાની જરૂર હોય, ત્યારે અમે તમારા મિક્સર ખાતા અને/અથવા Microsoft ખાતા સાથે સંકળાયેલ ઈમેલ પર તમને સેવા સૂચનાઓ મોકલીશું.
   • 6. સમર્થન. મિક્સર સેવાઓ માટે ગ્રાહક સમર્થન mixer.com/contact ખાતે ઉપલબ્ધ છે.
સંપૂર્ણ પાઠ
સ્ટોરસ્ટોર14b_Store
સારાંશ
 • b. સ્ટોર. "સ્ટોર" તે સેવાનો સંદર્ભ આપે છે કે તમને એપ્લિકેશન્સ (શબ્દ "એપ્લિકેશન"માં રમતો સામેલ છે) અને અન્ય ડિજિટલ સમાગ્રીને બ્રાઉઝ, ડાઉનલોડ કરવા, ખરીદવા અને રેટ અને સમીક્ષા કરવાની પરવાનગી આપે છે. આ શરતોમાં Office સ્ટોર, Windows સ્ટોર અને Xbox સ્ટોરના ઉપયોગને આવરી લેવામાં આવે છે. "Office સ્ટોર" એટલે કે Office, Office 365, SharePoint, Exchange, Access અને પ્રોજેક્ટ (2013 સંસ્કરણો અથવા પછીના) માટે Office ઉત્પાદનો અને એપ્લિકેશન્સ માટે સ્ટોર અથવા એવો કોઈપણ અનુભવ કે જે બ્રાન્ડેડ Office Store હોય. "Windows સ્ટોર" એટલે કે Windows ડિવાઇસેસ જેમ કે ફોન, PC અને ટૅબ્લેટ અથવા બ્રાન્ડેડ Windows સ્ટોર હોય તેવા કોઈ અન્ય અનુભવ માટેનો એક સ્ટોર. "Xbox સ્ટોર" એટલે કે Xbox One અને Xbox 360 કન્સોલ્સ અથવા બ્રાન્ડેડ Xbox સ્ટોર હોય તેવા કોઈ અન્ય અનુભવ માટેનો એક સ્ટોર.
  • i. લાઇસન્સની શરતો. અમે સંબંધિત સ્ટોરમાં ઉપલબ્ધ પ્રત્યેક એપ્લિકેશનના પ્રકાશકને ઓળખીશું. જો એપ્લિકેશન સાથે લાઇસન્સની ભિન્ન શરતો આપવામાં ન આવી હોય, તો આ શરતોના અંતે સ્ટાંડર્ડ એપ્લિકેશન લાઇસન્સ ટર્મ્સ ("SALT") એ લાઇસન્સની શરતો સ્થાપિત કરતો તમારી અને એપ્લિકેશન વચ્ચેનો એક કરાર છે કે જે તમે Windows સ્ટોર અથવા Xbox સ્ટોર પરથી ડાઉનલોડ કરો તે એપ્લિકેશનના તમારા ઉપયોગ પર લાગુ થાય છે. સ્પષ્ટતા માટે, આ શરતો Microsoft સેવાઓના ઉપયોગ અને તેના દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓને આવરે છે. આ શરતનો અનુભાગ 5 સ્ટોર દ્વારા મેળવેલ કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ પર પણ લાગુ થાય છે. Office થી ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન્સ SALT દ્વારા સંચાલિત નથી અને અલગ લાઇસન્સ શરતો ધરાવે છે જે લાગુ છે.
  • ii. અપડેટ્સ. Microsoft તમારી એપ્લિકેશન્સ માટે સ્વચાલિત રૂપે અપડેટ્સની તપાસ કરશે અને ડાઉનલોડ કરશે, પછી ભલેને તમે સંબંધિત સ્ટોરમાં સાઇન કર્યુ ન હોય. જો તમે સ્ટોર એપ્લિકેશન્સ માટે સ્વચાલિત અપડેટ્સ પ્રાપ્ત કરવા માગતા ન હોય, તો તમે તમારી સ્ટોર અથવા સિસ્ટમ સેટિંગ્સને બદલી શકો છો. તેમ છતાં, અમુક Office સ્ટોર એપ્લિકેશન્સ કે જે સંપૂર્ણપણે અથવા આંશિકપણે ઑનલાઇન હોસ્ટ કરાયેલ છે તે એપ્લિકેશન વિકાસકર્તા દ્વારા કોઈપણ સમય અપડેટ થઈ શકે છે અને અપડેટ કરવા માટે તમારી અનુમતિની જરૂર નહીં રહી શકે.
  • iii. રેટિંગ્સ અને સમીક્ષાઓ. જો તમે સ્ટોરમાંની કોઈ એપ્લિકેશન્સ અથવા અન્ય ડિજિટલ સામાનને રેટ કરો અથવા તેની સમીક્ષા કરો છો, તો તમને Microsoft તરફથી એપ્લિકેશન અથવા ડિજિટલ સામાનના પ્રકાશક તરફની સામગ્રી ધરાવતી ઈમેલ પ્રાપ્ત થઈ શકે છે. આવી કોઈપણ ઈમેલ Microsoft તરફથી આવે છે; અમે તમે સ્ટોર પરથી પ્રાપ્ત કરો છો તે એપ્લિકેશન્સ અથવા અન્ય ડિજિટલ સામાનના કોઈપણ પ્રકાશકો સાથે અમે તમારું ઈમેલ સરનામું શેર કરતા નથી.
  • iv. સુરક્ષા ચેતવણી. સંભવિત ઇજા,અસ્વસ્થતા અથવા આંખના તણાવને ટાળવા માટે, ખાસ કરીને જ્યારે તમને વપરાશના પરિણામે કોઈ દુઃખાવો થાય કે ત્રાસ લાગે ત્યારે, રમતો અથવા એપ્લિકેશન્સના ઉપયોગથી થોડા સમય માટે તમારે વિરામ લેવો જોઈએ. જો તમને અસ્વસ્થતા જણાય, તો વિરામ લો. અસ્વસ્થતા એટલે કે મોળ આવવી, ગતિના કારણે ઉલટી થવી, ચક્કર આવવા, દિશાહિનતા થવી, માથામાં દુઃખાવો થવો, થાક લાગવો, આંખોનું તણાવવું, અથવા આંખો શુષ્ક પડવી, એવી કોઈપણ જાતની સંવેદનાનો સમાવેશ હોઈ શકે છે. એપ્લિકેશન્સ વાપરવાથી તમારાં કામમાં ખલેલ પડી શકે છે અને તમારા વાતવરણમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. ઠોકર ખાઈને પડવા, દાદરથી, નીચી છતથી, નાજુક અથવા કિમતી વસ્તુઓ ભાંગવાથી થતા જોખમો ટાળો. ઘણા ઓછા લોકોએ આવી વિઝ્યુઅલ છબી જેમ કે ઝબુકતો પ્રકાશ અથવા એપ્લિકેશનમાં પ્રદર્શિત થઈ શકે તેવી પેટર્નને સામે જોવાથી સીઝર્સનો અનુભવ કર્યો હોઇ શકે. આંચકીનો ઇતિહાસ ન ધરાવતા હોય તેવા લોકોનું પણ તે સ્થિતિનું નિદાન થયું નહિં હોય, કે જે આંચકીનું કારણ બની શકે. લક્ષણોમાં ચક્કર, બદલાયેલ દૃષ્ટિ, ખેંચ આવવી, મરોડ આવવી અથવા અંગોમાં ધ્રુજારી આવવી, દિશાહિનતા, મૂંઝવણ, ચેતના ગુમાવવી અથવા આંકડીનો સમાવેશ હોઇ શકે છે. જો તમને આમાંથી કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તુરંત ઉપયોગ કરવાનું રોકો અને તબીબની સલાહ લો અથવા જો તમને આંચકીથી સંબંધિત લક્ષણો પહેલા જણાય હોય તો એપ્લિકેશંસનો ઉપયયોગ કરતા પહેલાં તબીબની સલાહ લો. માતા-પિતાએ લક્ષણોના સંકેતો માટે એપ્લિકેશન્સના તેમના બાળકોના ઉપયોગની દેખરેખ રાખવી જોઈએ.
સંપૂર્ણ પાઠ
Microsoft ફેમિલી સુવિધાઓMicrosoft ફેમિલી સુવિધાઓ14c_MicrosoftFamily
સારાંશ
 • c. Microsoft ફેમિલી સુવિધાઓ. માતા-પિતાઓ અને બાળકો એક બીજાની સહિયારી સમજણથી વિશ્વાસ બાંધીને આપણાં કુટુંબ માટે યોગ્ય હોય તેવી વર્તણૂક, વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ, રમતો, ભૌતિક સ્થાનો અને ખર્ચાનો વિચાર કરી Microsoft ફેમિલી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. માતા-પિતા https://account.microsoft.com/family પર જઈને (અથવા તેમની Windows ડિવાઇસ અથવા Xbox કન્સોલની સૂચનાઓને અનુસરીને) ફેમિલી બનાવી શકે છે અને બાળકો અથવા અન્ય માતા-પિતાને જોડાવા માટે આમંત્રિત કરી શકે છે. કુટુંબનાં સદસ્યો માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી તમે કૃપયા ફેમિલી બનાવવા અથવા તેમાં જોડાવા માટે સંમત થાઓ અને જ્યારે તમે કુટુંબની ઍક્સેસ માટે ડિજિટલ સામાન ખરીદો ત્યારે પ્રદાન કરવામાં આવતી જાણકારીની ધ્યાનપૂર્વક સમીક્ષા કરો. કુટુંબ બનાવીને અથવા તેમાં જોડાઈને તમે સંમત થાઓ છો કે કુટુંબનો ઉપયોગ તેના ઉદ્દેશ્ય અનુસાર કરશો અને તેનો ઉપયોગ બીજી વ્યક્તિની જાણકારીની ગેરકાયદેસર રીતે ઍક્સેસ મેળવવા માટે અનધિકૃત રીતે કરશો નહીં.
સંપૂર્ણ પાઠ
મેસેજિંગ સમૂહમેસેજિંગ સમૂહ14d_GroupMessaging
સારાંશ
 • d. સમૂહ મેસેજિંગ. વિવિધ Microsoft સેવાઓ તમને વૉઇસ અથવા SMS ("સંદેશા") દ્વારા અન્ય લોકોને સંદેશા મોકલવાની પરવાનગી આપે છે, અને/ અથવા Microsoft અને Microsoft નિયંત્રિત સંબંદ્ધ કંપનીઓને તમારા પર અને એક અથવા વધુ ઉપયોગકર્તા પર તમારા વતી આવા સંદેશા મોકલવાની પરવાનગી આપે છે. તમે જ્યારે MICROSOFT અને MICROSOFT નિયંત્રિત સંબંદ્ધ કંપનીઓને તમને અથવા અન્યને સંદેશા મોકલવાની સૂચના આપો છો, ત્યારે તમે પ્રસ્તુત કરો છો અને અમને બાંયધરી આપો છો કે તમને અને તમે અમને સંદેશ મોકલવા માટે સૂચના આપેલા પ્રત્યેક વ્યક્તિને MICROSOFT અને MICROSOFT નિયંત્રિત સંબંદ્ધ કંપનીઓ પાસેથી પ્રાપ્ત સંદેશા અને કોઈપણ અન્ય સંબંધિત વહીવટી પાઠ સંદેશા પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો. "વહીવટી પાઠ સંદેશા" એ વિશિષ્ટ Microsoft સેવાઓ તરફથી સમયાંતરે મોકલાવેલા વેપારી સંદેશા છે, જેમાં "સ્વાગત સંદેશ" અથવા સંદેશા પ્રાપ્ત કરવાનું કેવી રીતે બંધ કરવું એની સૂચનાઓ સામેલ છે પણ ત્યાં સુધી મર્યાદિત નથી. તમે અથવા સમૂહના સદસ્યો Microsoft અથવા Microsoft- નિયંત્રિત સંબંદ્ધ કંપનીઓ તરફથી આગળ જતા આવા સંદેશા પ્રાપ્ત કરવા ઈચ્છિત ના હો, તો પ્રદાન કરેલ સૂચનાઓને અનુસરીને કોઈપણ સમયે વધુ સંદેશા પ્રાપ્ત કરવાનું નાપસંદ કરી શકો છો. જો તમે હવે આવા સંદેશા પ્રાપ્ત કરવા અથવા સમૂહમાં ભાગ લેવા ઈચ્છિત ના હો, તો તમે લાગુ પ્રોગ્રામે અથવા સેવાએ આપેલી સૂચનાઓ દ્વારા નાપસંદ કરવા સંમત થાઓ છો. જો તમને કોઈ કારણસર વિશ્વાસ હોય કે તમારાં સમૂહનો સભ્ય હવે પછી આવા સંદેશા પ્રાપ્ત કરવા અથવા સમૂહમાં ભાગ લેવા ઈચ્છિત નથી, તો તમે તેને સમૂહમાંથી કાઢી નાખવા સંમત થાઓ છો. તમે પ્રસ્તુત પણ કરો છો અને અમને બાંયધરી પણ આપો છો કે તમે અને સંદેશ મોકલવા માટે અમને સૂચિત કરેલી પ્રત્યેક વ્યક્તિ સમજો છો કે સમૂહના પ્રત્યેક સદસ્ય, જ્યારે US-આધારિત નંબર્સ દ્વારા સંદેશ પ્રસારિત કરવામાં આવ્યાં હોય ત્યારે લાગુ થઈ શકે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય સંદેશ શુલ્ક સહિત, તમારાં મોબાઈલ કૅરિઅર દ્વારા આકારણી કારાયેલ કોઈપણ સંદેશ શુલ્ક માટે જવાબદાર છો.
સંપૂર્ણ પાઠ
Skype અને GroupMeSkype અને GroupMe14e_Skype
સારાંશ
 • e. Skype અને GroupMe.
  • i. તાત્કાલિક સેવાઓની કોઈ ઍક્સેસ નથી. પારંપરિક ટેલિફોન સેવાઓ અને Skype વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ તફાવતો છે. Skype ને કોઈપણ લાગુ સ્થાનિક અથવા રાષ્ટ્રીય નિયમો, નિયંત્રણો અથવા કાયદા હેઠળ તાત્કાલિક સેવાઓની ઍક્સેસ આપવાની કોઈ આવશ્યક્તા નથી. Skype નું સૉફ્ટવેર અને ઉત્પાદનો કોઈપણ હોસ્પિટલ્સ, કાયદા બજવણી એજન્સીઓ, તબીબી સારવાર એકમો અથવા અન્ય કોઈ પ્રકારની સેવાઓ કે જે તાત્કાલિક સેવાઓના વ્યક્તિગ અથવા સાર્વજનિક સુરક્ષાના જવાબ આપતા સ્થાનો ("તાત્કાલિક સેવાઓ") માટે તાત્કાલિક કૉલ્સને સમર્થન આપવા કે કરવા માટે નથી. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે: (i) તાત્કાલિક સેવાઓની ઍક્સેસ આપતી પારંપરિક વાયરલેસ (મોબાઇલ) અથવા ફિક્સ્ડ લાઇન ટેલિફોન સેવાઓ ખરીદવી તે તમારી જવાબદારી છે અને (ii) Skype તમારી પ્રાથમિક ટેલિફોન સેવાઓની અવેજમાં નથી.
  • ii. API અથવા પ્રસારણ કરવું. જો તમે Skype નો ઉપયોગ કોઈ પ્રસારણનાં સંબંધમાં કરવા માગતા હોય, તો તમારે https://www.skype.com/go/legal.broadcast પર "પ્રસારણ TOS"નું પાલન કરવું આવશ્યક છે. જો તમે Skype રજૂ કરાયેલ અથવા ઉપલબ્ધ કરાવેલ કોઈ એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ ("API") નો ઉપયોગ કરવા માગતા હોય, તો તમારે લાગુ લાઇસન્સિંગ શરતોનું પાલન કરવું આવશ્યક છે, કે જે www.skype.com/go/legal પર ઉપલબ્ધ છે.
  • iii. વાજબી ઉપયોગ નીતિઓ. Skype ના તમારા ઉપયોગ પર વાજબી ઉપયોગ નીતિઓ લાગુ થઈ શકે છે. કૃપયા આ નીતોની સમીક્ષા કરો કે જે કપટપૂર્ણ અને દુરુપયોગ સામે રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે અને તમે કરી શકો તે કૉલ્સ અથવા સંદેશાના પ્રકાર, અવધિ અથવા વૉલ્યૂમ પર મર્યાદાઓ મૂકી શકે છે. આ નીતિઓને સંદર્ભ દ્વારા આ શરતોમાં સમેકિત કરી છે. તમે આ નીતોને https://www.skype.com/go/terms.fairusage/ પર શોધી શકો છો.
  • iv. મેપિંગ. Skype માં તે સુવિધાઓ છે કે જે તમને મેપિંગ સેવાઓ પર જાણકારી સબમિટ કરવાની, અથવા તેનો ઉપયોગ કરીને નકશા પર તમને દર્શાવવાની પરવાનગી આપે છે. આ સુવિધાઓનો ઉપયોગ કરીને, તમે આ શરતો અને https://www.google.com/intl/en_ALL/help/terms_maps.html પર ઉપલબ્ધ Google નકશાની અથવા તમારા દેશમાં ઉપલબ્ધ આવા Google નકશાની શરતોથી સંમત થાઓ છો.
  • v. સરકારી ઉપયોગકર્તાઓ. જો તમે કોઈ વ્યાવસાયિક ખાતા અથવા યુ.એસ. સરકાર વતી અથવા યુ.એસ. સરકારની એજન્સી વતી Skype મેનેજરનો ઉપયોગ કરવા માગતા હોય, તો આ શરતો તે ઉપયોગ પર લાગુ થતી નથી. લાગુ થતી શરતો અથવા વધુ માહિતી માટે, કૃપયા usgovusers@skype.net નો સંપર્ક કરો.
  • vi. વ્યક્તિગત/બિનવ્યાવસાયિક ઉપયોગ. Skype નો ઉપયોગ એ તમારા વ્યક્તિગત અને બિનવ્યાવસાયિક ઉપયોગ માટે છે. તમને તમારા પોતાના વ્યવસાય સંચારો માટે કાર્યાલય ખાતે Skype નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે.
  • vii. Skype નંબર/Skype સફરમાં. જો Skype તમને Skype નંબર અથવા Skype સફરમાં નંબર પ્રદન કરે છે, તો તમે સંમત થાઓ છો કે તમારો પોતાનો નંબર નથી અથવા તે નંબર કાયમ માટે જાળવી રાખવાનો અધિકાર ધરાવો છો. કેટલાક દેશોમાં, એક નંબર તમને Skype ને બદલે Skype ભાગીદાર દ્વારા ઉપલબ્ધ થયેલ હોઇ શકે છે, અને આવી ભાગીદાર સાથે તમારી એક ભિન્ન કરાર કરવાની જરૂર પડી શકે છે.
  • viii. Skype મેનેજર. "Skype મેનેજર વ્યવસ્થાપન ખાતું" Skype મેનેજર સમૂહના એક વ્યક્તિગત વ્યવસ્થાપક તરીકે કાર્ય અને ન કોઈ વ્યવસાય એન્ટટી તરીકે કાર્ય કરીને, તમારા દ્વારા બનાવાયેલ અને સંચાલિત છે. તમે તમારા વ્યક્તિગત Microsoft ખાતાને Skype મેનેજર સમૂહ ("લિંક કરેલું ખાતુ") સાથે લિંક કરી શકો છો. તમે આ શરતોની તેમની સ્વીકૃતિને આધીન તમારા Skype મેનેજર સમૂહ માટે વધારાના વ્યવસ્થાપકો નિયુક્ત કરી શકો છો. જો તમે લિંક કરેલ ખાતાને Skype નંબર્સ આપો છો, તો તમારા લિંક કરેલ ખાતા ઉપયોગકર્તાઓના નિવાસ અથવા સ્થાનથી સંબંધિત કોઈપણ આવશ્યકતાઓના સ્વીકૃતિ માટે તમે જવાબદાર છો. જો તમે Skype મેનેજર સમૂહમાં લિંક કરેલા ખાતાને અનલિંક કરવાનું પસંદ કરો છો, તો ફાળવવામાં આવેલ કોઈપણ સબ્સ્ક્રિપ્શન્સ, Skype ક્રેડિટ અથવા Skype નંબર્સ પુનઃપ્રાપ્ત કરી શકાશે નહીં અને અનલિંક કરેલા ખાતાથી સંકળાયેલ તમારી સામગ્રી કે મટિરિયલ્સ હવે તમને ઍક્સેસિબલ હશે નહીં. તમે તમારા લિંક કરેલા ખાતા ઉપયોગકર્તાઓની કોઈપણ વ્યક્તિગત માહિતીની તમામ લાગુ ડેટા સંરક્ષણ કાયદા અનુસાર પ્રક્રિયાની સંમતિ આપો છો.
  • ix. Skype શુલ્ક. જણાવેલ ન હોય તે સિવાય, Skype ના સશુલ્ક ઉત્પાદનો માટે બધી કિંમતમાં લાગુ કર સામેલ છે. સબ્સ્ક્રિપ્શનની બહાર કૉલિંગ ફોન્સ માટે ચૂકવવા યોગ્ય શુલ્કમાં કનેક્શન ફી (પ્રતિ કૉલ એકવાર શુલ્ક લેવાય છે) અને www.skype.com/go/allrates સેટ કરેલ મુજબ પ્રતિ મિનિટ દર સામેલ છે. કૉલ શુલ્ક તમારા Skype ક્રેડિટ બેલેંસમાંથી કાપી લેવામાં આવશે. Skype www.skype.com/go/allrates પર પરિવર્તન પોસ્ટ કરીને કોઈપણ સમય કૉલિંગ દરને પરિવર્તિત કરી શકે છે. નવા દરના પ્રકાશન પછી તમારા આગલા કૉલ પર નવો દર લાગુ થશે. તમે તમારો કૉલ કરો તે પહેલાં કૃપયા નવીનતમ દર તપાસો. આંશિક કૉલ મિનિટ અને આંશિક શુલ્કને આગલા પૂર્ણાક એકમમાં પૂર્ણ અંક બનાવવામાં આવશે. કેટલાક દેશોમાં, Skype સશુલ્ક ઉત્પાદનો Skype ના સ્થાંક ભાગીદાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને આવી લેવડદેવડ પર ભાગીદારની ઉપયોગની શરતો લાગુ થાય છે.
  • x. Skype ક્રેડિટ. Skype ખાતરી અપાતું નથી કે તમે તમારા Skype ક્રેડિટ બેલેંસનો ઉપયોગ બધા Skype સશુલ્ક ઉત્પાદનોની ખરીદી કરવા માટે કરી શકશો. જો તમે 180-દિવસના સમયગાળાની અંદર તમારી Skype ક્રેડિટનો ઉપયોગ નહીં કરો, તો Skype તમારી Skype ક્રેડિટને નિષ્ક્રિય સ્થિતિમાં મૂકશે. તમે https://www.skype.com/go/store.reactivate.credit પર લિંક સક્રિયકરણને અનુસરીને Skype ક્રેડિટને પુનઃસક્રિય કરી શકો છો. જો તમે જાપાનમાં નિવાસ કરતા હોય અને તમે Skype વેબસાઇટથી Skype ક્રેડિટ ખરીદો, તો પછીનાં બે વાક્યો તમારા પર લાગુ થતા નથી અને તમારી Skype ક્રેડિટ ખરીદીની તારીખનાં પછી 180 દિવસે સમાપ્ત થશે. એક વાર તમારી ક્રેડિટ સમાપ્ત થઈ જાય તે પછી, તમે તેને પુનઃસક્રિય અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં. જ્યારે તમે Skype ક્રેડિટ ખરીદો ત્યારે યોગ્ય બૉક્સ પર નિશાની લગાવીને સ્વતઃ રીચાર્જ સુવિધાને સક્ષમ કરી શકો છો. જો સક્ષમ કરેલ હોય, તો તમારું Skype બેલેંસ સમયાંતરે Skype દ્વારા સેટ કરેલ થ્રેશોલ્ડથી ઓછું થાય ત્યારે દર વખતે તમારું Skype ક્રેડિટ બેલેંસ તે જ રકમ અને તમારી પસંદગીની ચૂકવણી પદ્ધતિ વડે રીચાર્જ કરવામાં આવશે. જો તમે ક્રેડિટ કાર્ડ, PayPal અથવા મનીબ્રોકર્સ (સ્ક્રિલ) સિવાય કોઈ અન્ય ચૂકવણી પદ્ધતિ સાથે સબસ્ક્રિપ્શન ખરીદો છો, અને તમે સ્વતઃ-રીચાર્જને સક્ષમ કરેલ હોય, તો તમારું Skype ક્રેડિટ બેલેંસ તમારા આગામી સબ્સ્ક્રિપ્શનને ખરીદવા માટે જરૂરી રકમ સાથે રીચાર્જ કરવામાં આવશે. તમે Skype માં તમારા ખાતાનાં પોર્ટલમાં તમારી સેટિંગ્સને ઍક્સેસ કરીને અને બદલીને કોઈપણ સમયે સ્વતઃ-રીચાર્જને અક્ષમ કરી શકો છો.
  • xi. આંતરરાષ્ટ્રીય સંદેશ શુલ્ક. GroupMe બનાવાયેલ પ્રત્યેક સમૂહ માટે હાલમાં US-આધારિત નંબર્સ વાપરે છે. GroupMe નંબર પર મોકલાવેલ અથવા તેનાથી પ્રાપ્ત દરેક પાઠ્ય સંદેશ યુનાયટેડ સ્ટેટ્સમાંથી મોકલાવેલો અથવા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય પાઠ્ય સંદેશ ગણાશે. કૃપયા તમારા પ્રદાતા સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય શુલ્ક તપાસો.
  • xii. નાણાં મોકલો અને તેની વિનંતી કરો. નાણાં મોકલવા અને તેની વિનંતી કરવાની સુવિધાનો (જો ઉપલબ્ધ હોય) ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો કે ચુકવણી સેવાઓ પ્રદાન કરવા અને ટ્રાંસ્ફર્સને પ્રભાવિત કરવા Skype તૃતીય-પક્ષોનો ઉપયોગ કરે છે. Skype ચુકવણી સેવાઓ પ્રદાન કરતું કે ટ્રાંસ્ફર્સને પ્રભાવિત કરતું નથી અને તે નાણાંની સેવાઓનો વ્યવસાય નથી. Skype પર નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવા તે માત્ર તે જ ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ હોય છે કે જે 18 વર્ષ અથવા તેનાંથી વધુ ઉંમરનાં (અથવા અન્યથા તૃતીય પક્ષોની શરતો મુજબ) અને નોંધાયેલા અને તૃતીય પક્ષ પ્રદાતા સાથે એક ખાતા માટે મંજૂર કરાયેલા હોય. નાણા મોકલો સુવિધાનો ઉપયોગ કરવા, તમારે તૃતીય પક્ષોના નિયમો અને શરતો પર સાઇન અપ કરવાની અને સેવા પ્રદાન કરવાનાં હેતુ માટે આ તૃતીય પક્ષો સાથે ડેટા શેર કરવાની અનુમતિઓ પ્રદાન કરવાની જરૂર હોય શકે છે. જો Skype ને એવી સૂચના મળે કે નાણા મોકલવાની સુવિધાનો તમારો ઉપયોગ તૃતીય પક્ષના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરે છે, તો Skype ને તમારા ખાતાની વિરુદ્ધ તમારા ખાતાને રદ કરવા કે તેને નિલંબિત કરવા જેવી ક્રિયા કરવી પડી શકે છે. તૃતીય પક્ષો દ્વરા પ્રદાન કરાયેલી ચુકવણી સેવાઓ માટે અને તૃતીય પક્ષના નિયમો અને શરતો હેઠળ કરેલી કોઈપણ ક્રિયા માટે Skype અથવા Microsoft જવાબદાર રહેશે નહીં. Skype નાણા મોકલવા અને તેની વિનંતી કરવાની સેવા ઉપલબ્ધ રહેશે અને ઉપલબ્ધ રહેવાની ચાલુ રહેશે તેની કોઈ બાયંધરીઓ, પ્રતિનિધિત્વ કે વોરંટીઝ આપતું નથી.
સંપૂર્ણ પાઠ
Bing અને MSNBing અને MSN14f_BingandMSN
સારાંશ
 • f. Bing અને MSN.
  • i. Bing અને MSN સામગ્રીઓ. Microsoft બૉટ્સ, એપ્લિકેશનો અને પ્રોગ્રામો મારફતની સહિત, Bing અને MSN પર ઉપલબ્ધ લેખ, પાઠ, ફોટા, નકશા, વિડિયોઝ, વિડિયો પ્લેયર્સ અને તૃતીય-પક્ષની સામગ્રી તમારા માત્ર બિનવ્યવસાયિક, વ્યક્તિગત ઉપયોગ માટે જ છે. સામગ્રીઓ ડાઉનલોડ કરવી, કૉપિ કરવી અથવા તેને પુનઃવિતરિત કરવા સહિત, અન્ય ઉપયોગો અથવા તમારા પોતાના ઉત્પાદનો બનાવવા માટે આ સામગ્રી અથવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો, તે ફક્ત Microsoft અથવા અધિકાર ધારકો દ્વારા વિશેષરૂપે અધિકૃત અથવા લાગુ કૉપિરાઇટ કાયદા દ્વારા મંજૂર સીમા સુધી મંજૂરી આપેલ છે. Microsoft અથવા અન્ય અધિકાર ધારકો લાઇસન્સ શરતો હેઠળ, સમાવિષ્ટ, કબૂલ કરેલ અથવા અન્યથા હોય કે નહીં, Microsoft દ્વારા સ્પષ્ટ રૂપે મંજૂરી અપાયેલ નથી તેવી સામગ્રીના તમામ અધિકારોને આરક્ષિત રાખે છે.
  • ii. Bing નકશા. તમે અમારી અલગ લિખિત મંજૂરી વિના સરકારી ઉપયોગ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, મેક્સિકો, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અથવા જાપાનની બર્ડ્સ આઇ છબીનો ઉપયોગ કરી શકશો નહીં.
  • iii. Bing સ્થાનો અને Bing ઉત્પાદન કેન્દ્ર. તમે જ્યારે તમારો ડેટા અથવા તમારી સામગ્રી Bing સ્થાનોને અથવા Bing ઉત્પાદન કેન્દ્રને પ્રદાન કરો છો, ત્યારે તમે Microsoft ને તમારી સામગ્રીનો ઉપયોગ કરવા, પુનરુત્પાદન કરવા, સાચવવા, ફેરફાર કરવા, એકત્રિત કરવા, પ્રચાર કરવા, પ્રસારણ કરવા, અથવા સેવાના ભાગ રૂપે પ્રદર્શિત કરવા અથવા વિતરિત કરવા અને તૃતીય પક્ષોને તે અધિકારોનું પેટાલાઇસન્સ આપવા, વિશ્વવ્યાપી અને રોયલ્ટિ-મુક્ત બૌદ્ધિક સંપદા લાઇસન્સ આપો છો.
સંપૂર્ણ પાઠ
CortanaCortana14g_Cortana
સારાંશ
 • g. Cortana.
  • i. વ્યક્તિગત બિન વ્યાવસાયિક ઉપયોગ. Cortana એ Microsoft ની વ્યક્તિગત સહાયક સેવા છે. Cortana દ્વારા પ્રદાન કરેલ સુવિધાઓ, સેવાઓ, સામગ્રી અને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ (સામૂહિક રૂપે Cortana સેવાઓ) માત્ર તમારા વ્યક્તિગત અને બિનવ્યાવસાયિક ઉપયોગ માટે જ છે.
  • ii. કાર્યક્ષમતા અને સામગ્રી. Cortana સુવિધાઓની શ્રેણીઓ પ્રદાન કરે છે, જેમાંથી કેટલીક વ્યક્તિગત કરેલ હોય છે. Cortana સેવાઓ તમને અન્ય Microsoft સેવાઓ અથવા તૃતીય પક્ષની એપ્લિકેશનો અને સેવાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સેવાઓ, માહિતી અથવા કાર્યક્ષમતાની ઍક્સેસની પરવાનગી આપી શકે છે. અનુભાગ 13ની સેવા-વિશિષ્ટ શરતો Cortana સેવાઓ મારફતે ઍક્સેસ કરેલ લાગુ થતી Microsoft સેવાઓના તમારા ઉપયોગને પણ લાગુ થાય છે. Cortana ફક્ત તમારી યોજના બનાવવાનાં ઉદ્દેશ્યો માટે જ જાણકારી પ્રદાન કરે છે અને આ જાણકારીની સમીક્ષા અને તેના પર વિશ્વાસ કરતી વખતે તમારે તમારો પોતાનો સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. Cortana દ્વારા પ્રદાન કરવામાં આવેલ વ્યક્તિગત અનુભવોની વિશ્વસનીયતા, ઉપલબ્ધતા અથવા સમયસરતા માટે Microsoft ગૅરંટી આપતું નથી. જો Cortana સંચાર સંચાલન સુવિધા દ્વારા તમને સંચાર અથવા સૂચના મેળવવામાં, સમીક્ષા કરવામાં અથવા મોકલવામાં વિલંબ થાય અથવા અટકાવવામાં આવે, તો Microsoft જવાબદાર નથી.
  • iii. તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ. Cortana સેવાઓ વિતરિત કરવાના ભાગ રૂપે, Cortana તમારી વિનંતીઓની પૂર્તિ કરવા માટે તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ સાથે તમારો ઝિપ કોડ અને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ દ્વારા પરત કરવામાં આવેલ ક્વેરીઝ અને પ્રતિસાદો જેવી માહિતીની આપ-લે કરી શકે છે. ખાતા લિંકિંગ દ્વારા, Cortana, તૃતીય-પક્ષની એપ્લિકેશન્સ અને સેવાઓ સાથે વપરાશકર્તાએ પ્રત્યક્ષ રૂપે સ્થાપિત કરેલ ખાતાની પસંદગીઓ અને સેટિંગ્સનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને તૃતીય-પક્ષની એપ્લિકેશન્સ અને સેવાઓ મારફતે ખરીદી કરવા માટે સક્ષમ બનાવી શકે છે. વપરાશકર્તા કોઈપણ સમયે ખાતા લિકિંગને ડિસકનેક્ટ કરી શકે છે. તૃતીય-પક્ષોની એપ્લિકેશન્સ અને સેવાઓનો તમારો ઉપયોગ આ શરતોના અનુભાગ 5 હેઠળ આવરિત છે. તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને સેવાઓના પ્રકાશકો તેમના તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને સેવાઓની કાર્યક્ષમતા અથવા સુવિધાઓમાં અથવા Cortana સેવાઓ સાથે તેના જોડાણમાં પરિવર્તન અથવા તેને બંધ કરી શકે છે. ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેર અથવા ફર્મવેર માટે Microsoft જવાબદાર કે ઉત્તરદાયી નથી.
  • iv. Cortana-સક્ષમ કરેલ ડિવાઇસેસ. Cortana-સક્ષમ ડિવાઇસેસ એ ઉત્પાદનો કે ડિવાઇસેસ છે જે Cortana સેવાઓને અથવા Cortana સેવાઓ સાથે સુસંગત હોય તેવાં ઉત્પાદનો અથવા ડિવાઇસેસને ઍક્સેસ કરવા માટે સક્ષમ કરેલાં છે. Cortana-સક્ષમ કરેલ ડિવાઇસેસમાં Microsoft જેની માલિકી ધરાવતું, ઉત્પાદન અથવા વિકાસ કરતું ન હોય તેવા તૃતીય-પક્ષનાં ડિવાઇસેસ અથવા ઉત્પાદનો સામેલ હોય છે. Microsoft આ તૃતીય પક્ષોનાં ડિવાઇસેસ અથવા ઉત્પાદનો માટે જવાબ્દાર કે માહિતગાર નથી.
  • v. સૉફ્ટવેર અપડેટ્સ. Cortana સેવાઓ સાથે કનેક્ટ કરી શકાતા કોઈપણ ડિવાઇસ માટે, અમે સ્વયંચાલિત રૂપે Cortana સેવા સૉફ્ટવેરના તમારા સંસ્કરણને તપાસી શકીએ છીએ અને સૉફ્ટવેર અપડેટ્સ અથવા કન્ફિગરેશન પરિવર્તનોને ડાઉનલોડ કરી શકીએ છીએ અથવા Cortana સક્ષમ કરેલ ડિવાઇસેસનાં કોઈપણ ઉત્પાદકોને Cortana સેવા સૉફ્ટવેરને અપ ટુ ડેટ રાખવાની ફરજ પાડી શકે છે.
સંપૂર્ણ પાઠ
Outlook.comOutlook.com14h_Outlook_com
સારાંશ
 • h. Outlook.com. Outlook.com (અથવા @msn, @hotmail અથવા @live) તમે તમારું Microsoft એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગ કરો છો તે ઈમેલ સરનામું જ્યાં સુધી તમારું Outlook.com ઇનબૉક્સ અથવા Microsoft એકાઉન્ટ સક્રિય રહેશે ત્યાં સુધી તે એકમાત્ર તમરા માટે રહેશે. તમારા Outlook.com ઇનબૉક્સ અથવા Microsoft એકાઉન્ટ તમારા અથવા આ શરતો અનુસાર Microsoft દ્વારા બંધ કરવામાં આવે તેવી ઇવેન્ટમાં, ઈમેલ સરનામા અને ઉપયોગકર્તાનામને અમારા સિસ્ટમમાં રિસાયકલ કરવામાં આવશે અને બીજા ઉપયોગકર્તાને પ્રદાન કરવામાં આવશે.
સંપૂર્ણ પાઠ
Office સેવાઓOffice સેવાઓ14i_officeBasedServices
સારાંશ
 • i. Office સેવાઓ. Office 365 Home, Office 365 Personal, Office 365 University, Office Online, Sway, OneNote.com અને અન્ય કોઈ પણ Office 365 સભ્યપદો અથવા Office-બ્રાન્ડની સેવાઓ તમારા વ્યક્તિગત, બિનવ્યવસાયિક ઉપયોગ માટે છે, સિવાય કે તમે Microsoft સાથે અલગ કરાર હેઠળ વ્યવસાયિક ઉપયોગના અધિકારો ધરાવતા હો.
સંપૂર્ણ પાઠ
Microsoft Health સેવાઓMicrosoft Health સેવાઓ14j_MicrosoftHealthServices
સારાંશ
 • j. Microsoft Health સેવાઓ.
  • i. HealthVault. HealthVault તમારા માટે તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય-સંબંધિત માહિતી અને અન્ય લોકો (જેમ કે તમારા કુટુંબ) વિષે તેમની સંમતિ સાથે જાણકારીને સંગ્રહિત કરવાના હેતુપૂર્વક છે. HealthVault એકાઉન્ટ્સનો સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ દ્વારા અથવા કોઈ અન્ય વ્યાવસાયિક અથવા બિન-વ્યક્તિગત ઉદ્દેશ્ય માટે થતો નથી. તમારા ખાતાની જાણાકારી હંમેશાં સચોટ અથવા અપ-ટુ-ડેટ હોઇ શકે નહીં અને કોઈપણ સ્વાસ્થ્ય સેવા પ્રદાતા દ્વારા ફક્ત માહિતીપૂર્ણ તરીકે જોવાવી જોઈએ. HealthVault સેવા સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓ અથવા અન્ય ચિકિત્સા અથવા કેસ સંચાલન ઉદ્દેશ્યો માટે રેકોર્ડ્સ રાખતું નથી. ઉદાહરણ તરીકે, HealthVault રેકોર્ડ્સ યુ.એસ. નિયમનો હેઠળ વ્યાખ્યયિત મુજબ સમર્પિત રેકોર્ડ સેટ્સ નથી. જો સ્વાસ્થ્ય સેવા પ્રદાતા HealthVault દ્વારા તેના રેકોર્ડ્સમાંથી ઉપલબ્ધ કરાવાયેલ કોઈપણ ડેટા સામેલ કરવાનું નક્કી કરે, તો તેના પોતાના સિસ્ટમમાં તેની એક કૉપિ સ્ટોર કરેલી હોવી જોઈએ. જો તમારા ખાતામાં કોઈ રેકોર્ડના સહ-સંરક્ષક હોય (તમારાથી એક અન્ય આમંત્રિત કરે છે), તો તમે કબૂલો છો કે સહ-સંરક્ષક તે રેકોર્ડ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને રેકોર્ડની તમારી ઍક્સેસને રદ કરી શકે છે, રેકોર્ડ પર અન્ય લોકોની ઍક્સેસ મેનેજ કરી શકે છે અને રેકોર્ડ કેવી રીતે અને ક્યારી ઉપયોગ કરાય છે તે સહિત રેકોર્ડનો ડેટા જોઈ છે. Microsoft નૉન-Microsoft ઓળખપત્રો (જેમ કે Facebook અને OpenID)ને સમર્થન આપતું નથી, તેથી HealthVault ગ્રાહક સમર્થન તેના માટેની સાઇન-ઇન સમસ્યાઓમાં મદદ કરી શકતું નથી. જો તમે તમારા સાઇન-ઇન ઓળખપત્રો ગુમાવી દો છો, અથવા જ્યાં તમે તમારા ઓળખપત્રો મેળવેલ છે તે ખાતું બંધ થઈ જાય, તો તમે તમારો સંગ્રહિત ડેટા પુનઃપ્રાપ્ત કરી શકશો નહીં. ચાલી રહેલી ઍક્સેસને જાળવવામાં મદદ કરવા માટે, અમે તમને તમારા ખાતા સાથે એક કરતા વધુ સાઇન-ઇન HealthVault ઓળખપત્રોનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ. Microsoft તમે ઉપયોગ કરતા હોઇ તેવા નૉન-Microsoft ઓળખપત્રોની પુષ્ટિ કે નિયંત્રણ કરતું નથી અને તેના ઓપરેશન, સમર્થન અથવા સુરક્ષા માટે જવાબદાર નથી.
  • ii. Microsoft Band. Microsoft Band ડિવાઇસ અને એપ્લિકેશન મેડિકલ ડિવાઇસેસ નથી અને તે માત્ર તંદુરસ્તી અથવા સુખાકારી ઉદ્દેશના હેતુસર છે. તે રોગના નિદાન અથવા અન્ય પરિસ્થિતિઓમાં, અથવા ઉપચાર, ઉપશમન, સારવાર અથવા રોગ અથવા અન્ય પરિસ્થિતિઓની રોકથામમાં ઉપયોગ કરવા માટે બનાવેલું અથવા તેના હેતુસર નથી. Microsoft Band પાસેથી તમને મળેલી જાણકારીના આધારે તમે લીધેલા નિર્ણયો માટે Microsoft જવાબદાર નથી.
સંપૂર્ણ પાઠ
ડિજિટલ સામાનડિજિટલ સામાન14k_DigitalGoods
સારાંશ
 • k. ડિજિટલ સામાન. Microsoft Groove, Microsoft મૂવીઝ અને ટી.વી., સ્ટોર મારફતે અને કોઈપણ સંબંધિત અને ભવિષ્યની સેવાઓ દ્વારા, Microsoft તમને સંગીત, છબીઓ, વિડિયો, ટેસ્ક્ટ, બુક્સ, રમતો અથવા તમે ડિજિટલ સ્વરૂપમાં મેળવી શકો તે અન્ય સામગ્રી ("ડિજિટલ સામાન") પ્રાપ્ત કરવા, સાંભળવામાં, જોવામાં, રમવામાં અથવા વાંચવામાં (કેસ મુજબ હોઇ શકે) સક્ષમ કરી શકે છે. ડિજિટલ સામાન ફક્ત તમારા વ્યક્તિગત, બિનવ્યાવસાયિક મનોરંજનના ઉપયોગ માટે જ હોય છે. તમે સંમત થાઓ છો કે ડિજિટલ સામાનની કોઈપણ કૉપિઝનું પુનઃવિતરણ, પ્રસારણ, સાર્વજનિક રૂપે પ્રસ્તુત અથવા સાર્વજનિક રીતે પ્રદર્શન કરશો નહીં. ડિજિટલ સામાન Microsoft અથવા તૃતીય પક્ષની માલિકીના હોઇ શકે છે. તમામ પરિસ્થિતિઓમાં, તમે સમજો છો અને સ્વીકારો છો કે ડિજિટલ સામાનના સંબંધમાં તમારા અધિકારો આ શરતો, કૉપિરાઇટ કાયદા અને https://go.microsoft.com/fwlink/p/?LinkId=723143 પર આપેલા વપરાશના નિયમોથી મર્યાદિત છે. તમે સંમત થાઓ છો કે ડિજિટલ સામાનની માલિકી અથવા સ્રોતનો ઢોંગ કરવા અથવા રૂપ બદલવાના ઉદ્દેશ્ય સહિત, કોઈપણ કારણ માટે કોઈપણ સેવાઓ મારફતે મેળવેલ ડિજિટલ સામાનને સંશોધિત કરવાનો પ્રયાસ કરશો નહીં. Microsoft અથવા ડિજિટલ સામાનના માલિકો, સમયે-સમયે, વિના સૂચનાએ સેવાઓમાંથી ડિજિટલ સામાનને કાઢી નાંખી શકે છે.
સંપૂર્ણ પાઠ
OneDriveOneDrive14l_OneDrive
સારાંશ
 • l. OneDrive.
  • i. સંગ્રહ ફાળવણી. જો તમે તમારા OneDrive ખાતામાં OneDrive માટેની તમારી નિ:શુલ્ક અથવા સશુલ્ક સબ્સ્ક્રિપ્શન સેવાની શરતો હેઠળ તમને પ્રદાન કરવામાં આવેલી સામગ્રીથી વધારે સંગ્રહિત કરી હોય અને તમે વધારાની સામગ્રીને કાઢી નાખવાની અથવા નવા સબ્સ્ક્રિપ્શન પ્લાનને વધારે સંગ્રહ સાથે બદલાવવાની Microsoft ના નોટિસનો પ્રતિસાદ ન આપો, તો અમે તમારું ખાતું બંધ કરવાનો અને હટાવવાનો અથવા OneDrive પરની તમારી સામગ્રીને ઍક્સેસ અક્ષમ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છે.
  • ii. સેવા પર્ફોર્મન્સ. પરિબળો જેમ કે તમારા સાધન, ઇન્ટરનેટ કનેક્શન અને Microsoft ના સેવાઓનું પ્રદર્શન અને અખંડિતતા જાળવવાના પ્રયાસોના આધારે, તમને OneDrive પર સામગ્રી અપલોડ કરવામાં અથવા સિંક્રનાઇઝ કરવામાં પ્રસંગોપાત્ વિલંબનો અનુભવ થઈ શકે છે.
સંપૂર્ણ પાઠ
Microsoft રિવૉર્ડ્સMicrosoft રિવૉર્ડ્સ14m_MicrosoftRewards
સારાંશ
 • m. Microsoft Rewards.
  • i. પ્રોગ્રામ. Microsoft રિવૉર્ડ્સ ("પ્રોગ્રામ") તમને પ્રવૃત્તિઓ માટે રિડીમ કરી શકાય તેવા પૉઇન્ટ મેળવવામાં સક્ષમ કરે છે, જેમ કે યોગ્યતાપ્રાપ્ત શોધ, પ્રાપ્તિઓ, Microsoft Edge વડે બ્રાઉઝિંગ કરવામાં પસાર કરેલો સમય અને Microsoft તરફની અન્ય ઑફરો. ઑફરોમાં બજાર અનુસાર ફેરફાર હોઈ શકે છે. શોધ એ કાર્ય છે જેમાં એક વપરાશકર્તા વિશ્વાસ રાખીને મૅન્યુઅલી લખાણ દાખલ કરે છે, જેમાં તેનો હેતુ પોતાના સંશોધનના હેતુઓ માટે Bing શોધ પરિણામો મેળવવાનો હોય છે, અને જેમાં બૉટ, મૅક્રો અથવા અન્ય કોઈ પ્રકારની ઑટોમેટેડ અથવા છેતરામણી રીતથી કોઈ પણ ક્વેરી ("શોધ") દાખલ કરવાનો સમાવેશ થતો નથી. પ્રાપ્તિ એ Microsoft પાસેથી, નિઃશુલ્ક કે સશુલ્ક, સામાન ખરીદવાની કે ડાઉનલોડ કરવાની અને ડિજિટલ સામગ્રી માટેનું લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ("પ્રાપ્તિ") છે. દરેક ખરીદી માટે Microsoft તરફથી રિવૉર્ડ પૉઇન્ટ આપવામાં આવતા નથી. Microsoft Edge વડે બ્રાઉઝ કરવાનો અર્થ છે કે તમારા ડિવાઇસના સ્ક્રીન પર બ્રાઉઝરનું દૃશ્ય હોવું (દા.ત. એ રીતે ખોલાવું અને ઉપયોગમાં લેવાવું કે જેથી Microsoft Edge નું આઇકન ટાસ્ક બારમાં હાઇલાઇટ થયેલું રહે, જે સૂચિત કરે છે કે આ એપ્લિકેશન હાલમાં ઉપયોગમાં લેવાઈ રહી છે) અને વેબસાઇટો જોવા માટે બ્રાઉઝરનો ઉપયોગ કરવો, બ્રાઉઝરમાં વિડિયો જોવા, ઈમેલ તપાસવા અથવા અન્ય જે કોઈ ઉપયોગો માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય છે તે કરવા. Microsoft Edge નો ઉપયોગ કરીને પૉઇન્ટ મેળવવા માટે, Windows ના સેટિંગ્સમાં Bing ને બ્રાઉઝરનું ડિફૉલ્ટ શોધ એન્જિન તરીકે સેટ કરેલું અને ટેલિમેટ્રીને સક્ષમ કરેલી હોવી જરૂરી છે. Microsoft સમયાંતરે પૉઇન્ટ મેળવવા માટે વધારાની તકોની ઑફર કરી શકે છે અને પૉઇન્ટ અપાવનારી દરેક ઑફર હંમેશાં ઉપલબ્ધ નહીં હોય. તમે મેળવેલા પૉઇન્ટ રિડીમ પેજમાં આઇટમો માટે રિડીમ ("રિવૉર્ડ્સ") થઈ શકે છે. વધુ માહિતી માટે, support.microsoft.com પર રિવૉર્ડ્સ અનુભાગ ("FAQ") જુઓ.
   • 1. પ્રોગ્રામની આવશ્યકતાઓ. તમારી પાસે એક માન્ય Microsoft ખાતું હોવું જરૂરી છે અને તમારું ડિવાઇસ સિસ્ટમની ઓછામાં ઓછી આવશ્યકતાઓની પૂર્તિ કરતું હોવું જોઈએ. પ્રોગ્રામ FAQમાંની સૂચિમાંના બજારોના સ્થાનમાં રહેતાં વપરાશકર્તાઓ માટે ખુલ્લો છે. વ્યક્તિ માત્ર એક જ પ્રોગ્રામ ખાતું ધરાવી શકે છે, વ્યક્તિ એકાધિક ઈમેલ સરનામાં ધરાવતી હોય તો પણ, અને ઘરગથ્થુ માટે વધુમાં વધુ છ ખાતાંની અનુમતિ છે. પ્રોગ્રામનો ઉપયોગ સંપૂર્ણપણે તમારા વ્યક્તિગત અને બિનવ્યવસાયિક ઉપયોગ માટે છે.
   • 2. પૉઇન્ટ્સ. રિડેમ્પ્શન સેન્ટરમાંની સૂચિમાંની સેવાભાવી સંસ્થાને તમારા પૉઇન્ટ દાનમાં આપવા સિવાય, તમે પૉઇન્ટનું હસ્તાંતરણ કરી શકતા નથી. પૉઇન્ટ્સ તમારી વ્યક્તિગત માલિકી નથી અને તમે તેનો વિનિમય કરીને કોઈ પ્રકારની રોકડ કે નાણાં નહીં મેળવો. પૉઇન્ટ્સ તમને પ્રચારના આધારે આપવામાં આવે છે. તમે પૉઇન્ટ્સ ખરીદી નહીં શકો. Microsoft વ્યક્તિ દીઠ, ઘર દીઠ અથવા નિશ્ચિત સમય (દા.ત. એક દિવસ) માટે પૉઇન્ટ્સ અથવા રિવૉર્ડ્સની સંખ્યા સીમિત કરી શકે છે. તમે પ્રોગ્રામમાં કૅલેન્ડર વર્ષ દીઠ 5,50,000 થી વધુ પૉઇન્ટ્સ રિડીમ નહીં કરી શકો. પ્રોગ્રામમાં મેળવેલા પૉઇન્ટ્સ Microsoft અથવા તૃતીય પક્ષ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા કોઈ પણ અન્ય પ્રોગ્રામમાં માન્ય નથી અને તેની સાથે ઉપયોગમાં લઈ નહીં શકાય. જો તમે કોઈ પૉઇન્ટ 18 મહિના સુધી રિડીમ નહીં કરાવો, તો રિડીમ નહીં કરાવેલા પૉઇન્ટનો સમય સમાપ્ત થઈ જાય છે.
   • 3. રિવૉર્ડ્સ. તમે તમારા પૉઇન્ટ્સ રિડેમ્પ્શન સેન્ટરની મુલાકાત લઈને રિડીમ કરી શકો છો અથવા સૂચિમાંની સેવાભાવી સંસ્થાને પૉઇન્ટ્સ દાનમાં આપી શકો છો. કોઈ વિશિષ્ટ રિવૉર્ડ સીમિત સંખ્યામાં ઉપલબ્ધ હોઈ શકે છે અને એ રિવૉર્ડ્સ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. રિવૉર્ડ્સ માટે પૉઇન્ટ્સ રિડીમ કરવા માટે તમારે તમારું ટપાલનું સરનામું અને (VOIP અથવા ટોલ-ફ્રી સિવાયનો) ટેલિફોન નંબર જેવી વધારાની માહિતી આપવી જરૂરી હોઈ શકે છે અને તમને ઠગાઈ અટકાવનારો કોડ દાખલ કરવાનું અથવા વધારાના કાનૂની દસ્તાવેજો પર સહી કરવાનું કહેવામાં આવી શકે છે. એકવાર તમે રિવૉર્ડનો ઑર્ડર આપો પછી, ખામીયુક્ત ઉત્પાદનો અથવા લાગુ થતા કાયદાની જરૂરિયાતના કિસ્સા સિવાય, તમે તેને રદ નહીં કરી શકો અથવા પૉઇન્ટ્સના રિફંડ માટે પરત નહીં કરી શકો. જો તમે સ્ટૉકમાં ન હોય અથવા Microsoft ના સંપૂર્ણ વિવેકપૂર્ણ નિર્ધારણ મુજબ અન્ય કોઈ કારણસર ઉપલબ્ધ ન હોય તેવા રિવૉર્ડનો ઑર્ડર કરશો, તો અમે તેના બદલે સમાન મૂલ્યનો રિવૉર્ડ અથવા તમારા પૉઇન્ટ્સનું રિફંડ આપી શકીએ છીએ. Microsoft રિડેમ્પ્શન સેન્ટરમાં પ્રસ્તુત કરવામાં આવતા રિવૉર્ડ્સ અપડેટ કરી શકે છે અથવા વિશેષ રિવૉર્ડ્સ પ્રસ્તુત કરવાનું બંધ કરી શકે છે. કેટલાક રિવૉર્ડ્સમાં ઉંમરની યોગ્યતાની આવશ્યકતા હોઈ શકે છે. સંબંધિત ઑફરમાં આવી કોઈ પણ આવશ્યકતાનો સમાવેશ કરવામાં આવશે. તમે રિવૉર્ડના સ્વીકાર અને ઉપયોગ માટે બધા પ્રાંતના, રાજ્યના અને સ્થાનિક કરવેરા અને અન્ય ખર્ચા માટે જવાબદાર છો. તમારા રિવૉર્ડનો ઑર્ડર કરતી વખતે તમે જે ઈમેલ સરનામું આપશો તેના પર રિવોર્ડ્સ મોકલવામાં આવશે, તેથી તમારું ઈમેલ સરનામું અપ ટૂ ડેટ રાખો. જે રિવૉર્ડ્સનું વિતરણ થઈ શકે તેમ નહીં હોય તે ફરીથી ઇશ્યૂ કરવામાં નહીં આવે અને તેથી રદબાતલ કરવામાં આવશે. રિવૉર્ડ્સનું પુનઃવેચાણ નહીં કરી શકાય.
   • 4. પ્રોગ્રામમાં તમારી સહભાગિતા રદ કરવી. જો તમે તમારા પ્રોગ્રામ ખાતામાં 18-મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછી એકવાર લૉગ ઇન નહીં કરો, તો તે રદ થઈ જશે. વધારામાં, Microsoft પ્રોગ્રામ સાથે ચેડાં કરવા માટે, તેનું અપમાન કરવા માટે અથવા છેતરપિંડી કરવા માટે અથવા આ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે અમુક વપરાશકર્તાનું પ્રોગ્રામ ખાતું રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. (અમારા અથવા તમારા દ્વારા) પ્રોગ્રામ રદ થયેથી અથવા જો પ્રોગ્રામનું નિલંબન થાય, તો તમે તમારા પૉઇન્ટ્સ 90 દિવસમાં રિડીમ કરી શકશો; અન્યથા, આ પૉઇન્ટ્સ રદબાતલ થશે. રદ્દીકરણ સમયે, પ્રોગ્રામનો ઉપયોગ કરવાનો અને ભવિષ્યમાં પૉઇન્ટ્સ એકઠા કરવાનો તમારો અધિકાર સમાપ્ત થાય છે.
   • 5. અન્ય શરતો. જો Microsoft માને કે તમે પ્રોગ્રામના કોઈ પણ પાસા સાથે ચેડાં કરો છો અથવા તેનો દુરૂપયોગ કરો છો અથવા આ નિયમોનું ઉલ્લંઘન કરે તેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છો, તો Microsoft તમને અયોગ્ય ઠરાવવાનો; પ્રોગ્રામ અથવા તમારા રિવૉર્ડ્સ ખાતાની તમારી ઍક્સેસ અક્ષમ કરવાનો; અને/અથવા પૉઇન્ટ્સ, રિવૉર્ડ્સ અને ધર્માદા માટેના યોગદાનો અટકાવવાનો અધિકાર ધરાવે છે.
સંપૂર્ણ પાઠ
વિવિધવિવિધ16_17_18_miscellaneous
સારાંશ

14. વિવિધ. આ અનુભાગો, અને અનુભાગો 1, 9 (આ શરતોની સમાપ્તિ પહેલા વસૂલવામાં આવેલી રકમ), 10, 11, 12, 15, 17 અને આ શરતોની સમાપ્તિ પછી તેમની શરતો દ્વારા લાગુ હોય તેવા આ શરતોની સમાપ્તિ અથવા રદ્દીકરણને બચાવશે. લાગુ કાયદા દ્વારા પરવાનગી પ્રાપ્ત મર્યાદા સુધી, અમે આ શરતો, આ શરત હેઠળ અમારા કર્તવ્યોનો પેટાકરાર અથવા આ શરતો હેઠળ અમારા અધિકારોનું પેટાલાઇસન્સ, સંપૂર્ણ અથવા ભાગમાં, તમને સૂચના આપ્યાં વિના કોઈપણ સમયે સોંપી શકીએ છીએ. તમે આ શરતોની સોંપણી કે સેવાઓના ઉપયોગના અધિકારોને સ્થાનાંતરિત કરી શકશો નહીં. આ સેવાઓના તમારા ઉપયોગ માટે તમારી અને Microsoft ની વચ્ચે સંપૂર્ણ કરાર છે. તે સેવાઓના તમારા ઉપયોગથી સંબંધિત તમારી અને Microsoft ની વચ્ચે પહેલાના કોઈપણ કરારોને દૂર કરે છે. આ શરતોમાં દાખલ થઈને, તમે આ શરતોમાં સ્પષ્ટ રૂપે સ્થાપિત સિવાયના કોઈપણ વિધાનો, પ્રસ્તુતિ, બાંયધરી, સમજ, વચન અથવા ચોક્કસતા પર વિશ્વાસ કરતા નથી. આ શરતોના બધા ભાગો સંબંધિત કાયદા દ્વારા મંજૂરી આપેલ મહત્તમ સીમા સુધી લાગુ થાય છે. જો અદાલત કે મધ્યસ્થિઓ રોકે છે, તો લેખિત મુજબ અમે આ શરતોના ભાગને લાગુ કરી શકતા નથી, અમે તે શરતોને સંબંધિત કાયદા હેઠળ લાગુ કરવા યોગ્ય સીમા સુધી તેના જેવી શરતો સાથે બદલી શકીએ છીએ, પરંતુ આ બાકીની શરતો બદલાશે નહીં. આ શરતો એકમાત્ર તમારા અને અમારા લાભ માટે જ છે. આ શરતો Microsoft ના ઉત્તરાધિકારીઓ અને નિમણૂકો સિવાય, કોઈ અન્ય વ્યક્તિના લાભ માટે નથી. અનુભાગ મથાળા ફક્ર્ત સંદર્ભ માટે જ છે અને કોઈ કાનૂની પ્રભાવ ધરાવતા નથી.

15. દાવો એક વર્ષની અંદર નોંધાવી દેવો આવશ્યક છે. તમારા સ્થાનિક કાયદાને દાવા નોંધાવા માટે લાંબા સમયની આવશ્યકતા ન હોય ત્યાં સુધી, આ શરતો અથવા સેવાઓથી સંબંધિત કોઈપણ દાવો તમે પહેલી વખત દાવો નોંધાવી શકો તેનના એક વર્ષની અંદર અદાલત (અથવા જો અનુભાગ 10(d) લાગુ થાય તો પતાવટ) માં નોંધાવવો આવશ્યક છે. જો તે સમય દરમ્યાનમાં નોંધાવામાં ન આવે, તો તેને કાયમી ધોરણે અવરોધિત કરવામાં આવશે.

16. નિકાસના કાયદા. તમારે સૉફ્ટવેર અને/અથવા સેવાઓ પર લાગુ થતા બધા રાષ્ટ્ર્રીય અને આંતર રાષ્ટ્રીય નિકાસ કાયદાનું પાલન કરવું આવશ્યક છે, જેમાં ગંતવ્યો, એન્ડ યુઝર્સ અને એન્ડ યુઝ અંગે પ્રતિબંધોનો સમાવેશ છે. ભૌગોલિક અને નિકાસ પ્રતિબંધો વિષે વધુ માહિતી માટે, https://go.microsoft.com/fwlink/?linkid=868968 અને https://www.microsoft.com/exporting ની મુલાકાત લો.

17. અધિકારો અને પ્રતિક્રિયાનું આરક્ષણ. આ શરતોમાં સ્પષ્ટરૂપે બતાવેલ સિવાય, Microsoft તમને લાઇસન્સ અથવા કોઈપણ નામ, વ્યવસાયની ડ્રેસ, લોગો કે સમાન વસ્તુઓ સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, Microsoft અથવા તેની કોઈપણ સંબંધિત એન્ટિટીની માલિકીવાળા અથવા તેમના દ્વારા નિયંત્રિત કરેલ કોઈપણ પેટન્ટ, વ્યવહારુ જ્ઞાન, કૉપિરાઇટ્સ, વ્યવસાય રહસ્યો, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય બૌદ્ધિક સંપદા હેઠળ કોઈપણ પ્રકારનાં અન્ય કોઈપણ અધિકારો આપતું નથી. જો તમે Microsoft ને વિના મર્યાદાએ નવા ઉત્પાદનો, તકનીકો, પ્રચારો, ઉત્પાદનના નામો, ઉત્પાદન પ્રતિક્રિયા અને ઉત્પાદન સુધાર ("પ્રતિક્રિયા") વિશેના વિચારો સહિત, કોઈ પણ વિચાર, પ્રસ્તાવ, સૂચન અથવા પ્રતિક્રિયા આપો, તો તમે Microsoft ને તમને શુલ્ક, રૉયલ્ટિ આપવાનો અથવા અન્ય કોઈ પણ બંધન વિના, તમારી પ્રતિક્રિયાનાં, કોઈ પણ રીતે અને કોઈ પણ હેતુસર, વ્યુત્પન્ન કાર્યો બનાવવાનો, કોઈ પાસે બનાવડાવાનો, તેની રચના કરવાનો, તેનો ઉપયોગ કરવાનો, તેને શેર કરવાનો અને વ્યવસાયિક બનાવવાનો અધિકાર આપો છો. તમે એવી કોઈપણ પ્રતિક્રિયા આપશો નહીં કે જે તે લાઇસન્સને આધીન હોય કે જેમાં Microsoft ને, Microsoft માં તમારી પ્રતિક્રિયા સામેલ હોવાને કારણે કોઈપણ તૃતીય પક્ષ માટે તેના સોફ્ટવેર, તકનીકો, દસ્તાવેજીકરણને લાઇસન્સીકૃત કરવાની જરૂર હોય.

સંપૂર્ણ પાઠ
નોટિસોનોટિસોNOTICES
સારાંશ

બૌદ્ધિક મિલકત ઉલ્લંઘનના દાવા કરવા માટે નોટિસો અને પ્રક્રિયા. Microsoft તૃતીય પક્ષોના બૌદ્ધિક મિલકત અધિકારોનો આદર કરે છે. જો તમે કૉપિરાઇટ ઉલ્લંઘનની નકલ સહિતસ બૌદ્ધિક મિલકત ઉલ્લંઘનની નોટિસ મોકલવા માંગતા હોવ તો, કૃપયા ઉલ્લંઘનની નોટિસો સબમિટ કરવા માટેની અમારી પ્રક્રિયાઓનો ઉપયોગ કરો. માત્ર આ પ્રક્રિયાઓ સાથે સંલગ્ન ન હોય તેવી પૂછપરછો માટે જ પ્રતિસાદ પ્રાપ્ત થશે.

Microsoft કૉપિરાઇટ ઉલ્લંઘનની નોટિસોને પ્રત્યુત્તર આપવા માટે શીર્ષક 17, યુનાઇટેડ સ્ટેટ્સ કોડ, વિભાગ 512 માં સુયોજીત કરેલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. યોગ્ય પરિસ્થિતિઓમાં, Microsoft પુનરાવર્તિત ઉલ્લંઘનકારો હોઈ શકતાં Microsoft સેવાઓના ઉપયોગકર્તાઓના એકાઉન્ટટ્સને પણ અક્ષમ અથવા સમાપ્ત કરી શકે છે.

બૌદ્ધિક સંપત્તિ સંબંધિત નોટિસો અને પ્રક્રિયાઓ જાહેરાતમાં દેખાય છે. અમારા જાહેરાત નેટવર્ક પર દેખાતી બૌદ્ધિક સંપત્તિ સંબંધમાં કૃપયા અમારી બૌદ્ધિક સંપત્તિ માર્ગદર્શનોની સમીક્ષા કરો.

કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક નોટિસ. આ સેવાઓ કૉપિરાઇટ © 2018 Microsoft Corporation અને / અથવા તેના સપ્લાયર્સ, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. ની છે. તમામ હક અનામત. Microsoft અને બધા Microsoft ઉત્પાદનો, સોફ્ટવેર અને સેવાઓના નામો, લોગો, અને ચિહ્નો એ યુનાઇટેડ સ્ટેટ્સ અને / અથવા અન્ય દેશોમાં Microsoftના ટ્રેડમાર્ક્સ અથવા નોંધાયેલ ટ્રેડમાર્ક્સ હોઈ શકે છે. વાસ્તવિક કંપનીઓ અને ઉત્પાદનોના નામો તેમના સંબંધિત માલિકોના ટ્રેડમાર્ક્સ હોઈ શકે છે. સ્પષ્ટ રૂપે આ શરતોમાં મંજૂર ન કરેલ કોઈપણ અધિકારો આરક્ષિત છે. અમુક Microsoft વેબસાઇટ સર્વરોમાં ઉપયોગ થતાં અમુક સોફ્ટવેર સ્વતંત્ર JPEG ગ્રુપના કામ પરના ભાગ પર આધારિત છે. Copyright © 1991-1996 Thomas G. Lane. તમામ હક અનામત. અમુક Microsoft વેબસાઇટ સર્વરોમાં ઉપયોગ થતું "gnuplot" સોફ્ટવેર એ © 1986‑1993 થોમસ વિલિયમ્સ, કોલિન કેલી કોપીરાઇટ છે. તમામ હક અનામત.

મેડિકલ નોટિસ. Microsoft મેડિકલ અથવા અન્ય કોઈપણ સ્વાસ્થ્ય દેખભાળ સલાહ, નિદાન અથવા સારવાર પૂરું પાડતું નથી. હંમેશા તબીબી સ્થિતિ, આહાર, તંદુરસ્તી અથવા સુખાકારી કાર્યક્રમ સંબંધિત તમને હોઈ શકતાં કોઈપણ પ્રશ્નોની તમારા ચિકિત્સક અથવા અન્ય લાયક સ્વાસ્થ્ય દેખભાળ પ્રદાતાની સલાહ લો. તમે સેવાઓ મારફતે અથવા તેના પર ઍક્સેસ કરો તે માહિતીના કારણે વ્યાવસાયિક તબીબી સલાહને ક્યારેય અવગણો નહીં અથવા તેને લેવામાં વિલંબ કરો નહીં.

સ્ટોક ક્વોટ્સ અને ઇન્ડેક્સ ડેટા(ઇન્ડેક્સ મૂલ્યો સહિત). © 2013 Morningstar, Inc. તમામ હક અનામત. અહીં સમાવિષ્ટ માહિતી: (1) એ Morningstar અને/અથવા તેના સામગ્રી પ્રદાતાઓની માલિકીનું છે; (2) તેની નકલ અથવા વિતરણ કરી શકાશે નહી; અને (3) તે ચોક્કસ, પૂર્ણ અથવા સમયસર હોવાની વોરંટી કરવામાં આવતી નથી. ના Morningstar અને ના તેના સામગ્રી પ્રદાતાઓ આ માહિતીના કોઈપણ ઉપયોગથી થતાં કોઈપણ નુકસાનો અથવા ક્ષતિઓ માટે જવાબદાર નથી. ભૂતકાળનું પ્રદર્શન એ ભવિષ્યના પરિણામોની ગેરંટી નથી.

તમે Dow Jones સાથે એક અલગ લેખિત કરાર વગર કોઈપણ નાણાંકીય સાધનો અથવા રોકાણ ઉત્પાદનો (દાખલા તરીકે, ડેરીવેટીવ્ઝ, માળખાંકીય ઉત્પાદનો, રોકાણ ભંડોળો, એક્સચેન્જ-ટ્રેડેડ ભંડોળો, રોકાણ પોર્ટફોલિયો, વગેરે., જ્યાં સાધન અથવા રોકાણ ઉત્પાદની કિંમત, વળતર, અને/અથવા પ્રદર્શન ઈપણ ઇન્ડેક્સ અથવા કોઈપણઇન્ડેક્સની પ્રોક્સીને ટ્રેક કરવા પર આધારિત, સંબંધિત અથવા પ્રેરિત છે) ની ફાળવણી, નિર્માણ, સ્પોન્સરશીપ, વેપાર, માર્કેટીંગ, અથવા બઢતીના સંબંધમાં Dow Jones IndexesSM, ઇન્ડેક્સ ડેટા, અથવા Dow Jones માર્ક્સના કોઈપણનો ઉપયોગ કરી શકો નહી.

નાણાંકીય નોટિસ. Microsoft યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ સિક્યુરિટીઝ કાયદા અથવા અન્ય ન્યાયક્ષેત્રોના સિક્યોરિટીઝ કાયદા હેઠળ એક બ્રોકર/ વેપારી અથવા નોંધાયેલ રોકાણ સલાહકાર નથી અને સિક્યુરિટીઝ અને અન્ય નાણાકીય ઉત્પાદનો અથવા સેવાઓમાં રોકાણ કરવું, ખરીદી, અથવા વેચાણ કરવાના ઓચિત્ય પ્રમાણે વ્યક્તિઓને સલાહ આપતું નથી. કોઈપણ સિક્યુરિટીને ખરીદવા અથવા વેચવા માટે સેવાઓમાં ઑફર તરીકે કંઈપણ સમાયેલ નથી. ના Microsoft અને ના સ્ટોક ક્વોટ્સ અથવા ઇન્ડેક્સ ડેટાના તેના લાયસન્સરો કોઈપણ ચોક્કસ નાણાંકીય ઉત્પાદનો અથવા સેવાઓને સમર્થન અથવા ભલામણ કરતું નથી. સેવાઓમાં કંઈપણ વિના મર્યાદાએ રોકાણ અથવા કર સલાહ સહિત, વ્યાવસાયિક સલાહ તરીકે હેતુસર નથી.

H.264/AVC, MPEG-4 વિઝ્યુઅલ, અને VC-1 વીડિયો સ્ટાન્ડર્ડ્સ અંગેની નોટિસો. સોફ્ટવેર H.264/AVC, MPEG-4 વિઝ્યુઅલ અને/અથવા VC-1 કોડેક ટેકનોલોજીનો સમાવેશ કરી શકે છે જે MPEG LA, L.L.C દ્વારા લાયસન્સ કરેલ હોઈ શકે છે. આ ટેકનોલોજી વીડિયો માહિતીના ડેટા સંકુચનનું એક સ્વરૂપ છે. MPEG LA, L.L.C. માટે આ નોટિસ આવશ્યક છે:

આ ઉત્પાદન (A) ધોરણો ("વીડિયો ધોરણો") ના અનુપાલનમાં વીડિયો એન્કોડ કરવા અને/અથવાOR (B) H.264/AVC, MPEG-4 VISUAL, અને VC-1 વીડિયોને ડિકોડ કરવા માટે જે વ્યક્તિગત અથવા બિનધંધાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ ઉપભોક્તા દ્વારા એન્કોડ કરેલ હતો અને/અથવા આવા વીડિયા પૂરાં પાડવા માટે લાયસન્સ થયેલ વીડિયો પ્રદાતાથી મેળવેલ હતો, ઉપભોક્તાના વ્યક્તિગત અને બિનધંધાકીય ઉપયોગ માટે H.264/AVC, MPEG-4 વિઝ્યુઅલ, અને VC-1 પેટન્ટ પોર્ટફોલિયો લાયસન્સો હેઠળ લાયસન્સ કરેલ છે. એક લેખમાં આ સોફ્ટવેર સાથે સમાવિષ્ટ આવા ઉત્પાદનને અનુલક્ષીને કોઈપણ લાયસન્સ કોઈપણ ઉત્પાદનને વિસ્તરિત નથી. કોઈપણ લાયસન્સ કોઈપણ અન્ય ઉપયોગ માટે માન્ય અથવા ગર્ભિત રહેશે નહી. વધારાની માહિતી MPEG LA, L.L.C. થી મેળવી શકાય. MPEG LA વેબસાઇટ જુઓ.

સ્પષ્ટીકરણ હેતુસર જ, આ નોટિસ (i) તૃતીય પક્ષોને સોફ્ટવેરનું પુન:વિતરણ, અથવા (ii) તૃતીય પક્ષોને વિતરણ માટે વીડિયો ધોરણો અનુવર્તી ટેકનોલોજી સાથેની સામગ્રીના નિર્માણનો, સમાવેશ ન કરતા હોય તેવા વ્યવસાયને વ્યક્તિગત હોય તેવા સામાન્ય વ્યવસાય ઉપયોગો માટેની આ શરતો હેઠળ પૂરા પાડેલ સોફ્ટવેરના ઉપયોગોને મર્યાદિત અથવા નિષિદ્ધ કરતી નથી.

સંપૂર્ણ પાઠ
પ્રમાણભૂત એપ્લિકેશન લાયસન્સ શરતોપ્રમાણભૂત એપ્લિકેશન લાયસન્સ શરતોSTANDARDAPPLICATIONLICENSETERMS
સારાંશ

પ્રમાણભૂત એપ્લિકેશન લાયસન્સ શરતો

MICROSOFT STORE, WINDOWS સ્ટોર અને XBOX સ્ટોર

આ લાયસન્સ શરતો એ તમારા અને એપ્લિકેશન પ્રકાશક વચ્ચેનો એક કરાર છે. કૃપયા તેઓને વાંચો. તે તમે Microsoft Store, Windows સ્ટોર અથવા Xbox સ્ટોર (જેમાંનો દરેક લાઇસન્સની આ શરતોમાં "સ્ટોર" તરીકે સંદર્ભિત છે) પરથી ડાઉનલોડ કરો તે સૉફ્ટવેર એપ્લિકેશનોને લાગુ થાય છે, જેમાં એપ્લિકેશન માટેના બધા અપડેટ અથવા સપ્લિમેન્ટનો સમાવેશ થાય છે, સિવાય કે એપ્લિકેશન અલગ શરતો સાથે આવી હોય, જે કિસ્સામાં એ શરતો લાગુ થાય છે.

એપ્લિકેશનને ડાઉનલોડ કરવા અથવા તેનો ઉપયોગ કરવા દ્વારા, અથવા આમાંનું કંઈપણ કરવા દ્વારા, તમે આ શરતોને સ્વીકારો છો. જો તમે તેઓને સ્વીકારતાં નથી તો, તમે એપ્લિકેશન પરનો અધિકાર ધરાવતાં નથી અને તમારે તેને ડાઉનલોડ અથવા તેનો ઉપયોગ કરવો જોઈએ નહી.

એપ્લિકેશનના પ્રકાશકનો અર્થ છે સ્ટોરમાં જણાવ્યા મુજબ, તમને એપ્લિકેશનનું લાઇસન્સ આપનાર અસ્તિત્વ.

જો તમે આ લાયસન્સ શરતોનું પાલન કરો છો તો, તમે નીચેના અધિકારો ધરાવો છો.

 • 1. ઇન્સ્ટોલેશન અને ઉપયોગ અધિકારો; સમાપ્તિ. તમે Microsoft ના વપરાશના નિયમોમાં વર્ણન કરેલ મુજબ Windows ડિવાઇસેસ અથવા Xbox કન્સોલ પર એપ્લિકેશનને ઇન્સ્ટોલ અને તેનો ઉપયોગ કરી શકો છો. Microsoft કોઈ પણ સમયે Microsoft ના વપરાશના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
 • 2. ઇન્ટરનેટ-આધારિત સેવાઓ.
  • a. ઇન્ટરનેટ આધારિત અથવા વાયરલેસ સેવાઓ માટેની સંમતિ. જો એપ્લિકેશન નેટવર્ક પર કંપ્યુટર સિસ્ટમથી જોડાય છે, જે ઇન્ટરનેટ આધારિત અથવા વાયરલેસ સેવા માટે પ્રમાણભૂત ઉપકરણ માહિતી (તમારા ઉપકરણ, સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર, અને પેરીફિરલ્સ અંગેની તકનીકી માહિતી સહિત પરંતુ મર્યાદિત નહી)ના પ્રસારણ માટેની તમારી સંમતિ મુજબ સંચાલિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને, જે વાયરલેસ નેટવર્ક મારફતે સમાવેશ કરી શકે છે. જો અન્ય શરતોને એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઍક્સેસ કરેલ સેવાઓના તમારા ઉપયોગના સંબંધમાં રજૂ કરવામાં આવે તો, તે શરતો પણ લાગુ થાય છે.
  • b. ઇન્ટરનેટ-આધારિત સેવાઓનો દુરૂપયોગ. તમે કોઈપણ ઇન્ટરનેટ-આધારિત સેવાનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકો નહી જે તેને નુકસાન કરી શકો અથવા અન્ય કોઈપણના તેના ઉપયોગને અથવા વાયરલેસ નેટવર્કને નષ્ટ કરી શકે. તમે કોઈપણ રીતે કોઈપણ સેવા, ડેટા, એકાઉન્ટ, અથવા નેટવર્ક પર અનધિકૃત ઍક્સેસ મેળવવા માટેનો પ્રયાસ કરવા સેવાનો ઉપયોગ કરી શકો નહી.
 • 3. લાયસન્સનો સ્કોપ. એપ્લિકેશન લાયસન્સ કરેલ છે, વેચેલ નથી. આ કરાર માત્ર તમને એપ્લિકેશનના ઉપયોગ પરના કેટલાક અધિકારો આપે છે. જો Microsoft એ Microsoft સાથેના તમારા કરારને અનુસરીને તમારા ઉપકરણો પરના એપ્લિકેશનોના ઉપયોગની ક્ષમતાને અક્ષમ કરશે તો, કોઈપણ સંલગ્ન લાયસન્સ અધિકારો સમાપ્ત થશે. એપ્લિકેશનના પ્રકાશકના અન્ય સર્વાધિકાર સુરક્ષિત છે. આ મર્યાદા હોવા છતાં અન્યથા લાગુ કાયદો તમને વધુ અધિકારો આપે તો, તમે આ કરારમાં સ્પષ્ટપણે પરવાનગી આપેલ હોય માત્ર તે રીતે જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આમ કરવામાં, તમારે એપ્લિકેશનમાંની કોઈપણ તકનીકી મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે જે માત્ર તમને કેટલીક નિશ્ચિત રીતે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તમે કરી શકો નહી:
  • a. એપ્લિકેશનમાંની કોઈપણ તકનીકી મર્યાદાઓ પર કામ.
  • b. તમે આ મર્યાદા હોવા છતાં, લાગુ કાયદો સ્પષ્ટપણે પરવાનગી આપે તે મર્યાદા સિવાય, એપ્લિકેશનના એન્જીનીયરની બદલી, ડિકમ્પાઇલ અથવા ડિસેમ્બલ કરી શકો નહી.
  • c. આ મર્યાદા હોવા છતાં, આ કરારમાં નિર્દિષ્ટ અથવા લાગુ કાયદા દ્વારા માન્ય કર્યા સિવાય એપ્લિકેશનની વધુ નકલો બનાવી શકો નહી.
  • d. એપ્લિકેશનને પ્રકાશિત કરી શકો નહી અથવા અન્યથા બીજાઓને નકલ કરવા માટે ઉપલબ્ધ કરાવી શકો નહી.
  • e. એપ્લિકેશનને ભાડે, ગણોત અથવા ધીરી શકો નહી.
  • f. એપ્લિકેશન અથવા આ કરારનું કોઈ તૃતીય પક્ષને હસ્તાંતરણ કરવું.
 • 4. દસ્તાવેજીકરણ. જો એપ્લિકેશન સાથે દસ્તાવેજો પૂરા પાડેલ હોય તો, તમે વ્યક્તિગત સંદર્ભ હેતુસર દસ્તાવેજોની નકલ અને ઉપયોગ કરી શકો છો.
 • 5. તકનીકી અને આયાત પ્રતિબંધો. એપ્લિકેશન યુનાઇટેડ સ્ટેટ્સ અથવા આંતરરાષ્ટ્રીય તકનીકી નિયંત્રણ અથવા આયાત કાયદા અને નિયમનોને આધીન હોઈ શકે છે. તમારે બધા સ્વદેશી અને આંતરરાષ્ટ્રીય આયાત કાયદા અને નિયમનોનું પાલન કરવું જરૂરી છે જે સોફ્ટવેર દ્વારા વપરાતી અથવા સમર્થિત તકનીકને લાગુ થાય છે. આ કાયદાઓ ગંતવ્યો, અંતિમ ઉપયોગકર્તાઓ અને અંતિમ ઉપયોગ પરના પ્રતિબંધોનો સમાવેશ કરે છે. Microsoft બ્રાન્ડના ઉત્પાદનો પરની માહિતી માટે, Microsoft આયાત વેબસાઇટ પર જાઓ.
 • 6. સહાય સેવાઓ. કઈ સહાય સેવાઓ ઉપલબ્ધ છે તે નિર્ધારિત કરવા માટે એપ્લિકેશનના પ્રકાશકનો સંપર્ક કરો. Microsoft, તમારો હાર્ડવેર નિર્માતા, અને તમારું વાયરલેસ કેરિયર (અન્યથા કે તેમાંનો એક એપ્લિકેશન પ્રકાશક છે) એ એપ્લિકેશન માટેની સહાય સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર નથી.
 • 7. સંપૂર્ણ કરાર. આ કરાર, કોઈપણ લાગુ ગોપનીયતા નીતિ, એપ્લિકેશનની સાથે જોડાયેલી કોઈપણ અતિરિક્ત શરતો, અને પૂરકો અને અપડેટ્સ માટેની શરતો એ એપ્લિકેશન માટેનો તમારા અને એપ્લિકેશન પ્રકાશક વચ્ચે સંપૂર્ણ લાઇસન્સ છે.
 • 8. લાગુ કાયદો.
  • a. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કૅનેડામાં એપ્લિકેશન મેળવી હોય, તો જ્યાં તમે રહેતા હો (અથવા જ્યાં તમારો વ્યવસાય કે વ્યવસાયનું મુખ્ય સ્થાન હોય) તે રાજ્યના કે પ્રાંતના કાયદા આ કરારના અર્થઘટનનું સંચાલન કરે છે અને તેના ઉલ્લંઘન માટેના દાવાને અને (ગ્રાહક સુરક્ષા, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિતના) અન્ય બધા દાવાઓને, કાયદાની વિસંગતિના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા વિના, લાગુ થાય છે.
  • b. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની બહાર. જો તમે એપ્લિકેશનને અન્ય દેશમાં મેળવેલ હોય તો, તે દેશના કાયદાઓ લાગુ થાય છે.
 • 9. કાનૂની પ્રભાવ. આ કરાર કેટલાક કાનૂની અધિકારોનું વર્ણન કરે છે. તમે તમારા રાજ્ય અથવા દેશના કાયદાઓ હેઠળ અન્ય અધિકારો ધરાવી શકો છો. આ કરાર જો તમારા રાજ્ય અથવા દેશના કાયદાઓ આમ કરવાની પરવાનગી ન આપતાં હોય તો તમારા રાજ્ય અથવા દેશના કાયદાઓ હેઠળ તમારા અધિકારોને બદલતો નથી.
 • 10. વોરંટીનો અસ્વીકાર. એપ્લિકેશનને "જેમ-છે-તેમ", "તમામ ક્ષતિઓ સાથે" અને "ઉપલબ્ધ મુજબ" લાયસન્સ કરેલ છે. તમે તેના ઉપયોગ કરવાના તમામ જોખમોને વહન કરો છો. એપ્લિકેશન પ્રકાશક, તેના, Microsoft (જો Microsoft એપ્લિકેશન પ્રકાશક ન હોય તો), વાયરલેસ કેરિયરો જેના નેટવર્ક પર એપ્લિકેશન પૂરું પાડવામાં આવે છે, અને અમારા દરેક આદરણીય સંયોજનો, વિક્રેતાઓ, એજન્ટો અને સપ્લાયરો ("આવૃત પક્ષો")વતી, એપ્લિકેશનના સંબંધમાં કોઈપણ સ્પષ્ટ વોરંટીઓ, અથવા શરતો આપતો નથી. એપ્લિકેશનની ગુણવત્તા, સુરક્ષા, સ્વસ્થતા અને પ્રદર્શન પરનું સંપૂર્ણ જોખમ તમારી સાથે છે. એપ્લિકેશન ક્ષતિગ્રસ્ત દેખાય તો, તમારે બધી આવશ્યક મરમ્ત અથવા દુરસ્તીના સંપૂર્ણ ખર્ચને લેવાનો છે. તમે તમારા સ્થાનિક કાયદાઓ હેઠળ વધારાના ઉપભોક્તા અધિકારો ધરાવી શકો છો જેને આ કરાર બદલી શકે નહીં. તમારા સ્થાનિક કાયદામાં પરવાનગી પ્રાપ્ત મર્યાદા સુધી, આવૃત પક્ષો વેચાણક્ષમતા, વિશિષ્ટ હેતુસરનું પૂર્તિ, સુરક્ષા, સ્વસ્થતા અને બિન-ઉલ્લંઘન સહિતની કોઈપણ ગર્ભિત વોરંટીઓ અથવા શરતોને બાકાત રાખે છે.
 • 11. ઉપાયો અને નુકસાનોની મર્યાદા અને તેઓને બાકાત રાખવા. કાયદા દ્વારા નિષિદ્ધ ન હોય તે મર્યાદામાં, જો તમારી પાસે રિકવરીંગ નકસાનો માટેના કોઈપણ મૂળ આધારો હોય તો, તમે એપ્લિકેશન માટે ચૂકવેલ રકમ સુધીના પ્રત્યક્ષ નુકસાનો અથવા USD$1.00, જે મોટું હોય તે, એપ્લિકેશન પ્રકાશક પાસેથી રિકવર કરી શકો છો. તમે એપ્લિકેશન પ્રદાતા પાસેથી ગૌણ, નુકસાન નફાઓ, વિશેષ, અપ્રત્યક્ષ અથવા આકસ્મિક નુકસાનો સહિત, કોઈપણ અન્ય નુકસાનોને રિકવર કરવાની માંગણી કરવાનો કોઈપણ અધિકાર ધરાવશો, અને રાખી શકશો નહીં. જો તમારા સ્થાનિક કાયદાઓ આ શરતો ન રાખતી હોય તો પણ વોરંટી, ગેરંટી અથવા શરત લાદતા હોય તો, તેની અવધિ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તે સમયથી 90-દિવસ માટે મર્યાદિત છે.

આ મર્યાદા લાગુ થાય છે:

 • એપ્લિકેશન અથવા એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ કરાવેલ સેવાઓને સંબંધિત કંઈપણ; અને
 • કરાર, વોરંટી, ગેરંટી અથવા શરતના ઉલ્લંઘન માટેના દાવાઓ; કડક જવાબદારી, બેદરકારી, અથવા અન્ય અપકૃત્ય; કાનૂન અથવા નિયમનનું ઉલ્લંઘન; અન્યાયી સંવર્ધન; અથવા અન્ય કોઈપણ સિદ્ધાંત; લાગુ કાયદા દ્વારા પરવાનગી પ્રાપ્ત મર્યાદામાં તમામ.

જો નિમ્નલિખિત હોય તો પણ તે લાગુ થાય છે:

 • આ ઉપાય તમને સંપૂર્ણપણે કોઈપણ નુકસાનો માટે વળતર કરતો નથી; અથવા
 • એપ્લિકેશન પ્રદાતા નુકસાનોની શક્યતા અંગે જાણે છે અથવા તેને જણાવવું જોઈએ.
સંપૂર્ણ પાઠ
આવૃત સેવાઓઆવૃત સેવાઓserviceslist
સારાંશ

નિમ્નલિખિત ઉત્પાદનો, એપ્સ અને સેવાઓ Microsoft સેવા કરાર દ્વારા આવૃત છે, પરંતુ તમારા માર્કેટમાં ઉપલબ્ધ ન હોઈ શકે.

 • Account.microsoft.com
 • Advertising.microsoft.com
 • Bing App for Android
 • Bing Bots
 • Bing Business Bot
 • Bing for Business
 • Bing Image and News (iOS)
 • Bing Search APIs/SDKs
 • Bing Sportscaster
 • Bing Translator
 • Bing Webmaster
 • Bing એપ્સ
 • Bing ટૂલબાર
 • Bing ડેસ્કટોપ
 • Bing નકશા
 • Bing વર્ગખંડમાં
 • Bing વીકીપીડિયા બ્રાઉઝર
 • Bing શબ્દકોશ
 • Bing શોધ એપ
 • Bing.com
 • Bing
 • Bingplaces.com
 • Cortana skills by Microsoft
 • Cortana
 • Default Homepage and New Tab Page on Microsoft Edge
 • Dev Center App
 • Dictate
 • Docs.com
 • education.minecraft.net
 • Face Swap
 • Feedback Intake Tool for Azure Maps (aka “Azure Maps Feedback”)
 • Forms.microsoft.com
 • forzamotorsport.net
 • Groove Music Pass
 • Groove
 • GroupMe
 • HealthVault
 • LineBack
 • Microsoft Academic
 • Microsoft Add-Ins for Skype
 • Microsoft Bots
 • Microsoft Educator Community
 • Microsoft Pay
 • Microsoft Research Interactive Science
 • Microsoft Research Open Data
 • Microsoft Soundscape
 • Microsoft Translator
 • Microsoft XiaoIce
 • Microsoft એકાઉન્ટ
 • Microsoft દ્વારા પ્રકાશિત Windows ગેમ્સ, એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ
 • Microsoft ફેમિલી
 • Microsoft મૂવીઝ અને ટી.વી.
 • Microsoft વોલપેપર
 • Microsoft સ્વાસ્થ્ય
 • Mixer
 • MSN Explorer
 • MSN ખાદ્યપદાર્થ અને પીણાં
 • MSN ડાયલ અપ
 • MSN પૈસા
 • MSN પ્રવાસ
 • MSN રમતગમત
 • MSN સમાચાર
 • MSN સ્વાસ્થ્ય અને તંદુરસ્તી
 • MSN હવામાન
 • MSN.com
 • Office 365 Pro Plus optional connected experiences
 • Office 365 ઉપભોક્તા
 • Office 365 માટે Microsoft સમર્થન અને પુન:પ્રાપ્તિ સહાયક
 • Office 365 યુનિવર્સિટી
 • Office 365 વ્યક્તિગત
 • Office 365 હોમ
 • Office સ્ટોર
 • Office સ્વે
 • Office.com
 • OneDrive.com
 • OneDrive
 • OneNote.com
 • Outlook.com
 • Paint 3D
 • Presentation Translator
 • Remix 3D
 • Rinna
 • rise4fun
 • Ruuh
 • Seeing AI
 • Send
 • Skype in the Classroom
 • Skype Interviews
 • Skype Qik
 • Skype મેનેજર
 • Skype.com
 • Skype
 • Snip Insights
 • Spreadsheet Keyboard
 • Sprinkles
 • Sway.com
 • to-do.microsoft.com
 • Translator for Microsoft Edge
 • Translator Live
 • UrWeather
 • Video Breakdown
 • Visio Online
 • Web Translator
 • Who’s In
 • Windows Live મેઇલ
 • Windows Live લેખક
 • Windows Movie Maker
 • Windows ફોટો ગેલેરી
 • Windows સ્ટોર
 • Xbox Game Pass
 • Xbox Game Studios ગેમ્સ, એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ
 • Xbox Live Gold
 • Xbox Live
 • Xbox Music Xbox પાસ
 • Xbox Music
 • Xbox Store
 • આગામી લોક સ્ક્રીન
 • ઉપકરણ સ્વાસ્થ્ય એપ
 • ચિત્રમય લોક સ્ક્રીન
 • નકશાં એપ
 • વેબ માટે Office (અગાઉ Office Online)
 • સીટિઝન નેક્સ્ટ
 • સ્ટોર
 • સ્માર્ટ શોધ
સંપૂર્ણ પાઠ
1 માર્ચ, 20180