Windows માટે આવશ્યક ડેટા સંગ્રહ સારાંશ
મહત્વપૂર્ણ
નીચે વર્ણિત માહિતી Windows 11 ને લાગુ પડે છે.
તમારી ગોપનીયતા મહત્વપૂર્ણ છે, જેથી તમે Windows નો ઉપયોગ કરો ત્યારે અમે ડિફૉલ્ટ રૂપથી જે પ્રકારના ડેટા, અથવા જે માહિતી, ભેગી કરીએ, તે બાબત અમે સ્પષ્ટ થવા માંગીએ છીએ. જયારે તમે તમારા ડિવાઇસનો ઉપયોગ પ્રારંભ કરો, ત્યારે ડેટા સંગ્રહના નીચે જણાવેલા પ્રકારો, ડિફૉલ્ટ રૂપથી ચાલુ કરવામાં આવે છે. આ ડેટા Microsoft ને તમારા ડિવાઇસને અપ ટૂ ડેટ અને અપેક્ષિત રીતે કાર્ય કરતું રાખવામાં મદદ કરે છે, અને તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કરતા હો ત્યારે, આ તમને વધુ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા
આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા તમારા ડિવાઇસ, તેની સેટિંગ્સ અને ક્ષમતાઓ, તેમજ તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ, તે વિશેની માહિતી હોય છેે. તમારા ડિવાઇસને વિશ્વસનીય, સુરક્ષિત, અને સામાન્ય પણે કાર્ય કરતું રાખવામાં મદદ કરવા માટે ડાયગ્નોસ્ટિક ડેટાનું આ ન્યૂનતમ આવશ્યક સ્તર હોય છે. તમારા Windows ડિવાઇસને અપ ટૂ ડેટ અને સુરક્ષિત રાખવા; સમસ્યાનો ઉકેલ લાવવા; ઍક્સેસિબિલિટી; વિશ્વસ્નીયતા; પ્રદર્શન; હાજર Windows સુવિધાઓને વધારવા; એપ્લિકેશન્સ, ડ્રાઇવર્સ, અને ઉપયોગિતાઓની સંગતતા; ગોપનીયતા; અને ઊર્જા કાર્યક્ષમતાના સંદર્ભમાં, ઉત્પાદન સુધારણા માટે પણ આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયગ્નોસ્ટિક ડેટા વિશે વધુ જાણો.
Microsoft Defender SmartScreen
Microsoft Defender SmartScreen તમે જે વેબસાઇટ્સની મુલાકાત લો છો અને જે ફાઇલો ડાઉનલોડ કરો છો, તે વિશે Microsoft ને ડેટા મોકલે છે, જેથી તમને ચેતવણી આપી શકાય અને તમને અને તમારા ડિવાઇસને અસુરક્ષિત વેબ સામગ્રી અથવા દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેરથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકાય. કેમ કે તમે જયારે અમારી અને તૃતીય પક્ષોની સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમે હંમેશાં તમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરીએ છીએ, Microsoft Defender SmartScreen ને અમે ડિફૉલ્ટ રૂપથી ચાલુ કરીએ છીએ. Microsoft Defender Smartscreen વિશે વધુ જાણો.