U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓની સૂચના
છેલ્લે અપડેટ કર્યું: માર્ચ 2025
ઓવરવ્યૂ
2018નો કેલિફોર્નિયા ઉપભોક્તા ગોપનીયતા અધિનિયમ (“CCPA”), 1 જાન્યુઆરી, 2020ના રોજ અમલમાં આવ્યો, અને કેલિફોર્નિયાના ગ્રાહકો માટે તેનાથી વિવિધ પ્રકારના ગોપનીયતા અધિકારો બન્યાં. તે સમયથી કેલિફોર્નિયાએ CCPAને સંશોધિત કરેલ છે, અને વધારાના રાજ્યોએ તેમના ઉપભોક્તાઓને સમાન ગોપનીયતા અધિકારો આપતા કાયદા પાસ કર્યા છે. અમે Microsoft ગોપનીયતા વિધાન પર માહિતી પ્રદાન કરીએ તે ઉપરાંત, રાજ્યના આ કાયદાઓની આવશ્યકતા મુજબ ખુલાસા કરવા માટે અમે આ સૂચનાનો ઉપયોગ કરી છીએ. લાગુ પડતા રાજ્ય ઉપભોક્તા આરોગ્ય ગોપનીયતા કાયદાઓ સાથે સંબંધિત ખુલાસાઓ માટે, કૃપા કરીને અમારી કન્ઝ્યુમર હેલ્થ ડેટા ગોપનીયતા નીતિ પણ જુઓ.
કૃપયા નોંધ કરો કે આમાંથી કેટલાક કાયદાઓને અમલમાં મૂકતા નિયમો, હજી નિર્ણિત થયા નથી. અમલીકરણના આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની સાથે, અને અન્યથા જરૂરી હોય તે પ્રમાણે, અમે અમારી પ્રક્રિયાઓ, ખુલાસા, અને આ સૂચનાને અપડેટ કરીશું.
આ સૂચનામાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે:
- પારદર્શિતા: તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં, ઉપયોગમાં લેવામાં, શેર કરવામાં અને વેચવામાં આવે છે તેના વિશે અમે પારદર્શક છીએ.
- નિયંત્રણ: અમે તમને તમારી વ્યક્તિગત માહિતીનું નિયંત્રણ કરવા માટે સક્ષમ કરીએ છીએ, જેમાં તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવાનું, સુધારવાનું અને હટાવવાનું સામેલ છે.
- તમને થતા લાભો: અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તમારા લાભ માટે અને તમારા અનુભવોને બહેતર બનાવવા માટે કરીએ છીએ.
Microsoftના ગોપનીયતા સિદ્ધાંતો વિશે વધુ જાણવા માટે, microsoft.com/privacyની મુલાકાત લો.
પારદર્શિતા
અમે કઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ અને ઉપયોગમાં લઈએ છીએ
તમને તે જાણવાનો અધિકાર છે કે Microsoft કયા-કયા પ્રકારોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે, અમે તે માહિતી કેવી રીતે પ્રાપ્ત કરીએ અને ઉપયોગમાં લઈએ છીએ, અને તે સંગ્રહ માટેના અમારા કયા વ્યવસાયિક હેતુઓ હોય છે.
નીચે આપેલ બુલેટવાળી સૂચીમાં, અમે એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટાની શ્રેણીઓની, વ્યક્તિગત ડેટાના સ્રોતોની, પ્રક્રિયા કરવાના અમારા હેતુઓની, અને જેમને અમે વ્યક્તિગત માહિતી પ્રદાન કરીએ છીએ તે તૃતીય-પક્ષના પ્રાપ્તકર્તાઓની શ્રેણીઓની, બાહ્યરેખા આપીએ છીએ.
વધુ માહિતી માટે, કૃપયા અમારા ગોપનીયતા વિધાન અંગેના અમે એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટા અને યુ.એસ. સ્ટેટ ડેટા ગોપનીયતા અનુભાગો જુઓ. વ્યક્તિગત ડેટા ધારણા માપદંડો અંગેની માહિતી માટે, કૃપયા અમારા ગોપનીયતા વિધાનનો વ્યક્તિગત ડેટાની અમારી જાળવણી અનુભાગ જુઓ.
વ્યક્તિગત ડેટાની શ્રેણીઓ
- નામ અને સંપર્ક ડેટા
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: જેમની સાથે અમે સહ-બ્રાન્ડેડ સેવાઓ ઑફર કરીએ છીએ તે ઉપયોગકર્તાઓ અને પાર્ટનર્સ સાથેની ક્રિયાપ્રતિક્રિયા
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ગ્રાહકના પ્રશ્નોના પ્રતિસાદ આપવા; મદદ, સુરક્ષા અને સમસ્યાનિવારણ; અને માર્કેટિંગ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- ઓળખપત્રો
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; પ્રમાણીકરણ અને ખાતા ઍક્સેસ; અને મદદ, સુરક્ષા અને સમસ્યાનિવારણ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- વસ્તી વિષયક ડેટા
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને ડેટા બ્રોકરો પાસેથી ખરીદીઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા અને પર્સનલાઇઝ કરવા; ઉત્પાદન વિકાસ; મદદ કરવી, સુરક્ષિત કરવું, સમસ્યાનિવારણ કરવું; અને માર્કેટિંગ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- ચુકવણી ડેટા.
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ અને નાણાકીય સંસ્થાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): વાણિજ્ય વ્યવહાર કરવો; વ્યવહારો પર પ્રક્રિયા કરવી; ઑર્ડર્સ પૂર્ણ કરવા; મદદ કરવી, સુરક્ષિત કરવું, અને સમસ્યાનિવારણ કરવું; અને છેતરપિંડીની શોધ કરવી અને તેને અટકાવવી
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- સદસ્યતા અને લાઇસન્સિંગ ડેટા
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ; તૃતીય-પક્ષ સ્ટોરફ્રન્ટ્સ અને એ પ્લેટફોર્મ્સ કે જેના પર અમારા ઉત્પાદનો ખરીદવામાં આવે છે
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા, પર્સનલાઇઝ કરવા અને સક્રિય કરવા; ગ્રાહક સમર્થન આપવું; મદદ, સુરક્ષા અને સમસ્યાનિવારણ પ્રદાન કરવું; માર્કેટિંગ; અને એકાઉન્ટિંગ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- આદાનપ્રદાન
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: Microsoft દ્વારા તે આદાનપ્રદાનો મારફત જનરેટ કરેલા ડેટા સહિત ઉપયોગકર્તાઓ સાથેના આદાનપ્રદાનો
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા અને વ્યક્તિગત કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; માર્કેટિંગ; અને મદદ, સુરક્ષિત અને સમસ્યાનિવારણ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- સામગ્રી
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; સલામતી; અને મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- વિડીયો અથવા રેકોર્ડિંગ્સ
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ સાથેના આદાનપ્રદાન અને સાર્વજનિક રીતે ઉપલબ્ધ સ્રોતો
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; માર્કેટિંગ; મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ; અને સલામતી
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
- પ્રતિક્રિયા અને રેટિંગ્સ
- વ્યક્તિગત ડેટાના સ્રોતો: ઉપયોગકર્તાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; ગ્રાહક સપોર્ટ; અને મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ; સલામતી
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ
તમારી ગોપનીયતા સેટિંગ્સ, તમારી સંમતિને અધીન અને તમે જે ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેમના અને તમારી પસંદગીઓના આધારે, અમે કેટલીક એવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકીએ, તેના પર પ્રક્રિયા કરી શકીએ, અને તેને જાહેર કરી શકીએ જે U.S સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ હેઠળ ‘સંવેદી ડેટા’ તરીકે માનવામાં આવતી હોય. ‘સંવેદી ડેટા’ વ્યક્તિગત માહિતીનો એક સબસેટ છે. નીચે આપેલ સૂચીમાં, અમે એકત્રિત કરીએ છીએ તે સંવેદી ડેટાની શ્રેણીઓ, સંવેદી ડેટાના સ્રોતો, પ્રક્રિયા કરવાના અમારા હેતુઓ, અને જેમની સાથે અમે સંવેદી ડેટાનો ખુલાસો કરીએ છીએ તે તૃતીય-પક્ષના પ્રાપ્તકર્તાઓની શ્રેણીઓની બાહ્યરેખા આપીએ છીએ. અમે એકત્રિત કરી શકીએ તેવા સંવેદી ડેટા વિશેની વધુ માહિતી માટે, કૃપયા અમારા ગોપનીયતા વિધાનનો અમે એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટા અનુભાગ જુઓ.
સંવેદી ડેટાની શ્રેણીઓ
- ખાતા લૉગ-ઇન, નાણાંકીય ખાતું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર, અને ખાતાને ઍક્સેસ કરવા માટેના માધ્યમો (સુરક્ષા અથવા ઍક્સેસ કોડ, પાસવર્ડ, ક્રિડેન્શ્યલ્સ, વગેરે)
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): ઉત્પાદન પ્રદાન કરવા અને વિનંતી કરેલ નાણાકીય વ્યવહારોને પૂર્ણ કરવા
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ચુકવણી પ્રક્રિયા પ્રદાતાઓ
- ભૌગોતિક સ્થાનની ચોક્કસ માહિતી
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ટીમ સાથેની ઉપયોગકર્તાઓની ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): વિનંતી કરેલ સેવા પ્રદાન કરવી; ઉત્પાદન સુધારણા; સેવા પ્રદાન કરવા માટે કેટલીક વિશેષતાઓ તૃતીય પક્ષોને જાહેર કરી શકાય છે
- પ્રાપ્તકર્તાઓ: ઉપયોગકર્તાઓ અને સેવા પ્રદાતાઓ (કૃપયા વધુ માહિતી માટે અમારા ગોપનીયતા વિધાનનો Windows સ્થાન સેવાઓ અને રેકોર્ડિંગ અનુભાગ જુઓ)
- જાતીય અથવા નૃવંશીય મૂળ, ધાર્મિક અથવા દાર્શનિક માન્યતાઓ, અથવા સંઘીય સદસ્યતા
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ઉપયોગકર્તાઓ સાથે સંચાર
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે અને કેવી રીતે જોવામાં આવે છે, તે અંગે બહેતર સમજણ મેળવવા માટે અને ઉત્પાદન અનુભવોને બહેતર બનાવવા માટે શોધ અભ્યાસો કરવા
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ
- તબીબી અથવા માનસિક આરોગ્ય, જાતીય જીવન, અથવા જાતીય અભિમુખતા
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ઉપયોગકર્તાઓ સાથે સંચાર
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે અને કેવી રીતે જોવામાં આવે છે, તે અંગે બહેતર સમજણ મેળવવા માટે અને ઉત્પાદન અનુભવો અને ઍક્સેસિબિલિટીને બહેતર બનાવવા માટે શોધ અભ્યાસો કરવા
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ
- તમારા મેલ, ઈમેલ, અથવા ટેક્સ્ટ સંદેશાની સામગ્રી (જ્યાં Microsoft સંચારનો ઈચ્છિત પ્રાપ્તકર્તા ન હોય)
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ટીમ સાથેની ઉપયોગકર્તાઓની ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન અનુભવ સુધારવા; સલામતી; અને મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ
- 13 વર્ષથી નાની ઉંમરના કોઈ જાણીતા બાળકનો એકત્રિત કરેલો વ્યક્તિગત ડેટા
- સંવેદી ડેટાની શ્રેણીઓ: ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ
- પ્રક્રિયાના હેતુઓ (એકત્રીકરણ અને તૃતીય પક્ષોને જાહેરાત): અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; ભલામણો; મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ; અને સલામતી
- પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ (તમારી Microsoft Family Safety સેટિંગ્સ અનુસાર)
જોકે ઉપરની બુલેટેડ સૂચીમાં 13 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટા પર પ્રક્રિયા કરવાના હેતુઓ અને પ્રાથમિક સ્રોતોનો સમાવેશ થાય છે, અમે આ ઉપરાંત અમારા ગોપનીયતા વિધાનના બાળકો પાસેથી ડેટાનું એકત્રીકરણ અનુભાગમાં સૂચીબદ્ધ કરવામાં આવેલા સ્રોતો પાસેથી પણ વ્યક્તિગત ડેટા સંગ્રહિત કરીએ છીએ.
અમે આ માહિતીને અમારા ગોપનીયતા વિધાનના અમે એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટા અને યુ.એસ. સ્ટેટ ડેટા ગોપનીયતા અનુભાગોમાંના ઉપભોક્તાઓને ઉપલબ્ધ કરાવીએ છીએ.
અમે તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે શેર કરીએ છીએ
તમને એ જાણવાનો અધિકાર છે કે શું તમારી વ્યક્તિગત માહિતી કોઈ તૃતીય પક્ષો સાથે શેર કરવામાં આવે છે. લાગુ U.S. રાજ્ય ડેટા ગોપનીયતા કાયદાઓ દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ, સેવા પ્રદાતાઓ લેખિત કરાર દ્વારા નિર્દિષ્ટ કરેલી સેવાઓ પૂરી પાડે તે માટે, અમે વ્યક્તિગત માહિતી પ્રદાન કરી શકીએ છીએ. આ સેવાઓમાં અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનો, ગ્રાહક સેવા પૂરી પાડવાનો, છેતરપિંડી અટકાવવાનો, ચૂકવણીઓ પર પ્રક્રિયા કરવાનો, ઑર્ડરો અથવા વ્યવહારો પૂરા પાડવાનો, અને અમારી સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત અન્ય સેવાઓનો, સમાવેશ થઈ શકે છે. તમે અમને એ કરવાનું કહો ત્યારે, અમે તમારી માહિતી અન્ય તૃતીય પક્ષો સાથે પણ શેર કરી શકીએ છીએ, જેમ કે તૃતીય પક્ષની સેવાઓ અથવા અન્ય વ્યક્તિઓ સાથે. આ ઉપરાંત, અમે U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓની મંજૂરી મુજબ, અન્ય જાહેર કરેલા હેતુઓ માટે તૃતીય પક્ષોની સામે વ્યક્તિગત માહિતીનો ખુલાસો કરી શકીએ છીએ.
અમે આ માહિતીને અમારા ગોપનીયતા વિધાનના વ્યક્તિગત ડેટા શેર કરવાના અમારા કારણો અને યુ.એસ. સ્ટેટ ડેટા ગોપનીયતા અનુભાગોમાંના ઉપભોક્તાઓને ઉપલબ્ધ કરાવીએ છીએ.
"શેરિંગ" અને વ્યક્તિગત કરાયેલ જાહેરાતો. કેલિફોર્નિયા અને અન્ય લાગુ પડતાં U.S. સ્ટેટ કાયદાઓ હેઠળ વ્યાખ્યાયિત છે તે મુજબ, અમે તૃતીય પક્ષો સાથે પર્સનલાઇઝ કરેલી જાહેરાતના હેતુ માટે તમારી વ્યક્તિગત માહિતી ‘શેર’ કરી શકીએ. આ સંદર્ભમાં “પર્સનલાઇઝ કરેલી જાહેરાત” એટલે તે જાહેરાતો જે અમારા ધારવા મુજબ, તમારા ડેટાના આધારે જેમાં તમારી શોધો, સાઇટ મુલાકાતો, તમે અવાર નવાર એક્સપ્લોર કરતા હોવ તે વિષયો અને Microsoft દ્વારા સંગ્રહિત કરેલી વ્યક્તિગત માહિતી સામેલ છે, તમારા માટે વધુ રુચિપ્રદ અને ઉપયોગી હશે. તૃતીય પક્ષો તે ડેટાનો ઉપયોગ કરી શકે છે જે અમે, તમને પર્સનલાઇઝ કરેલી જાહેરાતો દેખાડવા માટે, તેમની સાથે શેર કરેલ છે. શેરિંગ નાપસંદ કેવી રીતે કરવું તેના વિશે વધુ જાણો.
નીચે આપેલ સૂચીમાં અમે, વ્યક્તિગત કરાયેલ જાહેરાતના હેતુઓ માટે અમે શેર કરીએ છીએ તે ડેટાની શ્રેણીઓ, વ્યક્તિગત ડેટાના પ્રાપ્તકર્તાઓ, અને પ્રક્રિયા કરવાના અમારા હેતુઓ વિશે, બાહ્યરેખા આપી છે. દરેક શ્રેણીમાં સમાવિષ્ટ ડેટાના વર્ણન માટે, કૃપયા અમારા ગોપનીયતા વિધાનનો અમે એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટા અનુભાગ જુઓ. તમે અમારા તૃતીય પક્ષના જાહેરાત ભાગીદારોને અહીં જોઈ શકો છો. અમારા વતી કાર્ય કરનાર સેવા પ્રદાતાઓ સહિત અમારી વેબસાઇટ્સ પર કુકીઝ સેટ કરનાર તૃતીય-પક્ષની સૂચી માટે, કૃપયા અમારી તૃતીય પક્ષની કુકીઝ ઇન્વેન્ટરીની મુલાકાત લો.
વ્યક્તિગત ડેટાની શ્રેણીઓ
- નામ અને સંપર્ક ડેટા
- પ્રાપ્તકર્તાઓ: એ તૃતીય પક્ષો કે જે Microsoft Corporation માટે ઑનલાઇન જાહેરાત સેવાઓ આપે છે અથવા જે Microsoft Corporationની જાહેરાત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
- પ્રક્રિયા કરવાના હેતુઓ: તમારી રુચિઓના આધારે વ્યક્તિગત કરેલી જાહેરાતો વિતરિત કરવી
- વસ્તી વિષયક ડેટા
- પ્રાપ્તકર્તાઓ: એ તૃતીય પક્ષો કે જે Microsoft Corporation માટે ઑનલાઇન જાહેરાત સેવાઓ આપે છે અથવા જે Microsoft Corporationની જાહેરાત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
- પ્રક્રિયા કરવાના હેતુઓ: તમારી રુચિઓના આધારે વ્યક્તિગત કરેલી જાહેરાતો વિતરિત કરવી
- સદસ્યતા અને લાઇસન્સિંગ ડેટા
- પ્રાપ્તકર્તાઓ: એ તૃતીય પક્ષો કે જે Microsoft Corporation માટે ઑનલાઇન જાહેરાત સેવાઓ આપે છે અથવા જે Microsoft Corporationની જાહેરાત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
- પ્રક્રિયા કરવાના હેતુઓ: તમારી રુચિઓના આધારે વ્યક્તિગત કરેલી જાહેરાતો વિતરિત કરવી
- આદાનપ્રદાન
- પ્રાપ્તકર્તાઓ: એ તૃતીય પક્ષો કે જે Microsoft Corporation માટે ઑનલાઇન જાહેરાત સેવાઓ આપે છે અથવા જે Microsoft Corporationની જાહેરાત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
- પ્રક્રિયા કરવાના હેતુઓ: તમારી રુચિઓના આધારે વ્યક્તિગત કરેલી જાહેરાતો વિતરિત કરવી
અમારા ગોપનીયતા વિધાનના અમારા જાહેરાત અનુભાગમાં નોંધ્યા મુજબ, અમે એવા બાળકોને વ્યક્તિગત કરેલી જાહેરાતો વિતરિત કરતા નથી જેઓ તેમના Microsoft ખાતામાંની તેમની જન્મતારીખના આધારે 18 વર્ષથી નીચેના હોય. અમારી જાહેરાત પ્રણાલિકાઓ વિશે વધુ માહિતી માટે, કૃપયા જાહેરાત અનુભાગ પણ જુઓ.
અમે તમારી વ્યક્તિગત માહિતીને વેચતા નથી
તમારી વ્યક્તિગત માહિતી વેચાણ કરવામાં આવે છે કે નહીં તે જાણવાનો તમને અધિકાર છે. તમારી વ્યક્તિગત માહિતી ત્યારે ‘વેચવામાં’ આવે છે જ્યારે નાણાંકીય અથવા અન્ય મૂલ્યવાન લાભ માટે કોઈ તૃતીય પક્ષ સાથે, CCPA માં નિર્ધારિત કર્યા મુજબ "વ્યાવસાયિક હેતુ" ન હોય એવા કોઈ હેતુ માટે, તે શેર કરવામાં આવે છે. કૃપયા નોંધ લો કે કોઈ “વેચાણ” (આમાં) સામેલ નથી થતું જયારે અમે તમારી વ્યક્તિગત માહિતી તમારા નિર્દેશ મુજબ જાહેર કરીએ, અથવા જયારે કાયદા હેઠળ તે અન્યથા મંજૂર હોય.
Microsoft તમારી વ્યક્તિગત માહિતીને વેચતા નથી.
અમે "પ્રોફાઇલિંગ"માં સામેલ થતા નથી
તમને એ જાણવાનો અધિકાર છે કે, કાનૂની અથવા તેવી જ રીતે નોંધપાત્ર અસરો પેદા કરતા નિર્ણયોને આગળ ધપાવવા માટે, સ્વયંસંચાલિત નિર્ણય લેવાનો ઉપયોગ કરીને, તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ "પ્રોફાઇલિંગ" માટે થાય છે કે કેમ. Microsoft Corporation આ પ્રકારની પ્રોફાઇલિંગમાં સામેલ થતો નથી.
નિયંત્રણ
જાણવાનો અધિકાર, સુધારણા કરવાનો અધિકાર, પ્રાપ્ત કરવાનો અધિકાર, કાઢી નાંખવાનો અધિકાર
તમને અધિકાર છે:
- જાણો કે Microsoft દ્વારા છેલ્લા 12 મહિનામાં તમારા વિશેની વ્યક્તિગત માહિતીના કયા ચોક્કસ ભાગો એકત્રિત કરવામાં આવ્યા છે અને જાળવી રાખવામાં આવ્યા છે.
- Microsoft દ્વારા રાખવામાં આવી હોઈ શકે તેવી ખામીયુક્ત વ્યક્તિગત માહિતીને સુધારો .
- તમારી વ્યક્તિગત માહિતીની કૉપિ પ્રાપ્ત કરો .
- તમારી વ્યક્તિગત માહિતીને હટાવો .
Microsoft તમારા અધિકારોનો ઉપયોગ કરવાનું સરળ બનાવે છે. તમારા ગોપનીયતા ડૅશબોર્ડનો ઉપયોગ કરીને, તમે તમારા Microsoft ખાતામાં લૉગ ઇન કરી શકો છો અને વ્યક્તિગત માહિતીના અમે એકત્રિત કરેલાં નિર્દિષ્ટ અંશોને જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો અથવા હટાવી શકો છો. તમે તમારી માહિતીને સીધી જ મેનેજ પણ કરી શકો, તેને સુધારી શકો, અને અપડેટ કરી શકો, જેમ કે તમારા Microsoft ખાતા મારફતે.
એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે Microsoft ખાતા સાથે સંકળાયેલ વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવા અથવા હટાવવા માટે માન્ય લૉગ ઇન આવશ્યક છે. સલામતીના આ પગલાં ગ્રાહકોની અને તેમના ડેટાની સુરક્ષા માટે છે.
જો તમારી પાસે Microsoft ખાતું ન હોય અથવા તમારે ગોપનીયતા વિશે વધુ વિગતવાર પૂછપરછ કરવી હોય, તો તમે અમારા વેબ ફૉર્મ મારફતે અમારી ગોપનીયતા સમર્થન ટીમને વિનંતી સબમિટ કરી શકો છો અથવા અમારા યુ.એસ. ટોલ ફ્રી નંબર +1 (844) 931 2038 પર કૉલ કરી શકો છો. જો તમે અધિકૃત એજન્ટનો ઉપયોગ કરો, તો અમે તમારા એજન્ટને વિગતવાર માર્ગદર્શન પ્રદાન કરીએ છીએ જે તમારા ગોપનીયતા અધિકારોનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે છે. કેટલીક પરિસ્થિતિઓમાં, તમારી વિનંતીને પૂરી પાડવામાં અમને મદદ કરવા માટે, અમે તમારાથી વધુ જાણકારી માંગી શકીએ છીએ.
જો તમે Microsoftને તમારી વ્યક્તિગત માહિતી જાણવાની, સુધારવાની, પ્રાપ્ત કરવાની અથવા હટાવવાની વિનંતી કરી હોય અને તમે માનતા હોવ કે Microsoft દ્વારા તમારી વિનંતીને નકારવામાં આવી હતી, તો તમે અમારા વેબ ફૉર્મ મારફતે અમારી ગોપનીયતા સમર્થન ટીમનો સંપર્ક કરીને તમારી વિનંતીના પરિણામો સામે અપીલ કરવાના તમારા અધિકારનો ઉપયોગ કરી શકો છો. જો તમારી અપીલ અસફળ રહે તો અને તમે જે રાજ્યમાં રહેતાં હોવ તેના આધારે, તમારી પાસે તમારા રાજ્યના એટર્ની જનરલ સમક્ષ ફરિયાદ દાખલ કરવાનો અથવા વાંધો ઉઠાવવાનો અધિકાર હોઈ શકે છે.
સંવેદી વ્યક્તિગત માહિતીના ઉપયોગને મર્યાદિત કરવાનો અધિકાર
તમારી ગોપનીયતા સેટિંગ્સ, તમારી સંમતિને અધીન અને તમે જે ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેમના અને તમારી પસંદગીઓના આધારે, અમે કેટલીક એવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકીએ, તેના પર પ્રક્રિયા કરી શકીએ, અને તેને જાહેર કરી શકીએ જે U.S સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ હેઠળ ‘સંવેદી ડેટા’ તરીકે માનવામાં આવતી હોય. ‘સંવેદી ડેટા’ વ્યક્તિગત માહિતીનો એક સબસેટ છે.
લાગુ પડતાં U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ અનુસાર, તમને નીચે આપેલ પ્રકારોની પ્રવૃત્તિઓ સુધી જ તમારા સંવેદી ડેટા ના ઉપયોગ અથવા ખુલાસાને મર્યાદિત કરવાનો અધિકાર છે:
- તમે વ્યાજબી રૂપે અપેક્ષા રાખી શકો તેવી સેવાઓ બજાવવા અથવા માલસામાન પ્રદાન કરવા
- પ્રક્રિયા કરવાનું વ્યાજબી રૂપે આવશ્યક અને પ્રમાણસરનું હોય ત્યાં સુધી દુર્ભાવનાપૂર્ણ, ભ્રામક, છળકપટયુક્ત અથવા ગેરકાનૂની કૃત્યોને નાથવા અને લોકોની ભૌતિક સુરક્ષાનું રક્ષણ કરવા અમારી સેવાઓ, સિસ્ટમ્સ અને ડેટાની સુરક્ષા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે
- ટૂંકા ગાળાના ક્ષણિક ઉપયોગ માટે (બિન-વ્યક્તિગત જાહેરાત સહિત), જ્યાં સુધી વ્યક્તિગત ડેટાને તૃતીય પક્ષને જાહેર ન કરવામાં આવે, તેનો પ્રોફાઇલીંગ માટે ઉપયોગ ન કરવામાં આવે અને તેનો Microsoft સાથેની જે તે વ્યક્તિની વર્તમાન ક્રિયાપ્રતિક્રિયાની બહારના અનુભવમાં ફેરફાર કરવા માટે ન કરવામાં આવે ત્યાં સુધી
- Microsoft વતી સેવાઓ બજાવવા માટે, જેમ કે ખાતાઓની જાળવણી કરવી, ગ્રાહક સેવા પ્રદાન કરવી, પ્રક્રિયા કરવી કે ઑર્ડર્સ/વ્યવહારો પૂર્ણ કરવા, ગ્રાહકની માહિતી ચકાસવી, ચૂકવણીઓ માટે પ્રક્રિયા કરવી, નાણાંકીય સહાયતા પૂરી પાડવી, વિશ્લેષણો પૂરા પાડવા, સ્ટોરેજ પૂરું પાડવું અને તેના જેવી અન્ય સેવાઓ
- Microsoftની માલિકીના અથવા તેના દ્વારા નિયંત્રિત થતી સેવા અથવા ડિવાઇસને બહેતર બનાવવા, અપગ્રેડ કરવા અથવા સમૃદ્ધ બનાવવા અથવા તેની ગુણવત્તા કે સુરક્ષાને ચકાસવા અથવા જાળવણી કરવા પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે.
- એકત્રીકરણ અથવા પ્રક્રિયા જે તે વ્યક્તિ વિશેની લાક્ષણિકતાઓ વિશે અનુમાન લગાવવા માટે ન હોય, ત્યાં સંવેદી ડેટાને એકત્રિત કરવા અથવા તેની પર પ્રક્રિયા કરવા માટે
- U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ અન્વયે જારી કરવામાં આવેલા કોઈપણ ભાવિ નિયમનો અનુસાર કોઈપણ અન્ય પ્રવૃત્તિઓ
અમે તમારી સંમતિ વિના અથવા લાગુ પડતાં કાયદાઓ હેઠળ અનુમતિ પ્રાપ્ત ન હોય અથવા તે મુજબ આવશ્યક ન હોય, તો તમારા સંવેદી ડેટાને ઉપર સૂચિબદ્ધ કરાયેલ હેતુઓ સિવાયના હેતુઓ માટે જાહેર કરતાં નથી કે તેનો ઉપયોગ કરતાં નથી. તેથી, અમે સંવેદી ડેટાના ઉપયોગને મર્યાદિત કરવાની ક્ષમતા ઑફર કરતા નથી.
“વેચાણ” અથવા “શેરિંગ" નાપસંદ કરવાનો અધિકાર
Microsoft તમારી વ્યક્તિગત માહિતીનું વેચાણ કરતા નથી, તેથી અમે બહાર નિકળવાનો વિકલ્પ આપતા નથી. Microsoft પર્સનલાઇઝ કરેલ જાહેરાતના હેતુઓ માટે તૃતીય પક્ષો સાથે વ્યક્તિગત માહિતીને “શેર” કરી શકે છે. અમારા શેરિંગ નાપસંદ પેજની મુલાકાત લઈને, તમે તૃતીય પક્ષ સાઇટ્સ પર પર્સનલાઇઝ કરેલ જાહેરાત માટે તૃતીય પક્ષો સાથે તમારા વ્યક્તિગત ડેટાના શેરિંગને નાપસંદ કરવા માટે તમારી પસંદગીને સૂચવી શકો છો.
જો તમે “સહિયારીકરણ” બંધ કરો છો, તો અન્ય કંપનીઓ અને જાહેરાત નેટવર્ક્સ દ્વારા તમારા વિશે એકત્રિત માહિતીના આધારે, જો તમે તેમની સાથે સહિયારીકરણ નાપસંદ ન કર્યું હોય તો તમે પર્સનલાઇઝ કરેલ જાહેરાતો હજી પણ જોઈ શકો છો.
"પ્રોફાઇલિંગ"ને નાપસંદ કરવાનો અધિકાર
Microsoft Corporation એ "પ્રોફાઇલિંગ"માં, કે જે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કાનૂની અથવા સમાન રીતે નોંધપાત્ર અસરો પેદા કરનાર સ્વચાલિત નિર્ણય લેવા માટે કરે છે, સામેલ થતો નથી. તેથી, અમે આ પ્રકારની પ્રોફાઇલિંગ માટે કોઈ નાપસંદ કરવાનો વિકલ્પ આપતા નથી.
સાર્વત્રિક નાપસંદ
Microsoftને વૈશ્વિક ગોપનીયતા નિયંત્રણ (GPC) બ્રાઉઝર નાપસંદ સિગ્નલ પ્રાપ્ત થાય છે અને તે તેના પર પ્રતિસાદ આપે છે. જ્યારે તમે અમારી સાઇટ્સની મુલાકાત લો, ત્યારે જો અમને તમારા તરફથી GPC સિગ્નલ પ્રાપ્ત થશે, તો Microsoft વ્યક્તિગત કરેલી જાહેરાતો માટે તૃતીય પક્ષો સાથે તમારા ડેટાનું શેરિંગ બંધ કરશે.
તમારા માટેના લાભ
નાણાકીય પ્રોત્સાહન
CCPA અને અન્ય U.S સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ વ્યવસાયોને ગ્રાહકોની વ્યક્તિગત માહિતી શેર કરવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યવસાય ઉપભોક્તાઓને તેમની વ્યક્તિગત માહિતીના વળતર તરીકે, કોઈ Rewards પ્રોગ્રામની ઓફર કરી શકે છે અથવા તેમને કોઈ પ્રીમિયમ સેવા પ્રદાન કરી શકે છે. જ્યાં Microsoft આ કાર્યક્રમો પ્રસ્તુત કરે છે, ત્યાં તમારી સહભાગિતા વૈકલ્પિક છે. જો તમે ભાગ લેવાનું પસંદ કરો, તો તમારી ભાગીદારી લાગુ થતી બધી શરતોને આધીન રહેશે, અને તમે કોઈપણ સમયે છોડી શકો છો.
બિન-ભેદભાવ
U.S સ્ટેટ ગોપનીયતા કાયદાઓ, વ્યવસાયોને કાયદા હેઠળ તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે તમારી સામે ભેદભાવ કરવાની મનાઈ કરે છે. આવા ભેદભાવમાં કોઈ વસ્તુ અથવા સેવા નકારવી, સેવાનું કોઈ અલગ સ્તર અથવા તેની અલગ ગુણવત્તા પ્રદાન કરવી, અથવા અલગ કીમતો લેવાનો સમાવેશ થઈ શકે છે. CCPA વ્યવસાયોને ગુણવત્તાના વિવિધ સ્તરો અથવા વિવિધ કિમતો પ્રદાન કરવાની મંજૂરી ત્યાં આપે છે જ્યાં તે વ્યવસાય દર્શાવી શકે કે આ તફાવત વ્યવસાય માટે તે ઉપભોક્તાની વ્યક્તિગત માહિતીના મૂલ્યથી વ્યાજબી રીતે સંબંધિત છે.
ગોપનીયતા અધિકારો વિશેની વિનંતીઓની જાહેરાત
CCPA ની આવશ્યકતા છે કે વ્યવસાયો પ્રાપ્ત થયેલ, સંપૂર્ણ અથવા અંશમાં પાલન કરવામાં આવેલ, અથવા નકારેલ વિનંતીઓની સંખ્યા જાહેર કરે. અમે અમારા ગ્રાહકોને Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ દ્વારા તેમના ડેટા પર નિયંત્રણ આપીએ છીએ, જેને ડેટા જોવા માટે અને હટાવવા માટે વૈશ્વિક ધોરણે ગ્રાહકો તરફથી લાખો વિનંતીઓ પ્રાપ્ત થાય છે. ગોપનીયતા ડૅશબોર્ડ પર વ્યક્તિગત ડેટા જોવાની અને હટાવવાની વિનંતીઓને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે છે. અમે એવા ઉપકરણો પ્રદાન કરીએ છીએ જેમાં અમારા ગ્રાહકો તેમની માહિતીને સીધી જ મેનેજ કરી શકે, સુધારી શકે, અને અપડેટ કરી શકે, જેમ કે તેમના માઇક્રોસોફ્ટ ખાતા મારફતે.
અમે વધારાના સમર્થન માટે અમારા ગ્રાહકો માટે વેબ ફૉર્મ પણ પ્રદાન કરીએ છીએ, જેથી તેઓ અમારી ગોપનીયતા ટીમ, ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્રનો સંપર્ક કરી શકે. વ્યક્તિગત ડેટા જોવાની, નિકાસ કરવાની, અને હટાવવાની વિનંતીઓ Microsoft દ્વારા પ્રદાન કરેલા ઉપકરણો મારફત, 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે.
2023 ગોપનીયતાની વિનંતીઓ
| પ્રાપ્ત થયેલ વિનંતીઓ | સંપૂર્ણ અથવા આંશિક રીતે પૂરી કરેલી વિનંતીઓ | |
|---|---|---|
| Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ અને ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી જાણવાની વિનંતીઓ | 1,163,934 | 1,163,929 |
| Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ અને ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી હટાવવાની વિનંતીઓ | 774,056 | 774,051 |
| ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી સુધારવાની વિનંતીઓ | 0 | 0 |
અમારા તૃતીય-પક્ષ જાહેરાત સેટિંગ્સ નિયંત્રણ મારફતે, વ્યક્તિગત કરાયેલ જાહેરાતના હેતુઓ માટે તૃતીય પક્ષો સાથે ડેટા શેર કરવાનું નાપસંદ કરવા માટે, U.S. Microsoft ખાતા ધારકોની 92,717 વિનંતીઓનો અમે પ્રતિસાદ પણ આપ્યો હતો. 2023માં અમારા ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર મારફતે સુધારો કરવા માટે અમને કોઈ વિનંતી મળી નથી.
કોઈ ગ્રાહક કેલિફોર્નિયાનો છે કે નહીં તે અમે (1) ગોપનીયતા ડૅશબોર્ડ માટેના IP સરનામા દ્વારા, અથવા (2) ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર મારફત કરેલી તેમની વિનંતીમાં તેઓ CCPA નો ઉલ્લેખ કરે છે કે નહીં તેના દ્વારા, નક્કી કરીએ છીએ.
વિનંતી ચકાસવામાં અક્ષમતાના કારણે 2023માં દસ વિનંતીઓ નકારવામાં આવી હતી. આમાંથી પાંચ વિનંતીઓ જાણવા માટેની, અને પાંચ વિનંતીઓ હટાવવા માટેની હતી.
પ્રાપ્ત કરેલી વિનંતીઓ પૂર્ણ કરવા માટેનો સરેરાશ પ્રતિસાદ સમય એક દિવસ કરતાં ઓછો હતો. અમારી ગોપનીયતા ટીમે, અમારા ગોપનીયતા વેબફોર્મ મારફતે સબમિટ કરેલી કેલિફોર્નિયા ગ્રાહકોની ઍક્સેસ હટાવવા માટેની વિનંતીઓનો બે દિવસના સરેરાશ સાથે, પ્રતિસાદ આપ્યો હતો.
Microsoft ગોપનીયતા વિધાન અનુસાર અમુક ડેટા પ્રદાન ન કરવામાં આવે અથવા જાળવી રાખવામાં આવે તેવું બની શકે છે, ઉદાહરણ તરીકે, લાગુ પડતા કાયદાનું અનુપાલન કરવા માટે.
આ સૂચનાને વાર્ષિક ધોરણે અપડેટ કરવામાં આવે છે. જૂન 2024 સુધી, અમે જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળા માટે, જાણવાના અને હટાવવાના અધિકાર સાથે સંબંધિત વિનંતીઓ માટેના મેટ્રિક્સ અપડેટ કર્યા છે.
ઉપર નોંધ્યા પ્રમાણે, અમે વ્યક્તિગત માહિતીને વેચતા નથી તથા અમે તમારી સંમતિ વિના અથવા લાગુ પડતાં કાયદાઓ હેઠળ અનુમતિ પ્રાપ્ત ન હોય અથવા તે મુજબ આવશ્યક ન હોય, તો તમારા સંવેદી ડેટાને ઉપર સૂચિબદ્ધ કરાયેલ હેતુઓ સિવાયના હેતુઓ માટે જાહેર કરતાં નથી કે તેનો ઉપયોગ કરતાં નથી. તેથી, અમે ગ્રાહકોને તેમની વ્યક્તિગત માહિતીના વેચાણને નાપસંદ કરવાની અથવા તેમના સંવેદી ડેટાના ઉપયોગને મર્યાદિત કરવાની રીત ઑફર કરતા નથી.
વર્તમાનમાં Microsoft ઓરેગનમાં Microsoft Corporation, Microsoft Infrastructure Group LLC, અને Obsidian Entertainment તરીકે નોંધાયેલ છે.