Dynamics 365 ક્લાયંટ ઉત્પાદનો માટે ડેટા સંગ્રહ સારાંશ
પ્રકાશિત કર્યું: ઑક્ટોબર 2026
મહત્વપૂર્ણ
Microsoft Dynamics 365 સૉફ્ટવેરમાં એન્ટરપ્રાઇઝ ઉત્પાદનોના એક કુટુંબનો સમાવેશ થાય છે જે કોઈ કંપનીના વેચાણ, વિપણન, ગ્રાહક સંબંધ પ્રબંધન, નાણાંકીય સ્થિતિ, સપ્લાય ચેઇન, ઑપરેશંસ, રિપોર્ટિંગ, મેન્યુફેક્ચરિંગ, ઑનલાઇન વાણિજ્ય અને માનવ સંસાધન પ્રવૃત્તિઓને સંચાલિત અને સંકલિત કરતું વ્યવસાય પ્રક્રિયા પ્રબંધન સૉફ્ટવેર પ્રદાન કરે છે. આ માહિતીમાં આવરી લેવામાં આવતા Dynamics 365 ક્લાયંટ ઉત્પાદનોમાં સામેલ છે:
- Outlook માટે Dynamics 365 એપ્લિકેશન
- Dynamics 365 મંજૂરીઓ મેનેજમેન્ટ
- Dynamics 365 ઍસેટ મેનેજમેન્ટ મોબાઇલ એપ્લિકેશન
- Dynamics 365 વ્યવસાય સેંટ્રલ મોબાઇલ એપ્લિકેશન
- Dynamics 365 કોમર્સ હાર્ડવેર સ્ટેશન
- Android માટે Dynamics 365 કોમર્સ સ્ટોર કોમર્સ
- iOS માટે Dynamics 365 કોમર્સ સ્ટોર કોમર્સ
- Windows માટે Dynamics 365 કોમર્સ સ્ટોર કોમર્સ
- Dynamics 365 ખર્ચ પ્રબંધન મોબાઇલ એપ્લિકેશન
- Outlook માટે Dynamics 365 ફીલ્ડ સેવા
- Teams માટે Dynamics 365 ફીલ્ડ સેવા
- Dynamics 365 Field Service Mobile
- Dynamics 365 નાણાંકીય + કામગીરી
- ફોન્સ માટે Dynamics 365
- ટૅબ્લેટ્સ માટે Dynamics 365
- Dynamics 365 ગાઇડ્સ (HoloLens એપ્લિકેશન)
- Dynamics 365 ગાઇડ્સ (PC એપ્લિકેશન)
- Dynamics 365 ઇન્વેન્ટરી ઑન-હેન્ડ મોબાઇલ એપ્લિકેશન
- Dynamics 365 પ્રોજેક્ટ સમયપત્રક મોબાઇલ એપ્લિકેશન
- Dynamics 365 પ્રોજેક્ટ સેવા ઑટોમેશન (PSA) ઍડ-ઇન
- Dynamics 365 રિમોટ આસિસ્ટ (Android એપ્લિકેશન)
- Dynamics 365 રિમોટ આસિસ્ટ (HoloLens એપ્લિકેશન)
- Dynamics 365 રિમોટ આસિસ્ટ (iOS એપ્લિકેશન)
- Dynamics 365 વેચાણ મોબાઇલ એપ્લિકેશન
- વ્યવસાય પર્ફોર્મન્સ Excel ઍડ-ઇન
- Microsoft Dynamics Office ઍડ-ઇન
- પ્રોજેક્ટ ક્લાયંટ ઍડ-ઇન
- Microsoft Dynamics 365 માટે યુનિફાઇડ સેવા ડેસ્ક
- વેરહાઉસ મેનેજમેન્ટ
આવશ્યક અને વૈકલ્પિક ડેટાનું વિહંગાવલોકન
Microsoft અમારા ગ્રાહકોને અમે અમારા ક્લાયંટ સૉફ્ટવેરમાંથી એકત્રિત કરતાં ડેટા પ્રત્યે પારદર્શક બનવા અને તેઓને તેમના ડેટા પર વધુ નિયંત્રણ આપવા માટે સમર્પિત છે. આ કાર્યના ભાગ રૂપે, અમે અમારા મુખ્ય ઉત્પાદનોને એક એવા મૉડલ પર ખસેડી રહ્યાં છીએ જ્યાં અમે અમારા ક્લાયંટ સૉફ્ટવેરમાંથી ગ્રાહક તેમના ઉપકરણોનો ઉપયોગ કરે ત્યારે તેમની પાસેથી એકત્રિત કરેલાં ડાયગ્નોસ્ટિક ડેટાને કાંતો આવશ્યક અથવા વૈકલ્પિક તરીક વર્ગીકૃત કરવામાં આવશે. આ અમારા ગ્રાહકો માટે અમે એકત્રિત કરીએ છીએ તે ડેટા અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશેની માહિતીને શોધવાનું, અને તેઓની ગોપનીયતા વિશે માહિતગાર પસંદગીઓ કરવાનું વધુ સરળ બનાવશે.
ડાયગ્નોસ્ટિક ડેટાનો ઉપયોગ Dynamics 365 ક્લાયંટ સૉફ્ટવેરને સુરક્ષિત અને અપ ટૂ ડેટ રાખવા, સમસ્યાઓને શોધી કાઢવા, નિદાન કરવા અને તેને ઠીક કરવા, અને ઉત્પાદનને બહેતર બનાવવા માટે પણ થાય છે. આ ડેટામાં કોઈ ઉપયોગકર્તાનું નામ અથવા ઈમેલ સરનામું, ઉપયોગકર્તાની ફાઇલોની સામગ્રી અથવા Dynamics 365થી સંબંધિત ન હોય તેવી એપ્લિકેશનો વિશેની માહિતી સામેલ નથી.
જ્યારે Microsoft કેટલાક ડાયગ્નોસ્ટિક ડેટાને આવશ્યક તરીકે વર્ગીકૃત કરે છે અને કેટલાકને વૈકલ્પિક તરીકે વર્ગીકૃત કરે છે, ત્યારે Dynamics 365 ક્લાયંટ સૉફ્ટવેર માત્ર તેના ઉપયોગકર્તાઓ પાસેથી આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા એકત્રિત કરે છે. આ લેખ તેવાં ડાયગ્નોસ્ટિક ડેટાના પ્રકારોનું ઑવરવ્યૂ પ્રદાન કરે છે કે જે આવશ્યક હોય અને ડાયગ્નોસ્ટિક ડેટાની ચોક્કસ શ્રેણીઓ કે જે Dynamics 365 ક્લાયંટ ઉત્પાદનો દ્વારા એકત્રિત કરવામાં આવતી હોય.
આવશ્યક ડેટા
ઉપર નોંધ્યા મુજબ, આવશ્યક શ્રેણીના ડેટા અમારા ઉત્પાદનોને અપ ટુ ડેટ, સુરક્ષિત અને અપેક્ષા મુજબ કાર્યરત રાખવા માટે જરૂરી છે. આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટામાં ગ્રાહકના ડિવાઇસ અથવા સૉફ્ટવેર કન્ફિગરેશનના પ્રકાર અને સંસ્કરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે જેથી અમારા ગ્રાહકોના અનુભવોને સુરક્ષિત, સલામત અને ઉચ્ચ કક્ષાના પર્ફોર્મન્સ સાથે કાર્યરત રાખવામાં, નોંધપાત્ર સુવિધા નિષ્ફળતાઓ શોધી કાઢવામાં અને પછી ગ્રાહકોને થતી અસરમાં ઘટાડો કરવા માટે તે નિષ્ફળતાઓનું ઝડપથી નિદાન કરવામાં અને ઠીક કરવામાં મદદરૂપ થવા માટે અમે અમારી ક્લાઉડ સેવાઓ, સુરક્ષા પૅચ સાથે કનેક્ટિવિટી પ્રદાન કરી શકીએ.
આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા એ Dynamics 365 ક્લાયંટ સૉફ્ટવેરને, જે ડિવાઇસ પર તે ઇન્સ્ટોલ કરેલ છે, તેના પર અપેક્ષા મુજબ પર્ફોર્મન્સ આપતું રાખવામાં મદદ કરવા માટે જરૂરી ન્યુનતમ આવશ્યક ડેટા છે. ઉદાહરણોમાં તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેની સંસ્કરણ માહિતી, કન્ફિગરેશન વિગતો, સફળતા અથવા તમને પ્રાપ્ત થયેલ ત્રુટીઓ અને નિષ્ફળતાઓ અને સુરક્ષા સંબંધી સમસ્યાઓ વિશેની એકીકૃત કરેલ માહિતી, અમલીકરણ પ્રવાહો, સેવા પ્રતિક્રિયાઓ વગેરે જેવી ચાલતી સેવાના આરોગ્ય અને સુરક્ષા વિશેની સારાંશ વિગતો સામેલ છે.
આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા તમારી સંસ્થા અને તમારા કર્મચારીની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને સંચાલિત કરવામાં આવે છે. તમે Microsoft વિશ્વાસ કેન્દ્ર / ગોપનીયતામાં ડેટાનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાઓ વિશે વધુ જાણી શકો છો.
Dynamics 365 ક્લાયંટ સૉફ્ટવેરમાં આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટાને નીચેની ડેટા શ્રેણીઓમાં ગોઠવવામાં આવ્યા છે:
આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટા સારાંશ
| ડેટા શ્રેણી | વર્ણન | ઉદાહરણો |
| ડિવાઇસનું જોડાણ અને ગોઠવણી | આ પ્રકારના આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટામાં ડિવાઇસ, તેના કન્ફિગરેશન અને કનેક્ટિવિટી ક્ષમતાઓ વિશેની વિગતોનો સમાવેશ થાય છે |
|
| ઉત્પાદન અને સેવા પ્રદર્શન | આ પ્રકારના આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટામાં ડિવાઇસ અથવા સેવા હેલ્થ અને પર્ફોર્મન્સ વિશેની વિગતોનો સમાવેશ થાય છે |
|
| ઉત્પાદન અને સેવા વપરાશ | આ પ્રકારના આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટામાં ડિવાઇસ, ઑપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન્સ અને સેવાઓના ઉપયોગની વિગતોનો સમાવેશ થાય છે |
|
| સૉફ્ટવેર સેટઅપ અને ઇન્વેન્ટરી | આ પ્રકારના આવશ્યક ડાયગ્નોસ્ટિક ડેટામાં ડિવાઇસ પર અપડેટ સંબંધિત માહિતી અને સૉફ્ટવેર ઇન્સ્ટોલેશનની માહિતીનો સમાવેશ થાય છે |
|
વૈકલ્પિક ડેટા
વૈકલ્પિક શ્રેણીમાંનો ડેટા ઉત્પાદન અથવા સેવાના અનુભવ માટે આવશ્યક નથી. Dynamics 365 ક્લાયંટ ઉત્પાદનો ફક્ત આવશ્યક ડેટા એકત્રિત કરે છે, જેનો ઉપયોગ સેવાને સલામત, સુરક્ષિત અને અપેક્ષા મુજબ કાર્યરત રાખવા માટે થાય છે અને કોઈપણ વૈકલ્પિક ડાયગ્નોસ્ટિક ડેટા એકત્રિત કરતાં નથી.
ગોપનીયતા માહિતી અને સેટિંગ્સ
Microsoft ગ્રાહકોને તેમનો ડેટા કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે તેની વિગતો ઑફર કરે છે. Microsoft એકત્રિત કરે છે તે ડેટા અને એન્ટરપ્રાઇઝ સિસ્ટમ વ્યવસ્થાપકો માટે ઉપલબ્ધ નિયંત્રણો વિશે વધુ જાણવા માટે નીચેની લિંક્સ પર ક્લિક કરો.
વ્યવસ્થાપકો માટે તેઓની સંસ્થાઓમાં Dynamics 365 સેટિંગ્સને મેનેજ કરવા માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વધુ જાણો:
અમે સામાન્ય રીતે ડેટાને કેવી રીતે એકત્રિત કરીએ છીએ અને ઉપયોગમાં લઈએ છીએ તે વિશે વધુ જાણો: