This is the Trace Id: f90764e6cd4303f82027a338574b37b0
મુખ્ય સામગ્રી પર જાઓ ગોપનીયતા ડૅશબોર્ડ ગોપનીયતા અહેવાલ ગોપનીયતા સેટિંગ ગોપનીયતા વિધાન Azure Copilot Windows Surface XBOX Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace AppSource Visual Studio View Sitemap

U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓની સૂચના

છેલ્લે અપડેટ કર્યું:  જૂન 2026

ઓવરવ્યૂ

આ નોટિસ યુનાઇટેડ સ્ટેટ્સના રહેવાસીઓને લાગુ પડે છે, અને U.S. સ્ટેટ ડેટા ગોપનીયતાના કાયદાઓ દ્વારા જરૂરી પાડેલ વધારાની માહિતીને Microsoft ગોપનીયતા નિવેદનનું પૂરક બનાવે છે. તે, અમે જે વ્યક્તિગત ડેટા એકત્ર કરીએ, ઉપયોગમાં લઈએ, અને જાહેર કરીએ છીએ, તેની વિગતો પૂરી પાડે છે અને તે ડેટાના સંદર્ભમાં તમારા અધિકારોનું વર્ણન કરે છે. લાગુ પડતા U.S. રાજ્ય ઉપભોક્તા હેલ્થ ગોપનીયતા કાયદાઓ સાથે સંબંધિત જાણકારી માટે, કૃપા કરીને અમારી ઉપભોક્તા હેલ્થ ડેટા ગોપનીયતા નીતિ પણ જુઓ.

અમે જે વ્યક્તિગત ડેટા એકત્ર કરીએ, ઉપયોગમાં લઈએ, અને જાહેર કરીએ છીએ

તમને એ જાણવાનો અધિકાર છે કે અમે કયા પ્રકારનો વ્યક્તિગત ડેટા એકત્ર કરીએ છીએ, અમે કયા હેતુઓ માટે તેને એકત્ર કરીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ, શું અમે તમારો વ્યક્તિગત ડેટા વેચીએ છીએ અથવા "શેર" કરીએ છીએ, અને અમે તમારો ડેટા કેટલા સમય સુધી સાચવીએ છીએ. વધુ માહિતી માટે, કૃપયા નીચે જુઓ અને અમારા ગોપનીયતા સંબંધી વિધાનના, અમે કયો વ્યક્તિગત ડેટા એકત્ર કરીએ છીએ,અમે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, અને  કયા કારણોથી અમે વ્યક્તિગત ડેટા જાહેર કરી છીએ  એ વિભાગો જુઓ.

અમે ઘણા કારણોથી વ્યક્તિગત ડેટા જાહેર કરીએ છીએ. અમારા સેવા પ્રદાતાઓ લેખિત કરાર દ્વારા નિર્દિષ્ટ સેવાઓ પર્ફોર્મ કરે, તે માટે અમે વ્યક્તિગત ડેટા પ્રદાન કરીએ છીએ. આ સેવાઓમાં અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનો, ગ્રાહક સેવા પૂરી પાડવાનો, છેતરપિંડી અટકાવવાનો, ચૂકવણીઓ પર પ્રક્રિયા કરવાનો, ઑર્ડરો અથવા વ્યવહારો પૂરા પાડવાનો, અને અમારી સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત અન્ય સેવાઓનો, સમાવેશ થઈ શકે છે. જ્યારે તમે અમને કહો ત્યારે પણ,અમે તમારો ડેટા જાહેર કરીએ છીએ, જેમ કે તૃતીય પક્ષની સેવાઓ અથવા અન્ય વ્યક્તિઓ (જેમ કે Outlook મારફતે ઇમેઇલ મેળવનાર) સાથે શેર કરવાનું. આ ઉપરાંત, અમે U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓની મંજૂરી મુજબ, અન્ય સૂચિત હેતુઓ માટે વ્યક્તિગત જાણકારી જાહેર કરી શકીએ છીએ.

અમે વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે વ્યક્તિગત જાણકારીની કેટલીક શ્રેણીઓ, "શેર" (કૅલિફોર્નિયા ઉપભોક્તા ગોપનીયતા અધિનિયમ અથવા "CCPA" હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ) કરીએ છીએ. “વ્યક્તિગત કરેલી જાહેરાત” એટલે એ જાહેરાતો કે જે અમારા ધારવા મુજબ, તમારી શોધો, સાઇટ મુલાકાતો, અને Microsoft દ્વારા સંગ્રહિત કરેલી અન્ય વ્યક્તિગત જાણકારી સહિત, તમામ વિભિન્ન સાઇટ્સ અથવા ઉત્પાદનો પર સંગ્રહિત કરેલ ડેટાના આધારે, તમારા માટે વધુ રુચિપ્રદ અને ઉપયોગી હશે. તૃતીય પક્ષો તે ડેટાનો ઉપયોગ કરી શકે છે જે અમે, તમને પર્સનલાઇઝ કરેલી જાહેરાતો દેખાડવા માટે, તેમની સાથે શેર કરેલ છે. તમે અમારા તૃતીય પક્ષ જાહેરાતના ભાગીદારો અહીં જોઈ શકો છો. અમારી વેબસાઇટ્સ પર કૂકીઝ સેટ કરનાર તૃતીય પક્ષોની એક સૂચી માટે, જેમાં અમારા વતી કાર્ય કરતા સેવા પ્રદાતાઓનો પણ સમાવેશ થાય છે, કૃપા કરીને અમારી તૃતીય પક્ષ કૂકી ઇન્વેન્ટરી જુઓ. તમે અમારા તૃતીય પક્ષ જાહેરાતના શેરિંગ ઑપ્ટ-આઉટ પૃષ્ઠ પર જઈને, વ્યક્તિગત કરેલી જાહેરાત માટે તૃતીય પક્ષો સાથે તમારી વ્યક્તિગત જાણકારી શેર કરવાનું નાપસંદ કરી શકો છો.  બધી વ્યક્તિગત કરેલી જાહેરાતો બંધ કરવા માટે, અમારા વ્યક્તિગત કરેલી જાહેરાત અને ઑફર્સ પૃષ્ઠ પર જાઓ.

જે બાળકોની વય, Microsoft ખાતામાંની તેમની જન્મતારીખ પ્રમાણે, 18 વર્ષથી ઓછી હોય, તેવા બાળકોને અમે વ્યક્તિગત કરાયેલ જાહેરાતો વિતરિત કરતા નથી.

નીચેની બુલેટેડ સૂચિઓમાં, અમે એકત્ર કરીએ છીએ તે વ્યક્તિગત જાણકારી અને સંવેદનશીલ વ્યક્તિગત ડેટાની શ્રેણીઓની, અમારી  પ્રક્રિયાના હેતુઓની, શું તે ડેટા તૃતીય પક્ષો સાથે વ્યક્તિગત જાહેરાતના હેતુઓ માટે "શેર કરાયેલ" છે એની,  અને અમે જેમની સાથે ડેટા જાહેર કરીએ છીએ તે પ્રાપ્તકર્તાઓની શ્રેણીઓની, બાહ્યરેખા આપીએ છીએ. અમે વ્યક્તિગત જાણકારી શેર કરીએ છીએ તેના કારણો અનુભાગમાં સંદર્ભિત કર્યા પ્રમાણે, અમે આ ડેટાને Microsoft Corporation દ્વારા નિયંત્રિત સહયોગીઓ અને સહાયક કંપનીઓ સાથે પણ શેર કરી શકીએ છીએ.

વધુમાં, અને યોગ્ય સલામતી સાથે, Microsoft Corporation એ વૈજ્ઞાનિક અને ઉત્પાદન સંશોધન કરવા માટે વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરે છે અને અમારા સંશોધન ભાગીદારોને જાહેર કરે છે, જેમાં ઉત્પાદનના ઉપયોગને સમજવા, ગુણવત્તા અને સુલભતાને બહેતર બનાવવા, અને જાહેર હિત અને વૈજ્ઞાનિક હેતુઓના લાભ માટે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં પ્રગતિને ટેકો આપવા માટેનું સંશોધન સામેલ છે.

વ્યક્તિગત ડેટાની શ્રેણીઓ

  • નામ અને સંપર્ક ડેટા
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું; ગ્રાહકના પ્રશ્નોના પ્રતિસાદ આપવા; મદદ આપવી, સુરક્ષિત કરવું, અને સમસ્યાનિવારણ કરવાનું; જાહેરાત અને માર્કેટિંગ
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે "શેર" કરવાનું: હા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ, જાહેરાતના ભાગીદારો, અને અન્ય પક્ષો કે જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • ઓળખપત્રો
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો; પ્રમાણીકરણ અને ખાતા ઍક્સેસ; અને મદદ, સુરક્ષા અને સમસ્યાનિવારણ પ્રદાન કરવા
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે 'શેર' કરો: નહીં
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • વસ્તી વિષયક ડેટા
    • પ્રક્રિયા કરવાના હેતુઓ): અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું અને તેમને પર્સનલાઇઝ કરવાનું; ઉત્પાદન વિકાસ કરવાનું; મદદ કરવી, સુરક્ષિત કરવું, સમસ્યાનિવારણ કરવું; જાહેરાત; અને માર્કેટિંગ
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે "શેર" કરવાનું: હા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ, જાહેરાતના ભાગીદારો, અને અન્ય પક્ષો કે જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • ચુકવણી ડેટા.
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: વાણિજ્ય વ્યવહાર કરવો; વ્યવહારો પર પ્રક્રિયા કરવી; ઑર્ડર્સ પૂર્ણ કરવા; મદદ કરવી, સુરક્ષિત કરવું, અને સમસ્યાનિવારણ કરવું; અને છેતરપિંડીની શોધ કરવી અને તેને અટકાવવી
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે "શેર" કરવાનું: નહીં
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • સદસ્યતા અને લાઇસન્સિંગ ડેટા
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું, તેમને પર્સનલાઇઝ અને સક્રિય કરવાનું; ગ્રાહક સમર્થન આપવું; મદદ, સુરક્ષા અને સમસ્યાનિવારણ પ્રદાન કરવાનું; માર્કેટિંગ; અને એકાઉન્ટિંગ
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે "શેર" કરવાનું: હા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ, જાહેરાત, ભાગીદારો અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • આદાનપ્રદાન
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો પ્રદાન કરવા અને પર્સનલાઇઝ કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; માર્કેટિંગ; અને મદદ કરવી, સુરક્ષિત બનાવવાનું અને સમસ્યાનિવારણ પ્રદાન કરવાનું
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે "શેર" કરવાનું: હા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ, જાહેરાતના ભાગીદારો, અને અન્ય પક્ષો કે જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • સામગ્રી
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો અને સેવાઓ; સલામતી; અને મદદ પ્રદાન કરવાનું, સુરક્ષિત કરવાનું અને સમસ્યાનિવારણ પ્રદાન કરવાનું
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે શેર કરો: નહીં
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • વિડીયો અથવા રેકોર્ડિંગ્સ
    • પ્રક્રિયાના હેતુઓ: અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; માર્કેટિંગ; મદદ કરવી, સુરક્ષિત કરવાનું અને સમસ્યાનિવારણ કરવાનું; અને સલામતી પ્રદાન કરવી
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે શેર કરો: નહીં
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • પ્રતિક્રિયા અને રેટિંગ્સ
    • પ્રક્રિયાના હેતુઓ: અમારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; ગ્રાહક સપોર્ટ; અને મદદ કરવાનું, સુરક્ષિત કરવાનું અને સમસ્યાનિવારણ કરવાનું
    • વ્યક્તિગત કરેલી જાહેરાતના હેતુઓ માટે શેર કરો: નહીં
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો

તમારી  ગોપનીયતા સેટિંગ્સ, તમારી સંમતિને અધીન અને તમે જે ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેમના અને તમારી પસંદગીઓના આધારે, અમે કેટલીક એવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકીએ, તેના પર પ્રક્રિયા કરી શકીએ, અને તેને જાહેર કરી શકીએ કે જે U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ હેઠળ ‘સંવેદી ડેટા’ તરીકે માનવામાં આવતી હોય. સંવેદી ડેટા વ્યક્તિગત ડેટાનો સબસેટ છે. નીચે આપેલ સૂચીમાં, અમે એકત્રિત કરીએ તે સંવેદી ડેટાની શ્રેણીઓની, સંવેદી ડેટાના સ્રોતોની, પ્રક્રિયા કરવાના અમારા હેતુઓની, અને જેમની સાથે અમે સંવેદી ડેટાનો ખુલાસો કરીએ છીએ તે તૃતીય-પક્ષના પ્રાપ્તકર્તાઓની શ્રેણીઓની બાહ્યરેખા આપીએ છીએ.

સંવેદી ડેટાની શ્રેણીઓ

  • ખાતા લૉગ-ઇન, નાણાંકીય ખાતું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર, અને ખાતાને ઍક્સેસ કરવા માટેના માધ્યમો (સુરક્ષા અથવા ઍક્સેસ કોડ, પાસવર્ડ, ક્રિડેન્શ્યલ્સ, વગેરે)
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું અને વિનંતી કરેલા  નાણાકીય વ્યવહારોને પૂર્ણ કરવાનું
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ચુકવણી પ્રક્રિયા પ્રદાતાઓ
  • ભૌગોતિક સ્થાનની ચોક્કસ માહિતી
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: વિનંતી કરેલ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનું; ઉત્પાદન સુધારણા; સેવા પ્રદાન કરવા માટે કેટલીક વિશેષતાઓ તૃતીય પક્ષોને જાહેર કરી શકાય છે
    • પ્રાપ્તકર્તાઓ: ઉપયોગકર્તાઓ અને સેવા પ્રદાતાઓ (કૃપયા વધુ માહિતી માટે અમારા ગોપનીયતા વિધાનનો Windows સ્થાન સેવાઓ  અનુભાગ જુઓ)
  • જાતીય અથવા નૃવંશીય મૂળ, ધાર્મિક અથવા દાર્શનિક માન્યતાઓ, અથવા સંઘીય સદસ્યતા
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે અને જોવામાં આવે છે, તે અંગે બહેતર સમજણ મેળવવા માટે અને ઉત્પાદન અનુભવોને બહેતર બનાવવા માટે, શોધ અભ્યાસો કરવા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ
  • તબીબી અથવા માનસિક આરોગ્ય, જાતીય જીવન, અથવા જાતીય અભિમુખતા
    • પ્રક્રિયાના હેતુઓ : અમારા ઉત્પાદનો પ્રદાન કરવા, અમારા ઉત્પાદનો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે અને કેવી રીતે જોવામાં આવે છે, તે અંગે બહેતર સમજણ મેળવવા માટે અને ઉત્પાદન અનુભવો અને ઍક્સેસિબિલિટીને બહેતર બનાવવા માટે, શોધ અભ્યાસો કરવા
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ
  • તમારા મેલ, ઈમેલ, અથવા ટેક્સ્ટ સંદેશાની સામગ્રી (જ્યાં Microsoft સંચારનો ઈચ્છિત પ્રાપ્તકર્તા ન હોય)
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન અનુભવ સુધારવા; સલામતી; અને મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને અન્ય પક્ષો જેમને તમે નિર્દેશિત કરી શકો છો
  • 13 વર્ષથી ઓછી ઉંમરના જાણીતા બાળક પાસેથી એકત્ર કરવામાં આવતી વ્યક્તિગત જાણકારી (વધુ વિગતો, અમારા ગોપનીયતા નિવેદનના બાળકો પાસેથી ડેટાનું એકત્રીકરણ વિભાગમાં જુઓ)
    • પ્રક્રિયા કરવાના હેતુઓ: અમારા ઉત્પાદનો પ્રદાન કરવા; ઉત્પાદન સુધારણા; ઉત્પાદન વિકાસ; ભલામણો; મદદ કરવા, સુરક્ષિત કરવા અને સમસ્યાનિવારણ; અને સલામતી
    • પ્રાપ્તકર્તાઓ: સેવા પ્રદાતાઓ અને ઉપયોગકર્તા-નિર્દેશિત એન્ટિટીઝ (તમારી Microsoft Family Safety સેટિંગ્સ અનુસાર)

અધિકારો અને નિયંત્રણો

U.S. સ્ટેટ ગોપનીયતા કાયદાઓ અમે જે વ્યક્તિગત જાણકારી એકત્ર કરીએ છીએ તેના સંદર્ભમાં, સંખ્યાબંધ અધિકારો પૂરા પાડે છે. જો તમે U.S. નિવાસી છો, તો તમે જે રાજ્યમાં રહો છો તેને ધ્યાનમાં લીધા વિના, અમે તમને આ અધિકારો ઑફર કરીએ છીએ.

જાણવાનો અધિકાર / પ્રાપ્ત કરવાનો અધિકાર. Microsoft Corporation એ તમારા વિશે વ્યક્તિગત જાણકારીના કયા ચોક્કસ ભાગો એકત્ર કર્યા છે અને જાળવી રાખ્યા છે, તે જાણવાનો અને તે ડેટાની એક નકલ મેળવવાનો, તમને અધિકાર છે. તમને એ જાણવાનો અધિકાર હોઈ શકે છે કે શું, U.S. સ્ટેટના કોઇ વિશિષ્ટ ગોપનીયતા કાયદાઓ હેઠળ, અમે અમુક તૃતીય પક્ષોને તમારો વ્યક્તિગત ડેટા, જો કોઈ હોય તો, પ્રદાન કરીએ છીએ.

સુધારવાનો અધિકાર. Microsoft Corporation તમારા વિશે કોઇ અચોક્કસ વ્યક્તિગત જાણકારી ધરાવતું હોય, તો તેને સુધારવાનો તમને અધિકાર છે.

કાઢી નાંખવાનો અધિકાર. અમુક સંજોગોમાં, અમુક અપવાદોને આધીન, તમારા વિશે Microsoft Corporation પાસે રહેલો કોઇ વ્યક્તિગત ડેટા કાઢી નાંખવાની અમને વિનંતી કરવાનો તમને અધિકાર છે.

સંવેદનશીલ વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને ખુલાસાને મર્યાદિત કરવાનો અધિકાર. તમે વિનંતી કરો છો તે સેવાઓ અથવા માલસામાન પૂરા પાડવા સિવાય, અથવા લાગુ પડતા U.S. સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ દ્વારા અન્યથા નિર્દિષ્ટ અને મંજૂર કર્યા સિવાય, અન્ય કોઈ પણ હેતુઓ માટે સંવેદનશીલ વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને ખુલાસાને મર્યાદિત કરવાનો તમને અધિકાર છે.

અમે આવા કોઈ પણ વધારાના હેતુઓ માટે સંવેદનશીલ વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ અથવા ખુલાસો કરતા નથી, તેથી અમે સંવેદનશીલ ડેટાના ઉપયોગ અથવા ખુલાસાને મર્યાદિત કરવાની ક્ષમતા ઑફર કરતા નથી.

વ્યક્તિગત કરાયેલ જાહેરાત નાપસંદ કરવાનો અધિકાર. તમને વ્યક્તિગત કરાયેલ જાહેરાત, જેને લક્ષિત જાહેરાત તરીકે પણ ઓળખવામાં આવે છે, નાપસંદ કરવાનો અધિકાર છે,. CCPA પણ વ્યક્તિગત કરાયેલ જાહેરાતના હેતુઓ માટે વ્યક્તિગત જાણકારીની "શેરિંગ" નાપસંદ કરવાનો અધિકાર પ્રદાન કરે છે. વ્યક્તિગત કરાયેલ જાહેરાત માટે તૃતીય પક્ષો સાથે તમારા વ્યક્તિગત ડેટાની શેરિંગ નાપસંદ કરવા માટે, અમારા તૃતીય પક્ષ શેરિંગ ઑપ્ટ-આઉટ પૃષ્ઠની મુલાકાત લો. Microsoft તરફથી બધી જ પર્સનલાઇઝ કરાયેલી જાહેરાત પ્રાપ્ત કરવાનું નાપસંદ કરવા માટે, અમારા પર્સનલાઇઝ કરેલી જાહેરાતો અને ઑફર્સ પેજની મુલાકાત લો.

Microsoftને વૈશ્વિક ગોપનીયતા નિયંત્રણ (GPC) બ્રાઉઝર નાપસંદ સિગ્નલ પ્રાપ્ત થાય છે અને તે તેના પર પ્રતિસાદ આપે છે. તમે અમારી સાઇટ્સની મુલાકાત લો ત્યારે, જો અમે તમારી પાસેથી એક GPC સિગ્નલ મેળવીએ, તો Microsoft Corporation વ્યક્તિગત કરાયેલ જાહેરાતો માટે તૃતીય પક્ષો સાથે તમારો ડેટા શેર કરવાનું બંધ કરશે અને "વ્યક્તિગત કરાયેલ જાહેરાતો માટે તૃતીય પક્ષો સાથે મારો ડેટા શેર કરો" ટૉગલને અક્ષમ કરશે.

Microsoft Corporation એ લેગસી બ્રાઉઝર-આધારિત "ટ્રૅક કરશો નહીં" (DNT)નો પ્રતિસાદ આપતું નથી.

જે બાળકોના Microsoft ખાતામાંની તેમની જન્મતારીખ પ્રમાણે તેઓની વય 18 વર્ષથી ઓછી હોય, તેવા બાળકોને અમે વ્યક્તિગત કરાયેલ જાહેરાતો વિતરિત કરતાં નથી.

જો તમે આ ઑપ્ટ-આઉટ પસંદગીઓ અમલમાં લો તો પણ, તમે હજી પણ Microsoft Corporation તરફથી બિન-વ્યક્તિગત કરાયેલ જાહેરાતો જોશો. તમે તેમ છતાંય અન્ય કંપનીઓ અને જાહેરાત નેટવર્ક્સ તરફથી પર્સનલાઇઝ કરેલ જાહેરાતો જોઈ શકો છો, જો તમે તેમની સાથે નાપસંદ ન કર્યું હોય. વધુ વિગતો અને વ્યક્તિગત કરાયેલ જાહેરાત પર નિયંત્રણ મેળવવાની વધારાની રીતો માટે, કૃપા કરીને અમારા ગોપનીયતા વિધાનનો જાહેરાત વિભાગ જુઓ.

વ્યક્તિગત ડેટાનું "વેચાણ" નાપસંદ કરવાનો અધિકાર. U.S. રાજ્યના ગોપનીયતા કાયદાઓ વ્યક્તિગત ડેટાનું "વેચાણ" નાપસંદ કરવાનો અધિકાર પ્રદાન કરે છે. કૃપયા નોંધ લો કે જયારે અમે તમારી વ્વ્યક્તિગત જાણકારી તમારા નિર્દેશ મુજબ જાહેર કરીએ, અથવા જયારે કાયદા હેઠળ તે અન્યથા મંજૂર હોય, તો એ “વેચાણ”માં સામેલ થતું નથી. Microsoft Corporation તે કાયદાઓ દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ વ્યક્તિગત ડેટા "વેચતું” નથી, તેથી અમે એ નાપસંદ કરવાનો વિકલ્પ ઑફર કરતા નથી.

પ્રોફાઇલિંગ નાપસંદ કરવાનો અધિકાર

U.S. રાજ્યના ગોપનીયતા કાયદાઓ એવી "પ્રોફાઇલિંગ" નાપસંદ કરવાનો અધિકાર પૂરો પાડે છે કે જે તમારી વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ સ્વચાલિત નિર્ણય લેવા માટે કરે, જે કાનૂની અથવા સમાન નોંધપાત્ર અસર પેદા કરી શકે.  અમે આ કાયદાઓ દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ પ્રોફાઇલિંગ કરતા નથી, તેથી અમે આ પ્રકારની પ્રોફાઇલિંગ નાપસંદ કરવાનું ઑફર કરતા નથી.

તમારા અધિકારોનો ઉપયોગ કરવો

Microsoft તમારા અધિકારોનો ઉપયોગ કરવાનું સરળ બનાવે છે. તમારા ગોપનીયતા ડૅશબોર્ડનો ઉપયોગ કરીને, તમે તમારા Microsoft ખાતામાં લૉગ ઇન કરી શકો છો, અને અમે એકત્ર કરેલા વ્યક્તિગત ડેટાના ચોક્કસ અંશો જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો અથવા હટાવી શકો છો. તમે તમારા ડેટાને સીધો જ પણ મેનેજ કરી શકો, સુધારી શકો, અને અપડેટ કરી શકો છો, જેમ કે તમારા Microsoft ખાતા મારફતે. ચોક્કસ ઉત્પાદનો વધારાના નિયંત્રણો પ્રદાન કરી શકે છે. તમારા વ્યક્તિગત ડેટાને નિયંત્રિત કરવામાં તમને મદદ કરવા માટે અમે પ્રદાન કરેલા અન્ય ઉપકરણો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને ગોપનીયતા વિધાનનો તમારા વ્યક્તિગત ડેટાને કેવી રીતે ઍક્સેસ અને નિયંત્રિત કરવો વિભાગ જુઓ.

કોઈ Microsoft ખાતા સાથે સંકળાયેલ વ્યક્તિગત જાણકારીને ઍક્સેસ કરવા અથવા હટાવવા માટે એક માન્ય લૉગિન આવશ્યક હોય છે. આ ગ્રાહકોની અને તેમના ડેટાની સલામતીના રક્ષણ માટે છે.

જો તમારી પાસે કોઈ Microsoft ખાતું ન હોય અથવા તમારે ગોપનીયતા વિશે વધુ વિગતવાર પૂછપરછ કરવી હોય, તો તમે અમારા ગોપનીયતા સમર્થન અને વિનંતીઓ પેજ મારફતે અમારી ગોપનીયતા સમર્થન ટીમને એક વિનંતી સબમિટ કરી શકો છો, અથવા અમારા U.S. ટોલ ફ્રી નંબર +1 (844) 931 2038 પર કૉલ કરી શકો છો. તમારા વ્યક્તિગત ડેટાની વધુ રક્ષા માટે, અમે (કોઈ) વિનંતીને પૂરી કરતા પહેલાં અને તમારી ઓળખ અને વિનંતીને માન્ય કરવા માટે તમારા રહેઠાણનો દેશ, અને ઈમેલ સરનામું અને ફોન નંબર જેવી વધારાની માહિતી પૂછી શકીએ છીએ. જો તમે કોઈ અધિકૃત એજન્ટનો ઉપયોગ કરો, તો અમે તમારા એજન્ટને તમારા ગોપનીયતા અધિકારોનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે વિગતવાર માર્ગદર્શન પ્રદાન કરીએ છીએ. કેટલીક પરિસ્થિતિઓમાં, તમારી વિનંતીને પૂરી પાડવામાં અમને મદદ કરવા માટે, અમે તમારાથી વધુ જાણકારી માંગી શકીએ છીએ.

જો તમે તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે વિનંતી કરી હોય, અને તમે માનતા હોવ કે Microsoft Corporation દ્વારા તમારી વિનંતી નકારવામાં આવી હતી, તો તમે અમારા ગોપનીયતા સમર્થન અને વિનંતીઓ પેજ મારફતે અમારી ગોપનીયતા સમર્થન ટીમનો સંપર્ક કરીને તમારી વિનંતીના પરિણામો સામે અપીલ કરવાના તમારા અધિકારનો ઉપયોગ કરી શકો છો. જો તમારી અપીલ અસફળ રહે, તો અને તમે જે રાજ્યમાં રહેતા હોવ તેના આધારે, તમે તમારા રાજ્યના એટર્ની જનરલ સમક્ષ એક ફરિયાદ દાખલ કરવાનો અથવા વાંધો ઉઠાવવાનો અધિકાર ધરાવી શકો છો.

નાણાકીય પ્રોત્સાહન

CCPA અને અન્ય U.S સ્ટેટ ડેટા ગોપનીયતા કાયદાઓ વ્યવસાયોને ગ્રાહકોની વ્યક્તિગત માહિતી શેર કરવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યવસાય ઉપભોક્તાઓને તેમની વ્યક્તિગત માહિતીના વળતર તરીકે, કોઈ Rewards પ્રોગ્રામની ઓફર કરી શકે છે અથવા તેમને કોઈ પ્રીમિયમ સેવા પ્રદાન કરી શકે છે. જ્યાં Microsoft આ કાર્યક્રમો પ્રસ્તુત કરે છે, ત્યાં તમારી સહભાગિતા વૈકલ્પિક છે. જો તમે ભાગ લેવાનું પસંદ કરો, તો તમારી ભાગીદારી લાગુ થતી બધી શરતોને આધીન રહેશે, અને તમે કોઈપણ સમયે છોડી શકો છો.

બિન-ભેદભાવ

U.S સ્ટેટ ગોપનીયતા કાયદાઓ, વ્યવસાયોને કાયદા હેઠળ તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે તમારી સામે ભેદભાવ કરવાની મનાઈ કરે છે. આવા ભેદભાવમાં કોઈ વસ્તુ અથવા સેવા નકારવી, સેવાનું કોઈ અલગ સ્તર અથવા તેની અલગ ગુણવત્તા પ્રદાન કરવી, અથવા અલગ કીમતો લેવાનો સમાવેશ થઈ શકે છે. CCPA વ્યવસાયોને ગુણવત્તાના વિવિધ સ્તરો અથવા વિવિધ કિમતો પ્રદાન કરવાની મંજૂરી ત્યાં આપે છે જ્યાં તે વ્યવસાય દર્શાવી શકે કે આ તફાવત વ્યવસાય માટે તે ઉપભોક્તાની વ્યક્તિગત માહિતીના મૂલ્યથી વ્યાજબી રીતે સંબંધિત છે.

ડિ-આઇડેન્ટિફાઇડ્ ડેટા

કેટલીક પરિસ્થિતિઓમાં, Microsoft દ્વારા ડિ-આઇડેન્ટિફાઇડ્ ડેટા પર પ્રક્રિયા કરવામાં આવી શકે છે. ડેટા આવી સ્થિતિમાં ત્યારે હોય છે જ્યારે અમે એવી વ્યક્તિ સાથે ડેટાને લિંક ન કરી શકતા હોઈએ જેની સાથે વધારાના પગલાં લીધા સિવાય આવા ડેટાનો સંબંધ સ્થાપિત થઈ શકે. તેવી સ્થિતિઓમાં, અને લાગુ પડતા કાયદા હેઠળ પરવાનગી આપવામાં આવી ન હોય તો, અમે આવા ડેટાને ડિ-આઇડેન્ટિફાઇડ્ તરીકે જાળવીશું, અને જેની સાથે તે ડિ-આઇડેન્ટિફાઇડ્ ડેટા સંબંધિત હોય તેવી વ્યક્તિને ફરીથી ઓળખવાનો પ્રયાસ કરીશું નહીં.

ગોપનીયતા અધિકારો વિશેની વિનંતીઓની જાહેરાત

CCPA ની આવશ્યકતા છે કે વ્યવસાયો પ્રાપ્ત થયેલ, સંપૂર્ણ અથવા અંશમાં પાલન કરવામાં આવેલ, અથવા નકારેલ વિનંતીઓની સંખ્યા જાહેર કરે. અમે અમારા ગ્રાહકોને  Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ દ્વારા તેમના ડેટા પર નિયંત્રણ આપીએ છીએ, જેને ડેટા જોવા માટે અને હટાવવા માટે વૈશ્વિક ધોરણે ગ્રાહકો તરફથી લાખો વિનંતીઓ પ્રાપ્ત થાય છે.  ગોપનીયતા ડૅશબોર્ડ  પર વ્યક્તિગત ડેટા જોવાની અને હટાવવાની વિનંતીઓને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે છે. અમે એવા ઉપકરણો પ્રદાન કરીએ છીએ જેમાં અમારા ગ્રાહકો તેમની માહિતીને સીધી જ મેનેજ કરી શકે, સુધારી શકે, અને અપડેટ કરી શકે, જેમ કે તેમના માઇક્રોસોફ્ટ ખાતા મારફતે.

અમે વધારાના સમર્થન માટે અમારા ગ્રાહકો માટે  ગોપનીયતા સમર્થન અને વિનંતીઓ પણ પ્રદાન કરીએ છીએ, જેથી તેઓ અમારી ગોપનીયતા ટીમ, ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્રનો સંપર્ક કરી શકે. વ્યક્તિગત ડેટા જોવાની, નિકાસ કરવાની, અને હટાવવાની વિનંતીઓ Microsoft દ્વારા પ્રદાન કરેલા ઉપકરણો મારફત, 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે.

2025 કેલિફોર્નિયા ગોપનીયતા અધિકારોની વિનંતીઓ

 પ્રાપ્ત થયેલ વિનંતીઓસંપૂર્ણ અથવા આંશિક રીતે પૂરી કરેલી વિનંતીઓ
Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ અને ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી જાણવાની વિનંતીઓ3,253,4053,253,399
Microsoft ગોપનીયતા ડૅશબોર્ડ અને ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી હટાવવાની વિનંતીઓ1,111,9991,111,994
ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર દ્વારા CAના ગ્રાહકો તરફથી મળતી સુધારવાની વિનંતીઓ00

અમારા તૃતીય-પક્ષ જાહેરાત સેટિંગ્સ નિયંત્રણ મારફતે, વ્યક્તિગત કરાયેલ જાહેરાતના હેતુઓ માટે તૃતીય પક્ષો સાથે ડેટા શેર કરવાનું નાપસંદ કરવા માટે, U.S. Microsoft ખાતા ધારકોની  104,021 વિનંતીઓનો અમે પ્રતિસાદ પણ આપ્યો હતો.

2025માં અમારા ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર મારફતે સુધારો કરવા માટે અમને કોઈ પણ કેલિફોર્નિયા ગોપનીયતાની વિનંતી મળી ન હતી.

કોઈ ગ્રાહક કેલિફોર્નિયાનો છે કે નહીં તે અમે (1) ગોપનીયતા ડૅશબોર્ડ માટેના IP સરનામા દ્વારા, અથવા (2) ગોપનીયતા પ્રતિસાદ કેન્દ્ર મારફત કરેલી તેમની વિનંતીમાં તેઓ CCPA નો ઉલ્લેખ કરે છે કે નહીં તેના દ્વારા, નક્કી કરીએ છીએ.

વિનંતી ચકાસવામાં અક્ષમતાના કારણે, 2025માં અગિયાર કેલિફોર્નિયા ગોપનીયતાની વિનંતીઓ નકારવામાં આવી હતી. આમાંથી છ વિનંતીઓ જાણવા માટેની, અને પાંચ વિનંતીઓ હટાવવા માટેની હતી.

પ્રાપ્ત કરેલી વિનંતીઓ પૂર્ણ કરવા માટેનો સરેરાશ પ્રતિસાદ સમય એક દિવસ કરતાં ઓછો હતો. અમારી ગોપનીયતા ટીમે, અમારા ગોપનીયતા વેબફોર્મ મારફતે સબમિટ કરેલી કેલિફોર્નિયા ગ્રાહકોની ઍક્સેસ અને હટાવવા માટેની વિનંતીઓનો 4 દિવસના સરેરાશ સાથે, પ્રતિસાદ આપ્યો હતો.

 Microsoft ગોપનીયતા વિધાન અનુસાર અમુક ડેટા પ્રદાન ન કરવામાં આવે અથવા જાળવી રાખવામાં આવે તેવું બની શકે છે, ઉદાહરણ તરીકે, લાગુ પડતા કાયદાનું અનુપાલન કરવા માટે.

આ કેલિફોર્નિયા ગોપનીયતા વિનંતીઓનો અહેવાલ દર વર્ષે અપડેટ કરવામાં આવે છે. જૂન 2026 સુધી, અમે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળા માટે, જાણવાના, હટાવવાના, અને શેરિંગને નાપસંદ કરવાના અધિકાર સાથે સંબંધિત વિનંતીઓ માટેના મેટ્રિક્સ અપડેટ કર્યા છે.  

ઉપર નોંધ્યા પ્રમાણે, અમે વ્યક્તિગત માહિતીને વેચતા નથી તથા અમે તમારી સંમતિ વિના અથવા લાગુ પડતાં કાયદાઓ હેઠળ અનુમતિ પ્રાપ્ત ન હોય અથવા તે મુજબ આવશ્યક ન હોય, તો તમારા સંવેદી ડેટાને ઉપર સૂચિબદ્ધ કરાયેલ હેતુઓ સિવાયના હેતુઓ માટે જાહેર કરતાં નથી કે તેનો ઉપયોગ કરતાં નથી. તેથી, અમે ગ્રાહકોને તેમની વ્યક્તિગત માહિતીના વેચાણને નાપસંદ કરવાની અથવા તેમના સંવેદી ડેટાના ઉપયોગને મર્યાદિત કરવાની રીત ઑફર કરતા નથી.

વર્તમાનમાં Microsoft ઓરેગનમાં Microsoft Corporation, Microsoft Infrastructure Group LLC, અને Obsidian Entertainment તરીકે નોંધાયેલ છે.

તમારી ગોપનીયતા પસંદગીઓ નાપસંદ કરો આઇકૉન તમારી ગોપનીયતા પસંદગીઓ
ગ્રાહક આરોગ્ય ગોપનીયતા Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads