This is the Trace Id: 31d275edde2bd9481cc62fbbab6cb95a

Microsoft સેવા કરાર ફેરફારોનો સારાંશ – 30 સપ્ટેમ્બર, 2025

અમે Microsoft સેવા કરારને અપડેટ કરી રહ્યાં છીએ, જે Microsoft ગ્રાહક ઑનલાઇન ઉત્પાદનો તથા સેવાઓના તમારા ઉપયોગને લાગુ થાય છે. આ પેજ Microsoft સેવા કરારના સૌથી નોંધપાત્ર ફેરફારોનો સારાંશ પ્રદાન કરે છે.

બધાં ફેરફારો જોવા માટે, કૃપા કરીને અહીં સંપૂર્ણ Microsoft સેવા કરાર વાંચો.

  1. હેડરમાં, અમે પ્રકાશન તારીખ 30 જુલાઈ, 2025 અને અમલીકરણની તારીખ 30 સપ્ટેમ્બર, 2025 તરીકે અપડેટ કરી છે.
  2. "તમારી સામગ્રી" વિભાગમાં, અમે નિકાસ કરી શકાય તેવા ડેટાને સંબોધિત કરતો એક નવો વિભાગ "c" ઉમેર્યો છે.
  3. "સમર્થન" વિભાગમાં, "સેવાઓ અને સમર્થનનો ઉપયોગ કરવો" વિભાગમાં, અમે ખોટી હાઇપરલિંક્સ દૂર કરીને સુધારા કર્યા છે અને સ્પષ્ટતા કરી છે કે કેટલીક સેવાઓ અલગ અથવા વધારાનું સમર્થન પ્રસ્તુત કરી શકે છે અને આવું સમર્થન Microsoft સેવા કરારની બહારની શરતોને આધીન હોઈ શકે છે.
  4. સ્થાનિક નિયમોમાં ફેરફારને કારણે અમે "સમર્થન" વિભાગ હેઠળ "ઓસ્ટ્ર્લિયામાં રહેતા ઉપભોક્તાઓ માટે" વિભાગ દૂર કર્યો છે.
  5. "એશિયા અથવા દક્ષિણ પેસિફિક, સિવાય કે તમારા દેશને વિશેષ રૂપે નીચે મુજબ કહેવામાં ન આવે" વિભાગ હેઠળ, "કરાર કરનારી સંસ્થા, કાયદાની પસંદગી, અને વિવાદોના નિરાકરણ માટે"ની અંદર, સ્થાનિક નિયમોમાં ફેરફારને કારણે ઑસ્ટ્રેલિયાના રહેવાસીઓ માટેના શબ્દો દૂર કરવામાં આવ્યા છે.
  6. "ટ્રાયલ-પીરિયડ ઑફર્સ" વિભાગમાં, "ચૂકવણીની શરતો" વિભાગમાં, અમે સ્પષ્ટતા કરતા શબ્દો ઉમેર્યા છે કે કેટલીક ટ્રાયલ-પીરિયડ ઑફર્સ માટે સ્વતઃ-નવીનીકરણ ચાલુ કરવું જરૂરી હોઈ શકે છે.
  7. "સેવા-વિશેષ શરતો" વિભાગમાં, અમે નીચેના ઉમેરાઓ અને ફેરફારો કર્યા છે:
    • "Xbox સેવાઓ" વિભાગમાં, "Xbox" વિભાગની અંદર, અમે સ્પષ્ટતા કરી છે કે તમારા Microsoft ખાતા વડે કોઈ ઉપકરણ અથવા પ્લૅટફૉર્મમાં સાઇન ઇન કરવાથી અથવા નૉન-Microsoft સેવાને ઍક્સેસ કરવા માટે તમારા Microsoft ખાતાને આવા ઉપકરણ અથવા પ્લૅટફૉર્મ સાથે લિંક કરવાથી, તમે તે વિભાગમાં વર્ણવેલા Microsoftના ઉપયોગ અધિકારોને આધીન થાઓ છો. વધુમાં, અમે સ્પષ્ટતા કરી છે કે તૃતીય-પક્ષ ઉપકરણ અથવા પ્લૅટફૉર્મ દ્વારા Xbox Game Studios રમતો અથવા સેવાઓને ઍક્સેસ કરતી વખતે Xbox-વિશિષ્ટ Family Safety સેટિંગ્સ સક્ષમ ન પણ હોય.
    • "Xbox સેવાઓ" વિભાગમાં કરવામાં આવેલા ફેરફારોને અનુરૂપ, અમે "Microsoft ફેમિલી સુવિધાઓ" વિભાગમાં, "Xbox" વિભાગ હેઠળ, Xbox-વિશિષ્ટ Family Safety સેટિંગ્સ સંબંધિત શબ્દો ઉમેર્યા છે જે Xbox Game Studios રમતો અથવા સેવાઓને તૃતીય-પક્ષ ઉપકરણો અથવા પ્લૅટફૉર્મ દ્વારા ઍક્સેસ કરતી વખતે સંભવિત રીતે સક્ષમ ન હોય.
    • Skypeની વિદાયને ધ્યાનમાં રાખીને "Skype, Microsoft Teams અને GroupMe" વિભાગમાં ફેરફારો કરવામાં આવ્યા.
    • "Microsoft Rewards" વિભાગ હેઠળ "પોઈન્ટ્સ પર પ્રતિબંધો અને મર્યાદાઓ" વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી દર્શાવી શકાય કે જો સતત 12 મહિના સુધી કોઈ પોઈન્ટ કમાયા ન હોય કે રિડીમ ન થયા હોય, તો રિડીમ ન થયેલા પોઈન્ટ્સ સમાપ્ત થઈ જાય છે.
    • "Microsoft Rewards" વિભાગ હેઠળ, "તમારું Rewards એકાઉન્ટ રદ કરવું" વિભાગમાં એ દર્શાવવા માટે ફેરફાર કરવામાં આવ્યા કે જો સતત 12 મહિના સુધી લૉગ ઇન ન કરવામાં આવે તો Rewards એકાઉન્ટ રદ થઈ શકે છે.
    • "AI સેવાઓ" વિભાગમાં ઉપયોગ પ્રતિબંધો પર એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો.
    • નવો "સંદેશાવ્યવહાર સેવાઓ" વિભાગ ઉમેરવામાં આવ્યો, જે સ્પષ્ટ કરે છે કે Skype, Teams અને Outlook જેવી, વ્યક્તિઓ વચ્ચે વાતચીતને સરળ બનાવતી સેવાઓ પૂરક ઉપયોગની શરતોને આધીન છે. આ શબ્દો આ વિભાગમાં સંદર્ભિત અને જોડાયેલા છે.
  8. સમગ્ર શરતોમાં, અમે સ્પષ્ટતાને વધુ સારી બનાવવા માટે અને વ્યાકરણની, જોડણીની તથા એ પ્રકારની બીજી સમસ્યાઓના ઉકેલ માટે ફેરફારો કર્યા છે. અમે નામકરણ અને હાઇપરલિંક્સ પણ અપડેટ કરી છે.