સ્ટાન્ડર્ડ ઍપ્લિકેશન લાઇસન્સ ટર્મ્સ (ઍપ્લિકેશનના લાઇસન્સ માટેના માનક નિયમો)
MICROSOFT STORE, WINDOWS સ્ટોર અને XBOX STORE
ઑક્ટોબર 2017ના રોજ અપડેટ થયેલ

લાઇસન્સના આ નિયમો તમારી તથા ઍપ્લિકેશનના પ્રકાશક વચ્ચેનો કરાર છે. કૃપા કરીને તે વાંચો. તે તમે Microsoft Store, Windows સ્ટોર અથવા Xbox Store (જે દરેક લાઇસન્સના આ નિયમોમાં "સ્ટોર" તરીકે સંદર્ભિત છે) પરથી ડાઉનલોડ કરો તે સૉફ્ટવેર ઍપ્લિકેશનોને લાગુ થાય છે, જેમાં ઍપ્લિકેશન માટેના કોઈ પણ અપડેટ અથવા પૂરવણીઓનો સમાવેશ થાય છે, સિવાય કે ઍપ્લિકેશનના પોતાના અલગ નિયમો હોય, જે કિસ્સામાં એ નિયમો લાગુ થશે.

ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને અથવા તેનો ઉપયોગ કરીને અથવા આમાંનું કોઈ પણ કાર્ય કરવાનો પ્રયાસ કરીને તમે આ નિયમો સ્વીકારો છો. જો તમે તે સ્વીકારતા નથી, તો ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનો અથવા તેનો ઉપયોગ કરવાનો તમને હક નથી અને તમે તે ન કરો તે જરૂરી છે.

ઍપ્લિકેશનના પ્રકાશકનો અર્થ છે એ અસ્તિત્વ, કે જે તમને, સ્ટોરમાં જણાવ્યા મુજબ, ઍપ્લિકેશનનું લાઇસન્સ આપે છે.

જો તમે લાઇસન્સના આ નિયમોનું પાલન કરતા હો, તો તમને નિમ્નલિખિત હકો છે.
1. ઇન્સ્ટૉલેશન તથા ઉપયોગના હકો; સમાપ્તિ. અમારા વપરાશના નિયમોમાં વર્ણવ્યા મુજબ, તમે ઍપ્લિકેશનને Windows ડિવાઇસ અથવા Xbox કન્સોલમાં ઇન્સ્ટૉલ કરી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો. Microsoft કોઈ પણ સમયે અમારા વપરાશના નિયમોમાં ફેરફાર કરવાનો હક સુરક્ષિત રાખે છે.
2. ઇન્ટરનેટ આધારિત સેવાઓ.

a. ઇન્ટરનેટ-આધારિત અથવા વાયરલેસ સેવાઓ માટે સંમતિ. જો ઍપ્લિકેશન ઇન્ટરનેટ મારફતે કમ્પ્યુટર સિસ્ટમો સાથે જોડાણ કરે, જેમાં વાયરલેસ નેટવર્કનો સમાવેશ હોઈ શકે, તો ઍપ્લિકેશનનો, ઇન્ટરનેટ-આધારિત અથવા વાયરલેસ સેવાઓ માટેનો, વપરાશ ડિવાઇસની માનક માહિતીના પ્રસારણ માટેની (જેમાં તમારા ડિવાઇસ, સિસ્ટમ અને ઍપ્લિકેશન સૉફ્ટવેર અને પેરિફેરલોનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી સીમિત નથી) તમારી સંમતિ તરીકે કાર્ય કરશે. જો ઍપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે તમે ઍક્સેસ કરેલી સેવાઓના ઉપયોગ સંબંધિત અન્ય નિયમો હશે, તો તે નિયમો પણ લાગુ થશે.

b. ઇન્ટરનેટ આધારિત સેવાઓનો દુરૂપયોગ. તમે કોઈ પણ ઇન્ટરનેટ આધારિત સેવાઓનો ઉપયોગ એવી કોઈ પણ રીતે નહીં કરો જેનાથી તેને નુકસાન થાય અથવા અન્ય કોઈ વ્યક્તિના તેના ઉપયોગને અથવા વાયરલેસ નેટવર્કને નુકસાન કરે. તમે કોઈ પણ સેવા, ડેટા, ખાતા અથવા નેટવર્કની કોઈ પણ રીતે અનધિકૃત ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરવા માટે સેવાનો ઉપયોગ નહીં કરો.

3. લાઇસન્સનું કાર્યક્ષેત્ર. ઍપ્લિકેશનનું લાઇસન્સ આપવામાં આવે છે, તેનું વેચાણ કરવામાં આવતું નથી. આ કરાર તમને ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે માત્ર કેટલાક હકો આપે છે. જો Microsoft તમારા Microsoft સાથેના કરાર મુજબ તમારા ડિવાઇસિસમાં ઍપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું અક્ષમ કરે, તો લાઇસન્સ સાથે સંબંધિત બધા હકો સમાપ્ત થશે. ઍપ્લિકેશનના પ્રકાશક અન્ય બધા હકો સુરક્ષિત રાખે છે. આ મર્યાદા હોવા છતાં જો લાગુ થતો કાયદો તમને વધુ હકો આપતો હોય, તો તમે આ કરારમાં સ્પષ્ટ રૂપે પરવાનગી અપાયા મુજબ જ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. તેમ કરવામાં, તમારે ઍપ્લિકેશનમાંની એ બધી ટેક્નિકલ મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે, જે તમને તેનો અમુક ચોક્કસ રીતે જ ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. તમે નિમ્નલિખિત નહીં કરો:

a. ઍપ્લિકેશનમાંની કોઈ પણ ટેક્નિકલ મર્યાદા સંબંધિત કાર્ય કરવું.

b. ઍપ્લિકેશનનું રિવર્સ એન્જિનિયર, ડિકમ્પાઇલ અથવા વિભાજન કરવું., સિવાય કે આ મર્યાદા હોવા છતાં, લાગુ થતો કાયદો સ્પષ્ટ રૂપે પરવાનગી આપે તે સીમા સુધી જ અને તો જ.

c. આ મર્યાદા હોવા છતાં, ઍપ્લિકેશનની આ કરારમાં સૂચવ્યા કરતાં અથવા મંજૂરી અપાઈ છે તે કરતાં વધુ કૉપિ બનાવવી.

d. ઍપ્લિકેશનનું પ્રકાશન કરવું અથવા તેને અન્ય લોકો માટે કૉપિ કરવા માટે ઉપલબ્ધ કરવી.

e. ઍપ્લિકેશન ભાડે, લીઝ પર અથવા ઉછીની આપવી.

f. આ ઍપ્લિકેશન અથવા આ કરારને કોઈ તૃતીય પક્ષને હસ્તાંતરિત કરવો.
4. દસ્તાવેજીકરણ. જો દસ્તાવેજીકરણ ઍપ્લિકેશનની સાથે પ્રદાન કરવામાં આવ્યું હોય, તો તમે વ્યક્તિગત સંદર્ભના હેતુઓ માટે દસ્તાવેજીકરણની કૉપિ તથા ઉપયોગ કરી શકશો.
5. ટેક્નોલોજી અને નિર્યાતના પ્રતિબંધો. ઍપ્લિકેશન યુનાઇટેડ સ્ટેટ્સ અથવા આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી નિયંત્રણ અથવા નિર્યાતના કાયદા તથા નિયમનોને આધીન હોઈ શકે છે. તમે ઍપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવાયેલી અથવા સમર્થિત ટેક્નોલોજીને લાગુ થતા બધા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નિર્યાત કાયદા તથા નિયમનોનું પાલન કરો તે જરૂરી છે. આ કાયદાઓમાં નિર્ધારિત સ્થાનો, અંતિમ વપરાશકર્તાઓ તથા અંતિમ વપરાશનો સમાવેશ થાય છે. Microsoft બ્રાન્ડના ઉત્પાદનો વિશે વધુ માહિતી માટે, Microsoft એક્સ્પોર્ટિંગ વેબસાઇટ (http://go.microsoft.com/fwlink/?LinkId=242130) પર જાઓ.
6. સહાયક સેવાઓ. કોઈ સહાયક સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે ઍપ્લિકેશનના પ્રકાશકનો સંપર્ક કરો. Microsoft, તમારા હાર્ડવેર ઉત્પાદક અને તમારા વાયરલેસ કૅરિઅર (જો આમાંના કોઈ ઍપ્લિકેશનના પ્રકાશક હોય, તો નહીં) ઍપ્લિકેશન માટે સહાયક સેવાઓ પ્રદાન કરવા માટે જવાબદાર નથી.
7. સંપૂર્ણ કરાર. આ કરાર, લાગુ થતી કોઈ પણ ગોપનીયતા નીતિ, ઍપ્લિકેશન સાથેના કોઈ પણ વધારાના નિયમો અને પૂરવણીઓ તથા અપડેટ માટેના નિયમો ઍપ્લિકેશન માટે તમારી તથા ઍપ્લિકેશનના પ્રકાશકની વચ્ચેનો સંપૂર્ણ લાઇસન્સ કરાર છે.
8. લાગુ થતો કાયદો.

a. યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા. જો તમે ઍપ્લિકેશન યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કૅનેડામાં મેળવી હોય, તો તમે રહેતા હો તે રાજ્ય અથવા પ્રાંતના (અથવા જો તમારો વ્યવસાય હોય, તો તમારા વ્યવસાયનું મુખ્ય સ્થાન જ્યાં હોય ત્યાંના) કાયદા, આ નિયમોના અર્થઘટન, તેમનો ભંગ કરવાના દાવાઓ અને (ગ્રાહક સુરક્ષા, અનુચિત સ્પર્ધા અને ગેરકાયદે દાવાઓ સહિત) અન્ય બધા દાવાઓનું, કાયદાના સિદ્ધાંતોની વિસંગતતાને ધ્યાનમાં લીધા વિના, સંચાલન કરે છે.

b. યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની બહાર. જો તમે કોઈ અન્ય દેશમાંથી ઍપ્લિકેશન મેળવી હશે, તો તે દેશના કાયદા લાગુ થશે.
9. કાનૂની અસર. આ કરાર અમુક ચોક્કસ કાનૂની હકોનું વર્ણન કરે છે. તમારી પાસે તમારા રાજ્ય અથવા દેશના કાયદાઓ હેઠળ અન્ય હકો હોઈ શકે છે. આ કરાર તમારા રાજ્ય અથવા દેશના કાયદાઓ હેઠળના તમારા હકો બદલતો નથી, જો તમારા રાજ્ય કે દેશના કાયદાઓ તેને તેમ કરવાની પરવાનગી ન આપતા હોય તો.
10. વૉરંટીનો જાહેર અસ્વીકાર. ઍપ્લિકેશન માટે "જેમ છે તેમ", "દરેક ખામી સાથે" અને "ઉપલબ્ધતા પ્રમાણે" લાઇસન્સ આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાના બધા જોખમો તમે લો છો. ઍપ્લિકેશનના પ્રકાશક, પોતાના વતી, Microsoft (જો Microsoft ઍપ્લિકેશનના પ્રકાશક ન હોય, તો), જેના નેટવર્ક મારફતે ઍપ્લિકેશન પ્રદાન કરવામાં આવે છે તે વાયરલેસ કૅરિઅર અને અમારા સંબંધિત સહભાગીઓ, વેપારીઓ, એજન્ટો તથા સપ્લાયરો ("આવરિત પક્ષો")માંના દરેક ઍપ્લિકેશન સંબંધિત કોઈ સ્પષ્ટ વૉરંટી, ગૅરંટી અથવા પરિસ્થિતિ આપતા નથી. ઍપ્લિકેશનની ગુણવત્તા, સુરક્ષા, સગવડ તથા કાર્યપ્રદર્શનનું સઘળું જોખમ તમે લો છો. જો ઍપ્લિકેશન ખામીગ્રસ્ત પૂરવાર થાય, તો બધી આવશ્યક સર્વિસિંગ અથવા સમારકામનો બધો ખર્ચ તમે ઉઠાવશો. તમારા સ્થાનિક કાયદાઓ હેઠળ તમારી પાસે વધારાના ગ્રાહક હકો હોઈ શકે છે, જેને આ કરાર બદલી શકતો નથી. તમારા સ્થાનિક કાયદાઓ હેઠળ પરવાનગી અપાયાની સીમા સુધી, આવરિત પક્ષો કોઈ પણ પ્રકારની વૉરંટીઓ અથવા પરિસ્થિતિઓને બાકાત રાખે છે, જેમાં વેચાણયોગ્યતા, વિશેષ હેતુ માટે સ્વાસ્થ્ય, સુરક્ષા, સગવડ તથા બિન-ઉલ્લંઘનનો સમાવેશ થાય છે.
11. નુકસાનની ભરપાઈ તથા નુકસાનની મર્યાદા અને બાકાતીકરણ. કાયદા દ્વારા મર્યાદિત ન હોય તે સીમા સુધી, જો તમારી પાસે નુકસાન ભરપાઈ કરાવવાનો કોઈ આધાર હોય, તો તમે ઍપ્લિકેશનના પ્રકાશક પાસેથી માત્ર તમે ઍપ્લિકેશન માટે ચૂકવેલી રકમ અથવા US$1.00, બેમાંથી જે વધુ હોય તે, રકમ સુધીના પ્રત્યક્ષ નુકસાનની ભરપાઈ કરાવી શકશો. તમે ઍપ્લિકેશનના પ્રકાશક પાસેથી કોઈ પણ અન્ય નુકસાનની ભરપાઈ કરાવવાની ઇચ્છા નહીં રાખો અને તેમ કરવાનો કોઈ પણ હક જતો કરશો, જેમાં પરિણામી, નફામાં નુકસાન, વિશિષ્ટ, અપ્રત્યક્ષ અથવા આકસ્મિક નુકસાનનો સમાવેશ થાય છે. આ નિયમો નથી આપતા છતાં, જો તમારા સ્થાનિક કાયદાઓ વૉરંટી, ગૅરંટી અથવા પરિસ્થિતિ લાદતા હોય, તો તેનો સમયગાળો તમે ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યાના 90 દિવસ સુધી મર્યાદિત છે.

આ મર્યાદા નિમ્નલિખિતને લાગુ થાય છે:
ઍપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતું, ઍપ્લિકેશન અથવા સેવાઓ સંબંધિત કંઈ પણ; અને
કરાનો ભંગ, વૉરંટી, ગૅરંટી અથવા પરિસ્થિતિના દાવા; ચુસ્ત જવાબદારી, નિષ્કાળજી અથવા અન્ય ગેરકાયદેસરતા; કાયદા અથવા નિયમનનો ભંગ; ગેરવ્યાજબી સમૃદ્ધિ; અથવા અન્ય કોઈ પણ સિદ્ધાંત; તમામ લાગુ થતા કાયદા દ્વારા આપવામાં આવેલી પરવાનગીની સીમા સુધી.

નિમ્નલિખિત કિસ્સામાં પણ આ લાગુ થાય છે:
આ નુકસાન ભરપાઈ થવાથી તમારા બધા નુકસાનનું પૂરેપૂરું વળતર ન મળતું હોય; અથવા
ઍપ્લિકેશનના પ્રકાશકને નુકસાનની શક્યતા વિશે જાણ હતી અથવા હોવી જોઈતી હતી.